By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    4 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    4 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    5 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જય દ્વારકાધીશ! ચહેરા પર સ્મિત, પોઝિટિવ એનર્જીનાં સ્ત્રોત એવા મૌલેશ પટેલનો આજે જન્મ દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જય દ્વારકાધીશ! ચહેરા પર સ્મિત, પોઝિટિવ એનર્જીનાં સ્ત્રોત એવા મૌલેશ પટેલનો આજે જન્મ દિવસ
રાજકોટ

જય દ્વારકાધીશ! ચહેરા પર સ્મિત, પોઝિટિવ એનર્જીનાં સ્ત્રોત એવા મૌલેશ પટેલનો આજે જન્મ દિવસ

Khaskhabar Editor
Last updated: 2021/10/14 at 5:33 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

તદ્દન બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા મૌલેશભાઈ સફળ છતાં સરળ ઈન્સાન છે

મૌલેશભાઈ ઉકાણી – મૌલેશ પટેલ. આ નામથી ભાગ્યે કોઈ અજાણ હશે. ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં દેશ-વિદેશનાં બિઝનેસ હાઉસમાં આ નામ સતત ગુજતું રહે છે, લોકો આ નામથી માહિતગાર છે. વળી, મૌલેશભાઈ પટેલથી રાજકીય પક્ષોનાં સામાન્ય કાર્યકરથી લઈ દેશનાં પ્રધાનમંત્રી પણ પરિચિત છે. મૌલેશભાઈને બધા ઓળખે, બધા અપનાવે અને બધા આદર આપે છે. કારણ કે, મૌલેશભાઈ પટેલ એટલે ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમનો ત્રિવેણી સંગમ. સૌને માટે હંમેશા ખડેપગે રહેતું સેવાભાવી વ્યક્તિત્વ. ઉદાર અને નેકદિલ આદમી. તદ્દન બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા મૌલેશભાઈ પટેલ સફળતાને સર કરનાર છતાં સરળ બની રહેનાર ઈન્સાન છે. શાંત અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા મૌલેશભાઈએ પોતાનાં પિતા ડાયાભાઈનાં વિચારબીજ સમી કંપની બાન લેબને આજે હેલ્થ એન્ડ બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી પ્રતિષ્ઠિત કંપનીઓની હરોળ સુધી પહોચાડી છે જે તેમની સક્સેસનું માઈલસ્ટોન છે. આનંદસહ ગૌરવની વાત એ છે કે, મૌલેશભાઈ પટેલની બાન લેબ ટૂંકસમયમાં હોઝીયરી, ક્ધઝયૂમરી સહિતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું પદાર્પણ નોંધાવવા તૈયાર છે. મેક ઈન ઈન્ડિયા મુવમેન્ટને વેગવંતુ બનાવનાર મૌલેશભાઈ પટેલ આવનારા દિવસોમાં અનેક નવી પ્રોડક્ટ સાથે માર્કેટમાં આવી રહ્યા છે. જેમાં હોઝિયરી, સ્ટેશનરી પ્રોડક્ટસ અને પરફ્યુમરી વગેરે જેવા ફિલ્ડનો સમાવેશ થાય છે.

મૌલેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. મૌલેશભાઈ પટેલ દર વર્ષે પોતાનો જન્મદિવસ દ્વારકાધીશના ચરણોમાં ઉજવે છે. ત્રણ દિવસ સુધી તેઓ દ્વારકાધીશને ધ્વજા ચડાવે છે. જેમાં પરિવારજનો પણ જોડાય છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકૃતિ ધરાવતા મૌલેશભાઈ પટેલ ઈશ્વર પર અખૂટ શ્રધ્ધા અને આસ્થા ધરાવે છે. આ વિશે તેઓ જણાવે છે કે, ‘ઈષ્ટદેવની સાક્ષીએ જ દરેક કામ કરો. જેથી કાર્ય કર્યાનો અહમ નહીં રહે અને કામમાં પણ પ્રામાણીકતા જોવા મળશે.’ 14 ઓકટોબર 1963ના દિવસે જન્મેલા મૌલેશભાઈ પટેલ એટલે પ્રગતિનો પર્યાય. વિવિધ ક્ષેત્રોમાં તેમણે અનેક કીર્તિસ્થંભ સ્થાપ્યા છે. દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં તેમની ગણના થાય છે. તેમણે બાન લેબ્સને એક નવી ઉંચાઈ આપી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની પ્રતિભાના પરચમ લહેરાવ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, પરિવારજનો તથા શુભેચ્છકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- Advertisement -

મૌલેશભાઈની કામ કરવાની ધગશ અને ઈચ્છિત પરિણામ મેળવવાની ધીરજ ગજબનાક છે. જેનું જીવતું-જાગતું જાજરમાન દ્રષ્ટાંત ‘બાન લેબ’ છે. સેસા તેલનો ઉપયોગ તો બધા કરતા જ હશે. એ સેસા તેલ બાન લેબની બનાવટ છે. બાન લેબ અનેક આયુર્વેદિક હેર એન્ડ સ્કિનની સંખ્યાબંધ બ્યુટી પ્રોડક્ટ્સનાં ઉત્પાદન અને વેંચાણમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે આ ઉપરાંત કેન્સર, એઈડ્સ, સ્કિન ડીસિસ, ટીબી સહિત પાંચ પ્રોસેસ પેટર્ન કરાવી છે. બાન લેબમાં બનેલી પ્રોડક્ટ્સ દુનિયાના 50થી વધુ દેશોમાં વેચાય છે. આ પ્રોડક્ટ્સ કંપની ઈથિકલ આયુર્વેદ પ્રોડક્ટ્સ જેને ડોક્ટર પ્રીસ્કાઈબ કરી શકે છે. આમ 11 હજાર રૂપિયાની મૂડીથી બાન લેબની શરૂઆત કરનાર મૌલેશભાઈની બાન લેબની કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે હજારો કરોડમાં પહોંચી ગયું છે. વિશ્વનાં તમામ ઘરમાં પહોંચતી બાન લેબને ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઉટ સ્ટેન્ડીંગ એક્સપોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

પાટીદાર સમાજના અગ્રણી અને વિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશભાઈ સામાજીક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી 50 જેટલી વિવિધ સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે. તેઓ સમાજને જણાવે છે કે, ‘હું જે છું તે સમાજ થકી છું, એટલે જે કરું છું તે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની સૂક્ષ્મ અને વિનમ્ર કોશિશ માત્ર છે. સમાજની દરેક વ્યક્તિએ સમાજને બનતું યોગદાન આપવું જોઈએ. સમાજને જો ન આપી તો નગુણા કહેવાય.’ ખંત ખુમારી અને ખેલદિલી જેમનાં આગવા લક્ષણ છે એવા મૌલેશભાઈ યુવાધનને સૂચવે છે કે, ‘દરેક કામ કરતો માણસ બળદ છે. ત્રણ પ્રકારના બળદ હોય છે. ઘાંચીનો બળદ, કોશનો બળદ અને ગાડાનો બળદ. ઘાંચીનો બળદ આંખે પાટા બાંધીને ગોળ ગોળ ફરતો રહે છે. કોશનો બળદ સો ફૂટ આગળ જઈને નવ્વાણું ફૂટ પાછો આવતો હોય છે. જ્યારે ગાડાનાં બળદ માટે વિશાળ ધરતી અને મુક્ત ગગન હોય છે. એ બધે જ જઈ શકે છે, દુનિયા જોઈ શકે છે… એટલે આજના યુવાનોએ કેવા પ્રકારનાં બળદ બનવું તે આપમેળે વિચારી આગળ વધવું જોઈએ.’

જીવનમાં ઋજુતા, હકારાત્મક વલણ અને વર્તન તથા વાણીમાં મીઠાશ સાથે સદા ઉત્સાહીપણું દાખવતા મેડીકો-ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ મૌલેશભાઈ જોડે કોઈપણ વ્યક્તિની જ્યારે પહેલી મુલાકાત હોય છે ત્યારે તે ઘણા વર્ષોની મુલાકાત જેવી અંગત સંબંધની ભાવના આપે છે. બાન લેબનું સંચાલન, સતત કામની વ્યસ્તતાની વચ્ચે પણ મળવા આવતા મુલાકાતીઓને એક જ સરખા પ્રેમ, ભાવ અને લાગણીથી પ્રત્યુત્તર પાઠવતા અને મળતાવડા સ્વભાવનાં ધણી મૌલેશભાઈ કબીરજીનાં એક દુહાનું સતત રટણ કરે છે અને તેને જીવન મંત્ર તરીકે સ્વીકારે છે : ‘કબીરા, જબ હમ પૈદા હુએ જગ હસે હમ રોયે, ઐસી કરની કર ચલો, હમ હસે જગ રોયે!. બસ જગત મને એક માનવી તરીકે મૂલવે અને સહ્રદય માનવ તરીકે ઓળખે, એ જ મારી સફળતા છે.’ કોરોનાના કપરા સમયમાં જ્યારે અન્ય કંપનીઓએ આયુવેર્દિક દવામાં પૈસા કમાવાનું વલણ રાખ્યું ત્યારે મૌલેશભાઈ પટેલે કરોડો રૂપિયાના ગિલોય અને મહાસુદર્ષન ટેબલેટ, ગ્રીન ટી, માસ્ક, સેનેટાઈઝર ફ્રીમાં આપ્યા છે. આ સિવાય કોરોનાકાળ દરમિયાન કરોડો રૂપિયાની આર્થિક સહાય જરૂરિયાતમંદ વ્યક્તિઓને કરી છે.

- Advertisement -

મૌલેશભાઈ પટેલની સિદ્ધિઓ પર ઝલક નાખીએ તો તેઓ જગત મંદિર દ્વારકામાં ટ્રસ્ટી તરીકે નીમણુક પામ્યા છે. ઉમિયાધામ ટ્રસ્ટ સિદસરમાં ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે. તેમણે વિકસાવેલી સેસા બ્રાંડ સૌથી વધુ કિંમતે વહેચાઈ છે. સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરવા બદલ ભારત સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. સિદ્ધિ અને પ્રતિભાથી છલોછલ બાન લેબનાં મુખિયા મૌલેશભાઈ પાસેથી દરેક ક્ષેત્રનાં નાના-મોટા વ્યક્તિને કંઈકને કંઈક શીખવા-સમજવા મળી રહે છે. તેમનાં બે પુસ્તકો અણમોલ જિંદગી ભાગ-1 અને ભાગ-2માં જીવન જીવવા તેમજ સફળતાનાં રહસ્યો આપવામાં આવ્યા છે. જે દરેક વ્યક્તિએ અચૂક વાંચવા અને જીવનમાં ઉતારવા જોઈએ. મૌલેશભાઈ પટેલની એ મહાનતા છે કે તેઓ સંચાલન અને સફળતાનું જ્ઞાન આપતી હરતી-ફરતી યુનિવસિર્ટી હોવા છતાં ‘ડાઉન ટુ અર્થ એન્ડ ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડિંગ’ પર્સનાલિટી ધરાવે છે. મૌલેશભાઈ પટેલ એટલે મજાના અને મળવા જેવા માણસ. તેઓ અજાતશત્રુ છે. સૌરાષ્ટ્રના ભામાશા તરીકેની ઓળખ ધરાવે છે. સીધુ-સાદુ નિરાભીમાની વ્યકિતત્વ છે, જેમના હોઠ ઉપર સદાય જય દ્વારકાધીશનું નામ, મુખ ઉપર સદાય સ્મિત છે, જેમને મળવાથી એક નવી ઉર્જા મળે છે એવા ધરતીપુત્ર મૌલેશભાઈ રાજકોટ-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. ઉધોગઋષિ મૌલેશભાઈ માટે એવું જરૂર કહી શકાય – મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જીનકે સપનો મેં જાન હોતી હૈ. મૌલેશભાઈ પટેલને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માદક પદાર્થોની માહિતી આપનારને અપાશે ઇનામ!
Next Article અણીયારાના ફરાર આરોપીને હાજર થવા આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?