દીવમાં આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં કેવડા ત્રીજ નિમિત્તે આજે કરવામાં આવી પૂજા અર્ચના

દીવ બ્રહ્મ સમાજ સંચાલિત શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં દર વર્ષે દીવ ની બહેનો મોટી સંખ્યામાં કેવડાત્રીજ નુ વ્રત ધામ ધૂમ થી ઉજવે છે, તેમજ આ વર્ષે કોરોના ની મહામારીને લઈને કેવડા ત્રીજ ર્નિમિત્તે વ્રત ધારી દીવની મહિલાઓ થતાં કુમારિકાઓ સરકાર ના નિયમો સાથે સાદગીપૂર્વક શ્રી ગંગાધર ભટ્ટે કેવડા ત્રીજ ના વ્રત ની બહેનો ને પૂજા અર્ચના કરાવી હતી તેમજ હાટકેશ્વર મહાદેવ ના અલૌકિક શણગાર સાથે પુજારી પ્રતાપ ગીરી એ મહાદેવની પુજા કરાવી હતી અને બહેનો એ વ્રતની પૂજા કરી ધન્યતા અનુભવી હતી

મણીભાઈ ચાંદોરા – (દીવ/ગીર સોમનાથ)