By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    8 hours ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    8 hours ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    8 hours ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 day ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    7 hours ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    7 hours ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    8 hours ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    9 hours ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જરૂરી છે માણસનું માણસ થવું !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જરૂરી છે માણસનું માણસ થવું !
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor
Last updated: 2025/11/15 at 5:15 PM
Khaskhabar Editor 10 months ago
Share
8 Min Read
SHARE

રેખા પટેલ – ડેલાવર (USA)

વિતી ચુકેલો સમય પાછો મળતો નથી, આજે જે પળ છે, એ જ સાચી છે. કાલે શું થશે એની કોઈને આગોતરી જાણ નથી, આજે નથી મળ્યું તે કાલે મળશે કે નહિ કે પછી જે છે તે હાથમાં રહેશે કે નહિ તેની કોઈ ખાતરી નથી છતાં સહુ જીવનને દુ:ખ, ગુસ્સો કે અફસોસમાં વેડફીએ છીએ

- Advertisement -

જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. ભલેને ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ આમાં તેના હથિયાર હેઠા પડવાના હકીકત છે. વ્યક્તિના ગયા પછી તેની કડવી કે મીઠી યાદો સિવાય અંતમાં કશુજ બાકી નથી રહેતું. તો પછી કોઈને નડ્યા વિના, દુ:ખ આપ્યા વિના, માણસ બનીને જીવી લેવું જોઈએ. માણસ બનવું એટલે જન્મ લેવો જે શારીરિક સ્થિતિ છે, પરંતુ માણસ થવું એ આંતરિક ગુણોનો ઉછેર છે.

સાવ સીધી લાગતી વાતમાં ખુબ ઊંડાણ છે. માણસ એટલે સંવેદનાઓથી સર્જાએલ વ્યક્તિત્વ. જે બીજા લોકોના સુખ દુ:ખ, લાગણીઓને સંવેદનાઓને સમજી શકે તેને યોગ્ય ન્યાય આપી શકે એ માણસ. વિતી ચુકેલો સમય પાછો મળતો નથી. આજે જે પળ છે, એ જ સાચી છે. કાલે શું થશે એની કોઈને આગોતરી જાણ નથી. આજે નથી મળ્યું તે કાલે મળશે કે નહિ કે પછી જે છે તે હાથમાં રહેશે કે નહિ તેની કોઈ ખાતરી નથી છતાં સહુ જીવનને દુ:ખ, ગુસ્સો કે અફસોસમાં વેડફીએ છીએ. જીવન હવે અલગ રીતે જોવાનું મન થાય છે. કોઈને નડ્યા વિના જીવવું, કોઈને દુ:ખ ન પહોંચાડવું, અને દરેકને કંઈક મીઠું, કંઇક સ્મરણિય આપી જવું. એજ સાચું જીવન અને એજ જીવવું છે.
ક્યારેક જીવન આપણને એવી ચોટ આપે છે કે શબ્દો અટકી જાય છે અને મૌન બોલે છે. નજીકની મિત્ર, માત્ર પચાસ વર્ષની ઉંમરે કેન્સર સામેની લડાઈ હારી ગઈ. તે ક્ષણે મનમાં

અનેક વિચારો ઉઠ્યા –
આ જીવન કેટલું નાજુક છે. એકવાર નંદવાઈ જાય તો ના જોડાય કે ફરી દેખાય. સુખ દુ:ખ, સાચવ્યું સંગ્રહેલું બધુજ એવુંને એવુજ રહી જાય છે. એક સ્વીચ દબાવી અને ખેલ ખલાસ. અંતિમ યાત્રામાં એકઠાં થયેલા શોક વ્યક્ત કરતા બધાજ થોડા સમયમાં પોતપોતાના રૂટીનમાં પાછાં વળી જાય છે. આ બધું સહુ કોઈ સમજે છે છતાં કોઈ પણ આનાથી બચી શકે તેમ નથી.
જીવન લાબું કે ટૂંકું હોય એ કરતા કેમ જીવ્યા એ મહત્વનું છે. એ સમય જીવવા મળ્યો તેનો કેવું ઉપયોગ થતો એ મહત્વનું છે. આમ પણ બહુ ઓછો સમય મળે છે જીવનને સમજવા માટે અને સમજ્યા પછી સાચા અર્થમાં જીવવા માટે.
જીવન કેટલું નાજુક છે –
ક્યારે ખરી પડે, ક્યારે શાંત થઈ જાય, એની કોઈને ખબર નથી.
આપણે બધા એ માન્યતામાં જીવીએ છીએ કે કાલે સમય મળશે,
પણ નિરાંતની કાલ આવે જ નહીં તો? કેટલું અધૂરું બાકી રહી જશે.
દરેક પળ અમૂલ્ય છે, દરેકનું મળવું એક આશીર્વાદ છે.
ક્યારેક પ્રેમ કે આભાર વ્યક્ત કરવામાં, માફી માંગવામાં મોડું કરી દઈએ છીએ.
એવો સમય મળે જ નહી તો? રાહ જોવામાં કેટલું મધુરું બાકી રહી જશે.
જાણ્યા અજાણ્યા તરફથી પ્રેમ લાગણી મળી રહ્યા છે, એજ જીવનનું સાચું ધન છે.
એમને સમજવા, સાથે જીવવામાં અને પ્રેમ વ્યક્ત કરવામાં સાચું સુખ રહેલું છે.
લાગણી હોય તો જણાવી દેવી, તક ચૂકી જવાથી સુખ ખરું બાકી રહી જશે.
વ્યક્તિની હયાતીમાં મારું તારું કરવામાં કે ઈર્ષામાં તેની સામે સાચા વખાણ કે મીઠી વાતો થતી નથી. પરંતુ તેના ગયા પછી ગુમાવ્યાનું દુ:ખ કે વખાણ કોઈ કામના નથી. પ્રેમ કે માન હોત તો હું પદ છોડી બસ કહી દેવું જોઈએ. મુક એવા પશુ, પક્ષીઓ પણ આંખો અને વર્તન દ્વારા આભાર વ્યક્ત કરે છે. ત્યારે આપણે તો બધી રીતે સક્ષમ છીએ. માણસનું માણસ બનવું અહીજ વર્તાય છે.

- Advertisement -

પ્રેમ, આભાર, માફી માંગવામાં મોડું ન કરો; તક ચૂકી જવાથી સુખ અધૂરું રહેશે

હયાતીમાં વખાણ ન કરવા અને ગયા પછી પસ્તાવો: ‘મારું -તારું’ છોડો…

કમનશીબી કે માણસો ઘટતાં જાય છે. આજુબાજુ નજર નાખતા મૃતપ્રાય માણસોના ઠેરઠેર ઢેર પડેલા જોવા મળે છે. અડધી પડતી મૃતપ્રાય અવસ્થા ઘરાવતી માણસ જાતે ફરી નવજીવન પામવા માટે હૃદયમાં બીજાઓ માટે સહાનુભુતિને જન્મ આપવો પડે, લાગણીઓ અને પ્રેમ દ્વારા તેનું પોષણ કરવું પડે. બીજાની પીડા કે ખુશીને મહેસુસ કરવી પડે છે. જોકે હવે જરૂરીયાત અને લાભ વિના કોઈને માણસ થવામાં ખાસ રસ નથી.

હા! દરેકને માણસ થવું છે પરંતુ બીજા કરતા અલગ ઊંચા કદનો, જ્યાં તેને કોઈ પહોચી નાં શકે. તેને પદ, પૈસા, શક્તિ માન, પ્રભાવ બધુજ વધારે જોઈએ છે. અને સામે પ્રેમ, નમ્રતા, લાગણી, આદર બધું સાવ ઓછું આપવું છે… આ વલણ માણસને સમાજ, કુટુંબ અને પોતાની જાતથી દુર કરતો ગયો અને મોટા બનવાની ચાહમાં એકલો પડતો ગયો.
બાકી માણસનું માણસ થવું ખાસ અધરું નથી. દયાળુ અને પ્રેમાળ બનવાથી, હું અને તું ને ભેગા કરી આપણે બનાવાની પહેલ કરવાથી સહેલાઈથી હ્રદય જીતી શકાય છે. કોઈના દુ:ખમાં સાથ આપવો અને સુખમાં, ખુશીમાં દિલથી અભિનંદન આપવામાં માણસાઈ વ્યક્ત થાય છે.

માત્ર પાન કાર્ડ કે ઓળખપત્રથી માણસ તરીકેની ઓળખ નથી સાચવતી. મૃત્યુ બાદ થયેલા કર્મો અને પ્રેમ ઓળખને જીવંત રાખે છે.
માણસ માણસને જ એકલો પાડે છે. મદદ આપતા કતરાય અને મદદ માંગતા અચકાય છે. એકલો પડતાં મુંઝાય છે અને તુટતો જાય છે. આજ કારણોસર હવે ડીપ્રેશન જેવી ખતરનાક માનસિક તકલીફોનો સામનો કરવો પડે છે. બાકી સહુથી સહેલી પ્રેમની વહેચણી માણસ કરી શકે તેમ છે. બોલી શકે છે, માગી શકે છે. વહેચી શકે છે. ટૂંકમાં વાણી વર્તન દ્વારા લાગણીઓની લ્હાણી કરી શકે છે.

માણસનું મન એટલે ઉગતી સવાર, આથમતો સુરજ અને મધરાતે ચમકતાં તારાઓ.
ખુશીમાં ખળખળ વહેતું ઝરણું, શાંત નદીનો ઠહેરાવ, ક્રોધે લાવાનો ગાળી નાખતો પ્રવાહ.
માણસનું મન એટલે ખીલતી સુગંધ, મઘમઘતું ચંદન વન, ગુસ્સામાં એ કાંટાળો થોળ.
ક્યારેક મખમલ જેવો કોમળ, તો બની મતલબી લાગણીઓને રહેંસી નાખતો હેવાન.
તો એજ માણસ સહ્ર્દાતા અપનાવી બને સંત મહાત્મા.
ઘણાં લોકો બહારથી અત્યંત શાંત, સંયમી અને સ્થિર લાગે છે. પરંતુ અંદર વિચાર, લાગણી, સ્મૃતિ, દુ:ખ, ડર, સ્વપ્ન, પસ્તાવો, પ્રેમ આવા હજારો તરંગો ઉછળતા હોય છે. પોતાને ઓળખવા માટે ક્યારેક એકાંત અને એકલતા જરૂરી છે. જ્યારે માણસ એકલો રહે છે, બહારની દુનિયાના અવાજો ધીમા પડે છે. તે સમયે જ મનનું આંતરિક જગત સ્પષ્ટ દેખાય છે. એકલતામાં માણસ પોતાના વિચારોને સાંભળી શકે છે, પોતાની ભાવનાઓને સ્વીકારી શકે છે, અને ક્યારેક પોતાના સાચા હું સાથે મુલાકાત થાય છે.
જે વ્યક્તિ ખૂબ શાંત લાગે છે, તે ઘણી વાર બહુ અનુભવી હોય છે.. એણે શબ્દોથી નહીં, પણ મૌનથી શીખ્યું હોય છે. પોતાને સમજવા માટે દેખાવથી નહિ, અનુભૂતિથી જોવું પડે જે ફક્ત એકલતામાં શક્ય બને છે. માણસને માણસ બનવા માટે, પોતાની સંતુલન સમજવા માટે, થોડું એકલું થવું જ પડે.
માણસ જન્મથી માણસ નથી બનતો.. એ માણસ બને છે પોતાની સમજ, અનુભવ અને સંવેદનાથી.
જ્યારે એ પોતાને ઓળખે છે, પોતાની અંદરની અંધાર અને પ્રકાશ બંનેને સ્વીકારતો શીખે છે,
ત્યારે એ ખરેખર માણસ બને છે – સજાગ, સંવેદનશીલ અને સમતોલ.

માણસ જન્મથી નહીં, પણ અનુભૂતિ અને સંવેદનાથી ‘માણસ’ બને છે

સમાજમાં ‘માણસ’ ઘટતા જાય છે: મોટા બનવાની ચાહમાં એકલવાયું જીવન

 

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

TAGGED: success
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!
Next Article બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?