By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 hours ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 hours ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    1 day ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    3 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    42 minutes ago
    સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
    51 minutes ago
    તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
    52 minutes ago
    તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું
    3 hours ago
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 hours ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    1 day ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    1 day ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    2 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંગલેશ્ર્વર ડિમોલિશનને 75 દિવસ થયા પરંતુ હજુ સુધી રોડ ન બન્યો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જંગલેશ્ર્વર ડિમોલિશનને 75 દિવસ થયા પરંતુ હજુ સુધી રોડ ન બન્યો!
રાજકોટ

જંગલેશ્ર્વર ડિમોલિશનને 75 દિવસ થયા પરંતુ હજુ સુધી રોડ ન બન્યો!

Khaskhabar Editor
Last updated: 2026/05/08 at 4:03 PM
Khaskhabar Editor 37 minutes ago
Share
3 Min Read
SHARE

વાયદા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર

મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી 10 દિવસમાં રોડ બનાવવાની ખાતરી આપી હતી 

- Advertisement -

23 ફેબ્રુઆરીએ અંદાજે 1500 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતુ: રોડ બનાવવાની વાત તો દૂર રહી, તંત્ર કાટમાળ હટાવવામાં પણ નિષ્ફળ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલું ઐતિહાસિક ડિમોલિશન અત્યારે તંત્રની ઉદાસીનતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક મહિના પહેલા 23 ફેબ્રુઆરીના રોજ અભૂતપૂર્વ આયોજન સાથે આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત વર્ષો જૂના 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ તે સમયે એવો દાવો કર્યો હતો કે, 10 જ દિવસમાં જ આ વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવામાં આવશે અને નદીના પટમાં વિકાસકાર્યો હાથ ધરીને વિસ્તારનો કાયાકલ્પ કરવામાં આવશે. જોકે, આ ઘટનાને આજે 75 દિવસ એટલે કે અઢી મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં, સ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે. 10 દિવસમાં રોડ બનાવી દેવાશે તેવો દાવો મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કર્યો હતો પરંતુ હજુ સુધી બન્યો નથી.
સૌથી ગંભીર બાબત આગામી ચોમાસું છે. આજી નદીના પટમાં પડેલો કાટમાળ અને પથ્થરો નદીના કુદરતી પ્રવાહને અવરોધી શકે છે. જો જૂન મહિના પહેલા આ કાટમાળ યુદ્ધના ધોરણે હટાવવામાં નહીં આવે, તો જંગલેશ્વર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. જે પૂરના ભયને ટાંકતા કમિશનરે દબાણો દૂર કરાવ્યા હતા, તે જ જોખમ અત્યારે કાટમાળને કારણે વધી ગયું છે.
વોર્ડ નં. 16ની પ્રજાએ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ જે જનાદેશ આપ્યો છે, તેની પાછળ ડિમોલિશન બાદની તંત્રની ઘોર બેદરકારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. લોકોમાં ભારે રોષ છે કે તંત્રએ રહેણાંક મકાનો તોડી તો પાડ્યા, પરંતુ ત્યારબાદ પાયાની સુવિધાઓ આપવામાં ઉદાસીનતા દાખવી છે. આચારસંહિતા લાગુ થાય તે પહેલા પૂરતો સમય હોવા છતાં, 15 મીટરના રોડનું ડિમાર્કેશન કે લેવલિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો આજે ધૂળ અને પથ્થરો વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.
સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે કાટમાળ હટાવવાની પ્રક્રિયા બે ભાગમાં વહેંચાઈ છે. રોડના વિસ્તારમાં કોર્પોરેશનની મશીનરીથી કામ શરૂ કરાયું છે, જ્યારે નદીના પટમાં રહેલા મલબાના નિકાલ માટે પ્રાઈવેટ એજન્સીને ટેન્ડરથી કામ સોંપવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે દાવો કર્યો છે કે મે મહિનાથી જૂન મધ્ય સુધીમાં મોન્સૂન પ્લાનિંગ હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં. 16માં ભાજપની આખી પેનલનો પરાજય અને કોંગ્રેસનો વિજય એ તંત્ર અને શાસકો માટે લાલબત્તી સમાન છે. મતદારોનું માનવું છે કે માત્ર ઘર તોડવાથી વ્યવસ્થા સુધરતી નથી, તોડ્યા પછી નવી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ તંત્રની જ હોય છે. 15 મીટરના રોડની આશાએ બેઠેલા લોકો હવે છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. અધિકારીઓની ઉદાસીનતાને કારણે શાસક પક્ષે રાજકીય કિંમત ચૂકવવી પડી છે. આગામી દિવસોમાં આ મામલે નક્કર કામગીરી નહીં થાય, તો પરિસ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.

- Advertisement -

You Might Also Like

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

35,00,000 વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત આશ્રયસ્થાન

રાજકોટમાં કુદરતી છાંયડાને બદલે ગ્રીન નેટના થિગડાં !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 35,00,000 વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત આશ્રયસ્થાન
Next Article ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારે ધમાલ મચાવી !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી
પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી
બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે
23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે
ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારે ધમાલ મચાવી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાજકોટ

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?