ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ગીરીવર ગિરનાર પર્વત અંબાજી મંદિર પરિસરના વેપારી ભાઈઓએ અંબાજી મંદિર થી દતશિખર સુધીના માર્ગ ઉપરના પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બોટલો નો કચરો એકત્રિત કરી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. હાલમાં જ પૂર્ણ થયેલ શિવરાત્રી મેળામાં હજારોની સંખ્યામાં ગિરનારની યાત્રા કરવા આવેલા યાત્રિકો દ્વારા ગિરનારની સીડીની બંને સાઇડ પ્લાસ્ટિકનો કચરો જે એકત્રિત થયો હતો તેને સદાન રીતે સફાઈ કરી અને 25 જેટલા મોટા બોરામાં ભરી અને હેલીપેડ ખાતે લઈ આવ્યા હતા અને જેને રોપવે દ્વારા નીચે ઉતારવામાં આવ્યો હતો ગીરનાર અંબાજી મંદિર પરિસર અને હેલીપેડ ના નાના મોટો વેપારી ભાઈ એા એ પોતાનો એક દિવસનોધંધો રોજગાર બંધ રાખીને વેપારી ભાઈઓએ આજરોજ 25 જેટલા વેપારી ભાઈઓએ સદન સફાઈના આ કાર્યક્રમમાં પોતાના આજના એક દિવસના ધંધા રોજગાર બંધ રાખી અને ગિરનાર ઉપર થયેલી ગંદકીને દૂર કરવા સધન સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા અને ગિરનારને સ્વચ્છ કર્યો હતો અને દરેક વેપારી ભાઈઓએ પોતાના ધંધાના રોજગારના સ્થળે નાના નાના સાઈનબોર્ડ લગાડી અને લોકોને કચરો જ્યાંત્યાં ન ફેંકવાના સૂચનોના સાઈન બોર્ડ લગાવ્યા હતા અને કચરો કચરાપેટીમાં જ ફેંકવા સૂચનો કરાયા હતા.