ધૂળેટી પર્વની ઉજવણી કરવા રાજકોટિયન્સમાં અનેરો ઉત્સાહ
શહેર બજારોમાં વડાપ્રધાન મોદીની પિચકારીઓનું ધૂમ વેંચાણ
- Advertisement -
રંગ-ઉમંગનો પર્વ હોળી-ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે બજારોમાં રંગબેરંગી રંગોની રોનક ફેલાઈ રહી છે. આ વખતે બજારમાં બાળકો માટે અલગ અલગ કાર્ટુન કેરેકટરવાળી પિચકારી, હનુમાનજીની ગદાવાળી પિચકારી, બંદૂકો અને મોટી ટેંકવાળી પિચકારીઓ તેમજ કલર, ફુગ્ગા વગેરેની અઢળક વેરાયટીથી રાજકોટની સદર બજાર, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડીની બજારો ઉભરાઈ ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગીજી સહિતના ફોટોવાળી પિચકારીઓ પણ લોકપ્રિય બની છે. આમ બજારોમાં 30 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીની અવનવી પિચકારીઓ વેચાઈ રહી છે.
ગત વર્ષ કરતાં આ વર્ષે પિચકારીના ભાવમાં સામાન્ય વધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે.
- Advertisement -
પહેલાંના સમયમાં હોળી-ધૂળેટીના તહેવારમાં કેસૂડાના રંગથી કે પાકા કલરથી લોકો ઉજવણી કરતા પરંતુ હવે પાકા કલરનો ઉપયોગ ઘટ્યો છે અને યુવાનો હર્બલ કલરનો ઉપયોગ કરતાં થયા છે.
ધૂળેટીમાં લોકો એકબીજા પર રંગ ઉડાવીને ઉજવણી કરે છે ત્યારે બજારમાં અવનવા રંગો આવ્યા છે. ખાસ તો ચામડી અને શરીરને નુકસાન ન થાય તે માટે હર્બલ કલરની ભારે ડિમાન્ડ વધી છે.
હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ઘણા રિસોર્ટ – હોટલમાં પણ સ્પેશિયલ હોલી સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે.