આવતીકાલે સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૧ અન્વયે જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૬ વોર્ડના ૨૩૬ ઉમેદવારો માટે આવતીકાલે મતદાન કરવામાં આવશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૬૪૫ બુથ પર ૩૮૭૨ જેટલા વહીવટી તંત્રના મહેસુલી, શિક્ષણ વિભાગ વગેરેના કર્મચારીઓ કાર્યરત રહેશે, સાથે જ હોમગાર્ડ, પોલીસ વિભાગના હજારો કર્મીઓ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તૈનાત રહેશે.
સાગર સંઘાણી, જામનગર


