જસદણ સી.એચ.સી. ખાતે તૈયાર રૂા. ૩૩ લાખના ખર્ચે સંપૂર્ણ સ્વદેશી ઓકસીજન પ્લાન્ટનું નિરીક્ષણ કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
Ø આગામી ઓગષ્ટ માસમાં મુખ્યમંત્રીના હસ્તે ઓકસીજન પ્લાન્ટનું થનાર લોકાર્પણ
Ø સી.એચ.સી. ખાતે ૨૪ બેડનો ખાસ વોર્ડ તૈયાર
- Advertisement -
Ø બાળકો માટે પાંચ બેડના ઓકસીજન કોન્સન્ટ્રેટર સાથેના વિશેષ વોર્ડની સુવિધા
રાજકોટ- કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે સુસજજ્તા કેળવવા રાજયસરકાર દ્વારા રાજયભરમાં આગોતરૂ આયોજન થઇ રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થાનિક કક્ષાએ જ અદ્યતન સારવાર મળી રહે તે બાબતને ધ્યાને રાખીને આ સુદ્રઢ આયોજન થઇ રહ્યું છે.

- Advertisement -
જસદણ-વિંછીયા વિસ્તારમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે તંત્રને સુસજ્જ બનાવવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સતત કાર્યરત છે. જસદણ સી.એચ.સી. ખાતે રૂા. ૩૩ લાખના ખર્ચે તૈયાર થઇ ગયેલ સંપૂર્ણ સ્વદેશી ઓકસીજન પ્લાન્ટનું નિરીક્ષણ કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે જસદણ અને વિંછીયા સંભવીત કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવ સંપૂર્ણ રીતે સુસજ્જ છે. આ માટે પ્રીવેન્શન, પ્રીપરેશન અને પ્લાનીંગની ત્રિવિધ સ્ટ્રેટેજી અપનાવી છે. જેમાં વધુમાં વધુ ઝડપે રસીકરણ, સી.એચ.સી. ખાતે સંપૂર્ણ સ્વદેશી એવો ઓકસીજન પ્લાન્ટ કે જે પ્રતિ મિનીટ ૨૫૦ લીટર ઓકસીજન પુરો પાડવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં સી.એચ.સી ખાતે ખાસ આગોતરા આયોજનરૂપે ૨૪ બેડનો સ્પેશીયલ વોર્ડ ઓકસીજન સાથે તૈયાર થઇ ગયેલ છે. વિશેષમાં બાળકો માટે ઓકસીજન કોન્સન્ટ્રેટર સાથેના પાંચ બેડનો વોર્ડ પણ તૈયાર કરાયેલ છે.

જસદણ-વિંછીયા તાલુકાના દર્દીઓને સ્થાનીક કક્ષાએ જ અદ્યતન સારવાર મળી રહે તે માટે રાજયના મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના સહયોગથી તથા ધારાસભ્યની ગ્રાંટમાંથી રકમ ફાળવીને જસદણ સી.એચ.સી. સેન્ટર ખાતે આ ૨૫૦ લીટરની ક્ષમતાનો ઓકસીજન પ્લાન્ટ તૈયાર કરાયેલ છે. જેનું રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ટુંક સમયમાં જ લોકાર્પણ થનાર છે.

આમ ઓકસીજન પ્લાન્ટ કાર્યરત થતાં જ જસદણ સી.એચ.સી. ખાતે સંપૂર્ણ સુવિધા સાથે અદ્યતન સારવાર સ્થાનીક ગ્રામિણ પ્રજાને મળતી થશે. જે જસદણ અને વિંછીયા વિસ્તારના ગ્રામ્યજનો માટે આશિર્વાદરૂપ બની રહેશે.
આ તકે મંત્રીબાવળીયાએ ૨૪ બેડના તૈયાર કરાયેલ ખાસ વોર્ડનું અને બાળકો માટેના પાંચ બેડના ઓકસીજન કોન્સન્ટ્રેટર સાથેના વોર્ડનું નિરીક્ષણ કરી સંતોષ વ્યકત કરતા જરુરી ઉપયોગી સુચનો કર્યા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી પી.એચ.ગલચર, સી.એચ.સી.ના સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એમ.મૈત્રી, સ્થાનીક અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


