ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્ય સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,અને નિયામક, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત રાષ્ટ્રિય કક્ષા ખડક ચઢાણ શિબિર તા. 20 થી 26 ફેબ્રુ. દરમિયાન ગિરનારનાં દુર્ગમ વિસ્તારોમાં યોજાઇ રહી છે. ગિરનારનાં દુર્ગમ પહાડો પર જ્યાં ખડક ચઢાણની પ્રવૃતિઓ થઇ શકે તેવી જગ્યાઓ પર ગુજરાતની ભાવી યુવા પેઢી પ્રકૃતિનાં સંરક્ષણની સાથે સાથે પર્વતારોહણમાં પોતાની ક્ષમતા નિખારી શકે અને રાજ્ય, દેશનો આદર્શ નાગરિક તૈયાર કરવાના હેતુ સાથે દર વર્ષે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે.હાલમાં આ શિબિરમાં ગુજરાતના 26, રાજસ્થાનના 02, આંધ્રપ્રદેશ 01 ,જમ્મુ કાશ્મીર 01 શિબિરાર્થી ભાઇઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં 25 ભાઇઓ અને 5 બહેનો જોડાયા છે. આ શિબિરમાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાના પ્રિન્સીપાલ, શ્રીમતી રાજલ પટેલના માર્ગદર્શન હેઠળ, વિષય નિષ્ણાંત તરીકે નિરત ભટ્ટ, માનદ્દ ટ્રેઝરર એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસીએશન ઓફ ઈન્ડીયા તથા નૈનાસિંઘ ધાકડ તેનજીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડી 2021 જમીન ક્ષેત્રનો એવોર્ડ વિજેતા છત્તીસગઢ રાજ્યની પ્રથમ એવેરસ્ટ સર કરનાર મહીલા પ્રશિક્ષક મનિષ પરમાર. માનદ્દ ઇન્સ્ટ્રક્ટર માઉન્ટ આબુ, શિબિર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડનાઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે.