ચણાના નામથી ક્યો ગુજરાતી કે ક્યો ભારતીય અજાણ હશે! છોલે ભટુરે કે દેશી ચના મસાલા નું નામ પડતાં જ મો મા પાણી આવી જાય! સિંધીઓમાં દાલ પકવાન ખાસ્સી માનીતી ડીશ છે. ગુજરાતીઓમાં તો ચણા અને મગ સહુથી વધુ લોકપ્રિય કઠોળ છે. સ્વાદ અને ગુણોની દૃષ્ટિએ આ દેશી અને કાબુલી ચણા બન્ને એક બીજા સાથે સ્પર્ધા કરી શકે એમ છે. વનસ્પતિશાસ્ત્રમાં તેને સાઇસર એરિએટિનમ (ઈશભયિ ફશિયશિંક્ષીળ) નામ આપવામાં આવ્યું છે. અન્ય કઠોળની સરખામણીમાં તે અધિક માત્રામાં પ્રોટીન ધરાવે છે. તે એક અત્યંત પ્રાચીન કઠોળ છે. આશરે દસ હજાર વર્ષ પહેલાં દક્ષિણ પૂર્વ તુર્કિસ્તાનમાં તેની ખેતી થતી થતી હોવાના આધારભૂત પુરાવા ઘણા સમય પહેલાં જ મળી આવ્યા છે. અંગ્રેજીમાં તેને ઈઇંઈંઊંઙઊઅજ કહેવામાં આવે છે. આ અંગ્રેજી નામ લેટિન અને ફ્રેન્ચ ભાષાના બે અલગ અલગ શબ્દ પરથી ઉતરી આવ્યું છે અને વળી આ નામના અર્થ અને તેના અપભ્રંશ બાબતે પણ ઘણો લાંબો ઇતિહાસ છે પરંતુ આ શબ્દનો અધિકૃત રીતે પ્રથમ ઉલ્લેખ 1338ના ગ્રંથમાં જોવા મળે છે. ત્યાર બાદ 1549ના એક અંગ્રેજી શબ્દકોશમાં તેને સ્થાન મળ્યું હતું. વનસ્પતિઓના ફાબેસી પરિવારની એક સપુષ્પ દ્વિદલિય વનસ્પતિ છે. ભારતના લગભગ તમામ રાજ્યોમાં ગરીબ અમીર સહુ કોઈમાં તે એક સરખા પ્રિય છે પરંતુ ફર્ક માત્ર એટલો છે કે ગરીબો તેને ઝાઝા સાઝ શણગાર કર્યાં વીના જ આરોગે છે તો શ્રીમંતો તેમાંથી અનેક વાનગીઓ બનાવે છે.
જોકે ચણાને એવું કુદરતી વરદાન પ્રાપ્ત છે કે તે બિલકુલ તાજા હોય ત્યારે એમ જ લીલા ખાઈ જઈએ, કે પછી સુકાઈ ગયેલા ચણાને ફકત બાફીને ખાઈએ કે તેનું સાદું કે મસાલેદાર શાક બનાવીએ તો પણ સ્વાદમાં અનોખા વૈભવની આપણને ભેટ આપે છે. તેમાંથી ઉત્કૃષ્ઠ ફરસાણ અને એટલી જ સ્વાદિષ્ટ મીઠાઈઓ બને છે. ગુજરાતમાં પાનીપુરીમાં રોજ હજારો કિલો ચણા ખવાતા હશે. સમગ્ર ભારતમાં છોલે ભટુરે પણ એટલા જ લોકપ્રિય છે. પછાત કહેવાતા સમુદાયના લોકો દેશી ચણાનું જે શાક બનાવતા હોય છે તેનો સ્વાદ ફાઈવસ્ટાર હોટેલની ડીશથી પણ વધુ લિજ્જતદાર હોય છે. વિશ્વની કુલ પ્રોટીન જરૂરિયાતના 20% ચના દ્વારા પૂરી થાય છે. તેની હજારો જાતો એક સમયે ઉપલબ્ધ હતી પરંતુ આજે તે 21 રંગમાં પ્રાપ્ય છે. ગ્લોબલ વોર્મિંગ ના કારણે હાલ ચણાનું વૈશ્વિક ઉત્પાદન ઘટયું છે. એશિયા યુરોપના તમામ દેશોમાં તે ખવાય છે. માનવ વિકાસના ઈતિહાસના નીઓલીથેક કાળમાં માણસ માટીના વાસણો બનાવતો થયો તે પહેલાંના સમયમાં પણ ચણાની ખેતી થતી હતી તેવા પુરાવા તુર્કસ્તાનના ઝેરીકોમા પ્રદેશમાંથી મળી આવ્યા હતા. આ નીઓલીથેક કાળમાં માણસ માટીના વાસણો બનાવતો થયો ત્યાર પછીના ચણાના અવશેષો ર્તુર્કસ્તાનમાં હસીલગર પ્રદેશમાંથી મળી આવ્યા હતા.
- Advertisement -
યુરોપ અને મધ્યપૂર્વના દેશોમાં પણ ચણા એટલા જ લોકપ્રિય છે!
તે સિવાય નીઓલીથીક કાળના ઉત્તરાર્ધમાં લગભગ ઈ.સ પૂર્વે 3500ની આસપાસના ચણાના અવશેષો થેસલી, કસ્તાનસ, લેર્ના અને ડીમીનીમાં મળ્યા છે. દક્ષીણ ફ્રાંસમાં લા અબ્યુરેડરમાં એક પ્રાચીન ગુફાની જમીનમાં ઘણે ઊંડેથી જંગલી ચણાના ઈ.સ પૂર્વે 6790 ઔ 90 આસપાસના સમયના જંગલી ચણાના અવશેષો મળી આવ્યા હતા. તામ્રયુગમાં ઈટલી અને ગ્રીસના લોકોના ખોરાકમાં ચણાનો ઉપયોગ થતો હતો. પ્રાચીન ગ્રીકમાં તે એરેબીન્થોસના નામથી ઓળખાતા હતા. તે સમયના ત્યાંના લોકોનો એ મુખ્ય ખોરાક હતો. ચનામાંથી તેઓ કેટલીક મીઠાઈ પણ બનાવતા હતા અને કૂણાં લીલા ચણા એમ જ ખાતા હતા. રોમન પ્રજા ચણાની અનેક જાતનો ખોરાકમાં ઉપયોગ કરતી હતી. ચણાની વીનસ, રેમ અને પ્યુનિક જેવી જાતો ત્યાં ઘણી લોકપ્રિય હતી. તેઓ બાફીને તેમજ તેની દાળ કે સૂપ બનાવી ખાતા હતા. તે સમયે પણ ભુંજેલા ચણા તેઓ નાસ્તામાં ખાતા. રોમન રસોઈયા એપીશિયસએ ચણાની ઘણી વાનગીઓનું વર્ણન કર્યું છે. એક પ્રાચીન રોમન સૈન્ય કિલ્લામાં અશ્મિભૂત થયેલા ચણા અને ચોખાના અવશેષ મળ્યા હતા જે ઈ. સ. પૂર્વેની પહેલી શતાબ્દીના હોવાનું મનાય છે. અલ્જીરીયન રસોઈમાં પણ ચણાનો બહોળો ઉપયોગ થતો. ઈતિહાસમાં ચણાની કેટલીક અલજીરિયં વાનગીઓનો પણ ઉલ્લેખ છે.
તેમાં એક ખાસ વાનગી “માર્ગા”નું વિસ્તૃત વર્ણન છે. ઈ.સ 800માં ચાર્લીમેગ્ની દ્વારા લખાયેલ એક ગ્રંથ “કેપીટ્યુલેર ડી વીલ્સમાં ઈટાલીના દરેક રાજ્યમાં ચણાની ખેતી થતી હોવાનું કહેવાયું છે. આલબર્ટસ મેગ્નસએ લાલ, સફેદ અને કાળા એમ ત્રણ પ્રકારના ચણાનો ઉલ્લેખ કર્યો છે. નીકોલસ કલ્પેપરના મતે ચણા એ વટાણા કરતાં વધુ સમૃદ્ધ છે અને તે ઓછા વાયુકારક છે. પ્રાચીન કાળના લોકો ચણાને વિનસ (શુક્ર) સાથે જોડતા, તેમના મતે ચણા વીર્ય, દૂધ, માસિક સ્ત્રાવ અને મૂત્ર ઉત્તેજક અને પથરીના ઈલાજમાં મદદ કરનાર હતાં. ખાસ કરીને તેઓએ સફેદ ચણા”ને વધુ ફાયદાકારક ગણાતા હતાં. 1793માં જર્મન લેખકે ભુંજેલા ચણાને યુરોપમાં કોફીના પુરક તરીકે નોંધ્યાં હતાં.
- Advertisement -
આવા વપરાશ માટે પહેલા વિશ્વ યુદ્ધ દરમ્યાન જર્મનીમાં તે રોપાયા હતાં. ઘણી વખત કોફીને બદલે ચણા આથ્વામાં આવતા હતા આયુર્વેદમાં ચણાને બળપ્રદ કહેવામાં આવ્યા છે. ઘોડાને કદાચ આ જ કારણે ચણાની ચંદી ખવડાવવામાં આવે છે. 25 વર્ષની ઉંમર સુધી રોજ 50 ગ્રામ ચણા ખાવામાં આવે તો શરીરનો બાંધો એકદમ મજબૂત બને છે. દરરોજ ચણા ખાવાનું સેવન કરવાથી શરીરની ઑટો રિપેર સિસ્ટમ સતેજ બને છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, રેશા, કેલ્શિયમ, આયરન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. ચણા ખૂબ જ પૌષ્ટિક છે. તે મીઠા, વાતકર, રોચક, સૂકા, હલકા, ઠંડા, ગડગડાટ કરનાર, રંગ સુધારનાર અને બળવર્ધક છે. ચણાનું સેવન કમળો, માથાનો દુ:ખાવો, રક્તપિત્ત, કફરોગ, પિત્તરોગ વગેરેમાં અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે કારણ કે તે સસ્તા હોય છે પરંતુ આ સસ્તી વસ્તુમાં મોટી મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા રહેલી છે. ચણાના સેવનથી સુંદરતા વધે છે સાથે જ મગજ પણ તેજ બને છે. મેદસ્વીતા ઘટાડવા માટે રોજ નાસ્તામાં ચણા લો. અંકુરિત ચણા 3 વર્ષ સુધી ખાતા રહેવાથી કુષ્ટ રોગમાં લાભ મળે છે. ચણા પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. ચણા ના એક કપમાં લગભગ 15 ગ્રામ પ્રોટીન હોય છે.
શરીરના લગભગ તમામ કાર્યો માટે આ પ્રોટીન મહત્વપૂર્ણ છે. તે મહત્વપૂર્ણ અવયવો, સ્નાયુઓ અને પેશીઓના આરોગ્યને સુધારીને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરે છે. ચણામાં ઘણા મહત્વપૂર્ણ ખનીજ જોવા મળે છે, જેમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર અને જસતનો સમાવેશ થાય છે. આનો અર્થ એ કે ચણા હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા ચણા ખાવાના ચમત્કારિક ફાયદા છે. ફેફસાંની શક્તિ આમાંની એક છે. જો ફેફસાંને મજબૂત કરવા માંગતા હો, તો નિયમિતપણે થોડા થોડા ફણગાવેલા ચણા ખાવા જોઈએ. લોહીમાં કોલેસ્ટરોલનો બિનજરૂરી વધારો ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી લોહીમાં કોલેસ્ટરોલના બિનજરૂરી વધારાને રોકવા માટે ચણા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે નિયમિતપણે ચણાનું સેવન કરવું જોઈએ. જેઓ ઓછા વજન અથવા પાતળા શરીરની ચિંતા કરે છે, કાબૂલી ચણા તેમની સમસ્યાઓ દૂર કરી શકે છે. આ માટે તમારે ચણાને ફણગવવા અને તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. આ ચોક્કસપણે વજન વધારે છે.
હૃદયને મજબૂત કરવા અને તેને ઘણી સમસ્યાઓથી બચાવવા માટે ચણાનો ઉપયોગ પણ કરી શકો છો. હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવા નિયમિત થોડા ચણાનું સેવન કરો. અઠવાડિયામાં એકવાર ચણા ખાવાથી, નબળાઈ, ગેસ, ડાયાબિટીસ અને હૃદય રોગથી બચી શકો છો. ચણાના ઘણા ફાયદાઓમાં એક એ છે કે તેનો ઉપયોગ ત્વચાના રોગોને મટાડવા માટે પણ થાય છે. તેનું સેવન ત્વચાના ઘણા રોગોને દૂર કરવામાં કામ કરે છે. ચણાના લોટની પેસ્ટ શરીર પર લગાવીને સ્નાન કરવાથી ખંજવાળ અને રોગ નષ્ટ થાય છે અને ત્વચા ચમકશે. અઠવાડિયામાં બે વાર પલાળેલા કાબુલી ચણા ખાવાથી ત્વચા પર પણ નિખાર આવે છે. જો માણસ ચણાનું નિયમ પૂર્વક સેવન કરે તો ઘોડાની જેમ શક્તિશાળી, સ્ફૂર્તિલો, સુંદર અને પરિશ્રમી બની રહે છે. માનવ શરીરના આરોગ્ય માટે પાચન મહત્વપૂર્ણ છે. તેથી તે પણ મહત્વપૂર્ણ છે કે તમારી જઠરાંત્રિય સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં. ચણામાં જોવા મળતો ઉચ્ચ સ્તરનું ફાઇબર તમારા આંતરડાને કાર્યરત રાખે છે.
આ સિવાય તે સોજો, ખેંચાણ અને કબજિયાત પણ સમાપ્ત કરે છે. ચણામાં લગભગ 28 ટકા ફોસ્ફરસ છે. તે શરીરમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે, તે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારીને કિડનીમાં રહેલા ઝેરને સાફ કરે છે. તેથી કિડની ની સુરક્ષા માટે આનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ સિવાય તેમાં મીઠું ઉમેરીને ખાવાથી દાંત મજબૂત બને છે. તેમાં મૂત્રવર્ધક પદાર્થ ગુણધર્મો છે. આ પેશાબની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ચહેરાને સાફ કરવા માટે ચણા નો ઉપયોગ કરી શકો છો. ખાલી હળદર સાથે ચણા પેસ્ટ મિક્સ કરો અને તેને સવારે તમારા ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ઉપાય ચહેરાને ચળકતા રાખવામાં મદદ કરે છે. ચણામાં બીટા કેરોટિન પ્રમાણ હોય છે, જે આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદગાર છે. ચણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેના ઉપયોગથી વાળ ખરવાથી બચી શકાય છે અને તેમાં હાજર મેંગેનીઝ વાળને મજબૂત બનાવે છે.
ચણાના સેવનના કેટલાક પ્રચલિત પ્રયોગ
-રાત્રે 50 ગ્રામ ચણા કે ચણાની દાળ પલાળી સવારે નરણા કોઠે ખુબ ચાવીને ખાવા. માત્ર એક મહીનાના પ્રયોગથી જ શરીર શક્તિવાન બનશે અને ખુબ લાભ થશે. આ પ્રયોગ દરમિયાન બહુ ખાવું નહીં. વારંવાર કે આચરકુચર ખાવું નહીં. નહીંતર ચણા પચશે નહીં અને ગેસ કરશે.
– કમળાના રોગમાં શેકેલા, બાફેલા કે પલાળેલા ચણા ખુબ ચાવીને ખાવાથી તે દવાનું કામ કરે છે.
– ચીનાઈ માટીના વાસણમાં રાતે ચણા પલાળી દો. આ ચણા સવારે ચાવી-ચાવીને ખાઓ. તેના લગાતાર સેવનથી વીર્યમાં વધારો થાય છે, સાથે જ પુરુષોની નપુંસકતા દૂર થઈ જાય છે.
– 50 ગ્રામ ચણા પાણીમાં ઉકાળીને મસળી લો. આ પાણી ગરમ-ગરમ પીવો. લગભગ એક મહિના સુધી પીવાથી જળોદર રોગ દૂર થઈ જાય છે.
– કફવાળી ઉધરસમાં રાત્રે શેકેલા ચણા ખાઈ પાણી પીધા વગર સુઈ જવાથી લાભ થાય છે.
– માથું દુ:ખતું હોય તો શેકેલા ચણા ખાઈ ઉપર પાણી ન પીવું. તરત આરામ મળશે.
– રાત્રે પલાળેલા કે ફણગાવેલા ચણા કે ચણાની દાળ માત્ર દૂધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, નબળાઈ દુર થાય છે.
– રાત્રે ડાલિયા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ દુર થાય છે.
– ચણા ખાઈ ગરમ પાણી પીવાથી અવાજ ઉઘડે છે. આ સિવાય ગોળ-ચણા ખાવાથી અવાજ ઉઘડે છે.
– ગરમાગરમ ચણા ખાવાથી દુઝતા હરસનો રક્તસ્રાવ મટે છે.
– ચણાને રાત્રે સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમી, પેટનાં દર્દ તથા ઉદરશુળ મટે છે.
– ચણાના લોટથી ચોળીને નાહવાથી પરસેવાની ગંધ તથા ખુજલી મટે છે.
-ચણાનો લોટ પાણીમાં પીસી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે.
– ગર્ભવતી મહિલાને ઊલટીની સમસ્યા રહેતી હોય તો શેકેલા ચણાનું સત્તૂ પિવડાવો. ચણા પાચન શક્તિને સંતુલિત અને મગજની શક્તિ વધારે છે. ચણા ખાવાથી ખૂન સાફ થઈ જાય છે જેનાથી ત્વચા નિખરે છે.
-પલાળેલા ચણા ખાવાથી વીર્યનું પાતળાપણું દૂર થાય છે.
– ચણાને પાણીમાં પલાળી દો. ત્યારબાદ ચણા કાઢીને પાણીને પી જાઓ. મધ મેળવીને પાવીથી નપુંસકતા અને નબળાઈની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
– 10 ગ્રામ ચણાની ભીંજવેલી દાળ અને 10 ગ્રામ ખાંડ બંને મેળવીને 40 દિવસ સુધી ખાવાથી પુરુષોની નબળાઈ દૂર થઈ જાય છે.
-મેદસ્વીતા ઘટાડવા માટે રોજ નાસ્તામાં ચણા લો. અંકુરિત ચણા 3 વર્ષ સુધી ખાવાથી કુષ્ટ રોગમાં લાભ થાય છે.
– રોજ ચણા ખાવથી લોહી સાફ થઈ જાય છે. તેનાથી ત્વચા નિખરે છે અને ચહેરો ચમકે છે.
ચણાના લોટમાંથી બનતો મોહનથાળ થોડા દિવસ ખાવાથી વાત રોગથી થતી બીમારી અને અસ્થમામાં રાહત મળે છે.
– ચણાના લોટની મીઠા વગરની રોટલીને 40-60 દિવસ સુધી ખાવાથી ત્વચા સંબંધિત બીમારીઓ જેમ કે દાદર,ખાજ, ખુજવી વગેરે નથી થતી.
– દાળિયા રાત્રે સૂતી વખતે ચાવીને ખાઓ. ત્યારબાદ ગરમ પાણી પીવો. તેનાથી શ્વાસ નળીના અનેક રોગો દૂર થઈ જાય છે.
– ગોળ અને ચણા ખાવાથી પણ મૂત્ર સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. રોજ દાળિયા ખાવાથી બવાસીરની સમસ્યા દૂર થઈ જાય છે.
– 25 ગ્રામ કાળા ચણા રાતે ભીંજવી રાખીને સવારે ખાલી પેટે ખાવાથી ડાયાબિટીસ દૂર થઈ જાય છે. સરખી માત્રામાં જળ અને ચણાનો લોટો મેળવીને રોટલી ખાવાથી પણ લાભ થાય છે.
– રાતે ચણાની દાળ પલાળી દો. સવારે પીસીને ખાંડ અને પાણી મેળવીને પીવો. તેનાથી માનસિક તણાવ અને હતાશાની સ્થિતિમાં રાહત મળે છે.
– હેડકીની સમસ્યા વધુ પરેશાન કરી રહી હોય તો ચણાના છોડને સૂકવીને ધુમ્રપાન કરવાથી ઠંડીને લીધે આવતી હિચકી તથા આમાશયની બીમારીઓમાં લાભ થાય છે.
– પીળીયામાં ચણાની દાળને 100 ગ્મની માત્રામાં બે ગ્લાસમાં ભિંજવીને ત્યારબાદ દાળ પાણીમાંથી કાઢીને 100 ગ્રામ ગોળ મેળવીને 4-5 દિવસ સુધી ખાવાથી આરામ મળશે.
– દેશી કાળા ચણા 25-30 ગ્રામ લઈને તેમાં 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણ મેળવી લો ચણાને કેટલાક કલાક ભિંજવી રાખો. ત્યારબાદ ચણાને કોઈ કપડામાં બાંધીને અંકુરિત કરી દો. સવારે નાશ્તાના રૂપમાં તેને ચાવી-ચાવીને ખાઓ.
– તાવમાં વધુ પસીનો આવી રહ્યો હોય તો ચણા પીસીને તેને અજમાના તેલમાં મેળવો. તેના મિશ્રણમાં થોડું વચ પાવડર મેળવીને માલિશ કરવાથી આરામ મળે છે.
– ગરમ ચણા રૂમાલ કે કોઈ સાફ કપડાંમાં બાંધીને સૂંઘવાથી શરદી મટી જાય છે.
– વારંવાર પેશાબ આવવાની બીમારીમાં શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ.
મેંગેનીઝની ઉણપથી વાળની વૃદ્ધિ ધીમી થઈ શકે છે. ચણામાં મળતા વિટામિન એ અને ઝીંક ડેંડ્રફ નો નાશ કરે છે. તેમાં ફોલેટ જોવા મળે છે, અને તેમાં ફાયબર, પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન આ બધા પોષક તત્વો વધુ જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન ફોલેટ એ સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો છે. તે માતા અને ગર્ભના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે ન્યુરલ ટ્યુબ ખામી અને ઓછા વજનના જોખમને ઘટાડે છે. ઘણા લોકોના શરીરમાં લોહીનો અભાવ હોય છે. જો તેને દૂર કરવા માંગતા હો, તો તમારે ચણા નુ સેવન કરવું જોઈએ તેના નિયમિત સેવનથી શરીરમાં લોહી વધવાનું શરૂ થાય છે.
ચનામાંથ બનતા દાળિયા ખાવાથી સ્વાસ્થને જબરદસ્ત ફાયદો થાય છે. બજારમાં ફોતરા વાળા અને ફોતરાં વગરના એમ બે જાતના દાળિયા ઉપલબ્ધ હોય છે. ફોત્રા વાળા દાળિયા ચાવીને ખાવાથી ઘણાં ફાયદા થાય છે. દાળિયાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, નમી, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મળે છે. ભોજન પહેલા થોડા દાળિયા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક કક્ષમતામાં વધારો થાય છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. સાથે જ બદલાતી સીઝનમાં થતી શારીરિક મુશ્કેલીઓમાંથી પણ છુટકારો મળે છે. વજન ઘટાડવા માટે દાળિયા ખૂબ ફાયદા કારક છે. રોજ થોડા દાળિયા ખાવાથી મોટાપાની સમસ્યાથી રાહત મળે છે. દાલિયાનું સેવન શરીરમાંથી વધારાની ચરબી ઓગાળમાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યા હોય તેમને દરરોજના થોડા દાળિયા ખાવવાથી ઘણી રાહત મળે છે. કબજિયાત શરીરમા ઘણી બીમારીઓનુ કારણ છે. કબજિયાતની સમસ્યા હોય તો રોજ દાળિયા ના સેવનથી આ સમસ્યા દૂર થઇ શકે છે.
ચણા પાચન શક્તિને સતેજ કરે છે અને યાદ શક્તિ વધારે છે. ચણામાં ફોસ્ફોરસ હોય છે જે હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને કિડની માંથી એક્સ્ટ્રા સોલ્ટ નીકળી લે છે. દાળિયા ખાવાથી ડાયાબીટીસમાં પણ લાભ થાય છે. ચણા ગ્લુકોઝની માત્ર શોષી લે છે, જેનાથી ડાયાબીટીસ નિયત્રણમાં રહે છે. દાલિયાના સેવન કરવાથી પેશાબથી સંબંધિત બીમારીઓથી છૂટકારો મળી શકે છે. જેમને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા હોય તેમણે દરરોજ ગોળની સાથે ચણાનું સેવન કરવું જોઇએ. તેનાથી થોડા જ દિવસોમાં તમને આરામ મળવા લાગશે. પેશાબ સંબંધી રોગથી છુટકારો મળશે. મધ સાથે દાળિયા ખાવાથી નપુંસકતા દૂર થઇ જાય છે. અને પુરૂષત્વમાં વૃદ્ધિ થયા છે. દાળિયા ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે. આનાથી કુષ્ઠ રોમમાં પણ રાહત મળે છે. ગોળ અને ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. જેના સેવનથી માંસપેશીઓ મજબૂત હોય છે. આ બન્ને વસ્તુઓમાં જિંક હોય છે. જેના કારણે ચેહરાની ચમક વધવામાં મદદ કરે છે. ગોળ અને ચણાને એક સાથે સેવન ચેહરાની સુંદરતા વધારે છે. દાળિયા અને ગોળને મિક્સ કરી ખાવાથી શરીર ગર્મ રહે છે. તેમાં પોટેશિયમ હોય છે જેના કારણે આ હાર્ટ અટેક જેવા દિલના રોગથી બચવામાં મદદ કરે છે. શેકેલા ચણા ઉત્તમ કફનાશક છે. રાત્રે સૂતી વખતે એક-બે મુઠ્ઠી દાળિયા ખાઈ ઉપર એક કપ ગરમ સૂંઠ વાળું પાણી પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.
રાત્રે થોડા દાળિયા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અથવા ગોળ સાથે ચણા ખાવાથી બેસી ગયેલો સ્વર ઊઘડે છે. દાળિયા માં કેલ્શિયમ અને વિટામિન જ નહીં પરંતુ ફોસ્ફરસ, પ્રોટીન અને આર્યન માટેનો પણ સારો સ્ત્રોત છે. એટલે કે ચણા ખાવાથી શરીરની કેટલીક બિમારીઓને સરળતાથી દૂર કરી શકાય છે. દાળિયા કિડની માટે પણ લાભકારક છે. દાળિયા અને ગોળમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, જેથી હાડકા માટે પણ લાભદાયી છે. જ્યારે ચણા અને ગોળ સાથે ખાવામાં આવે તો તે શરીરને પોષક તત્વો મળે છે. એટલે ચણા અને ગોળ માત્ર એનીમિયા માટે નહી પરંતુ ઘણી બિમારીઓ માટે ફાયદારૂપ છે.ગોળમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે અને ચણામાં કેલ્શિયમ આયર્ન અને શરીરને જરૂરી એવા વિટામિન ભરપૂર માત્રામાં છે.
હંમેશા ચણાને એના ફોતરા સહિત ખાવા જોઈએ.ફોતરા સાથે ખાવાથી એના બધા જ ગુણ ધર્મ આપણને મળે છે. શિયાળાની સિઝનમાં ગોળ અને ચણાને સાથે ખાવાથી શરીર આખું વર્ષ નીરોગી અને સ્વસ્થ બની રહે છે. ગોળ અને ચણા બંને સ્વાસ્થ્ય માટે ઘણાં જ લાભદાયી છે. ગોળ અને ચણા સાથે ખાવાથી ઘણા ફાયદા મળે છે. ચણામાં પ્રોટીન તો બીજી બાજુ ગોળ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. જેનાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. સવારે ખાલી પેટ ગોળ અને ચણા સાથે ખાવાથી વધારે ફાયદો થાય છે સાથે વજન ઘટાડવા માટે સોનાની સાંજના નાસ્તામાં પણ લઇ શકો છો.
ગોળ અને ચણા એક સાથે ખાવાથી થતા અદભુત ફાયદાઓ:
લોહીમાં આયર ની ખામી ઘણી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓને એમના આહારમાં આયર્ન ભરપૂર વસ્તુઓ લેવાની સલાહ આપવામાં આવે છે. જેમાં ચણા અને ગોળ બેસ્ટ ઓપ્શન છે. સાથે સાથે ગોળ અને ચણા ખાવાથી શરીરમાં ક્યારેય પણ લોહીની ઉણપ નથી થતી. ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જે આપણી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે વર્કઆઉટ કરતા હોય તો તમારે ચણા અને ગોળનું સેવન જરૂરથી કરવું જોઈએ. કારણ કે ગોળ અને ચણા સાથે ખાવાથી માંસપેશીઓ મજબૂત બનવાની સાથે સાથે શરીરને તાકાત પણ મળે છે. શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થવાના કારણે તને એસિડિટીની સમસ્યા ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં ગોળ અને ચણા ખાવા વધારે ગુણકારી છે. એમાં ફાઇબર હોય છે જે પાચન શક્તિને સારી રાખે છે. ગોળ અને ચણા ખાવાથી દિમાગ તેજ બને છે. આમાં વિટામિન બી હોય છે જે યાદ શક્તિને વધારે છે એટલે જ નાના બાળકો જો ગોળ અને ચણા ખાય તો એમની યાદશક્તિ ખૂબ જ સારી રહે છે.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો રોજ ગોળ અને ચણા નું સેવન જરૂર કરો આનાથી મેટાબોલિઝમ વધે છે. જેના કારણે વજન ઝડપથી ઓછું થાય છે. બપોરે જમવાના પહેલા થોડા ચણા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. જેના કારણે તમે બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શન થી બચી શકો છો. ગોળ અને ચણા થી આપણા શરીરમાં બ્લુડ સુગર મા કંટ્રોલમાં રહે છે. સાથે સાથે ગોળ નેચરલ શુગર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી કરતી. આ જ કારણ છે કે ગોળ અને ચણા ડાયાબિટીસ પેશન્ટ માટે ફાયદાકારક છે. ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં ઝિંક હોય છે. નિયમિત આનું સેવન કરવાથી ત્વચામાં સુંદરતા આપે છે અને ચામડીને તડકા થી થતા નુકસાન સામે રક્ષણ મળે છે. વધારે માત્રામાં ગોળ અને ચણા ખાવાથી તમારા ભોજન પર આની અસર થઈ શકે છે અને તમને ભૂખ ન લાગવાની સમસ્યા થઈ શકે છે એટલે ગોળ અને ચણા નું સેવન ધ્યાન પૂર્વક કરવું જોઇએ, અને વધારે માત્રામાં લેવું ન જોઈએ. ગોળ ચણા વધારે લેવાથી શરીરમાં પ્રોટીનની માત્રા માં વધારો થાય છે. એના લીધે શરીરમાં યુરિક એસિડ વધે છે. જે શરીર માટે હાનિકારક છે. કહેવામાં આવે છે કે કોઈપણ વસ્તુ વધારે માત્રામાં ઝેર સમાન છે એનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ
જો તમે વર્કઆઉટ કરતા હો તો તમારે ચણા અને ગોળનું સેવન જરૂરી કારણ કે ગોળ- ચણા સાથે ખાવાથી માંસપેશીઓ મજબૂત બનતો શરીરને તાકાત પણ મળે છે
ચણાને કુદરતી વરદાન પ્રાપ્ત છે
બિલકુલ તાજા હોય ત્યારે એમ જ લીલા ખાઈ જઈએ, કે પછી સુકાઈ ગયેલા ચણાને ફકત બાફીને ખાઈએ કે તેનું સાદું કે મસાલેદાર શાક બનાવીએ તો પણ સ્વાદમાં અને પૌષ્ટિકતામાં કોઈ ફેર નથી પડતો