By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    20 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    20 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ
AuthorBhavy Raval

આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ

Khaskhabar Editor
Last updated: 2022/01/31 at 1:20 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા

– ભવ્ય રાવલ

આઝાદીના ભૂલભરેલા ઈતિહાસમાં ભારતને સ્વાતંત્રતા અપાવનાર મુખ્ય ત્રણ નાયકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જ ગણવામાં આવ્યા છે. હવે આઝાદીની અર્ધી સદી બાદ તેમાં મંગલપાડે, રાણી લક્ષ્મીબાઈથી લઈ ભગતસિંગ જેવા ક્રાંતિકારીઓના નામ પણ ઉમેરાય રહ્યા છે પરંતુ ભારતીય આઝાદીના ઈતિહાસમાં 1857થી લઈ 1947 સુધી સ્વાતંત્રતાનું આંદોલન ચલાવનારા સ્વાતંત્રસેનાઓની જેમ આઝાદીની લડત માટે અખબાર ચલાવનારા પત્રકારોનો ક્યાંય ન્યાયપૂર્ણ રીતે ઉલ્લેખ આજ સુધી થયો નથી! કદાચ તેનું મુખ્ય કારણ આઝાદીના જંગ સાથે જોડાયેલાં પત્રકારત્વ વિશે ખાસ સંશોધન અને દસ્તાવેજોનો અભાવ છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ સૌથી શ્રેષ્ઠ રહ્યું છે, કદાચ તેને જ ગુજરાતી પત્રકારત્વનો સુવર્ણકાળ ગણાવી શકાય.

Contents
સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા– ભવ્ય રાવલ

અંગ્રેજો વિરુદ્ધ એક હથેળીમાં જીવ અને બીજી હથેળીમાં કલમ લઈને ભારતની આઝાદીના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા એ સમયના ગુજરાતી પત્રકારત્વનો ફાળો દેશને સ્વાતંત્રતા અપાવવામાં નાનો-સૂનો નથી. ગુલામીકાળમાં ગુજરાતી ભાષાના નાના-મોટા તમામ અખબારોએ દેશવિરોધીઓ વિરુદ્ધ સમચાર પ્રગટ કરી વાંચકોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરી હતી. સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ક્રાંતિકારી ગુજરાતી પત્રકારત્વએ દેશ-દુનિયાને ચોક્કસ વિચારધારાને વરેલા રાષ્ટ્રવાદી પત્રકારત્વની પરિભાષા શીખવી હતી. ગુજરાતી પત્રકારત્વએ આઝાદીના લડતની મિશાલ દેશને આપી ગુલામીના અંધારામાં સ્વાતંત્રતાની મશાલ પ્રગટાવી હતી. સમાજ સુધારણાના પત્રકારત્વની પહેલ કરનાર ગુજરાતી પત્રો અને પત્રકારો સ્વાંતંત્રપ્રાતિની ઝુંબેશમાં પણ અગ્રેસર રહ્યા હતા.

- Advertisement -

મારા અભ્યાસ મુજબ 1822માં શરૂ થયેલી ગુજરાતી પત્રકારત્વની યાત્રા 2021 સુધીમાં ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભિક યુગ સમાજ સુધારણાનું પત્રકારત્વ, ગુજરાતી પત્રકારત્વનો એક સદી બાદનો સમયગાળો આઝાદી પહેલાનું એટલે કે સ્વાતંત્રપ્રાપ્તિ માટેનું પત્રકારત્વ અને ગુજરાતી પત્રકારત્વની દોઢ સદી પછી આઝાદી બાદનું આધુનિક પત્રકારત્વ. આમ તો હવે ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રાને બે ભાગમાં પણ વહેચી શકાય પરંતુ હાલ પૂરતું તેના ઉદ્દભવ અને સમાજ સુધારણા પત્રકારત્વ, આઝાદી સમયનું પત્રકારત્વ અને આઝાદી બાદથી લઈ આજ સુધીનું આધુનિક પત્રકારત્વ એમ ત્રણ ભાગમાં વહેચી શકાય. જો આઝાદીના સમયના ગુજરાતી પત્રકારત્વની વાત કરવામાં આવે તો ગુજરાતી પત્રકારત્વમાં સૌ પ્રથમ ઈચ્છારામ દેસાઈએ ગુજરાતી પત્ર દ્વારા આઝાદીનો વિચાર રજૂ કરેલો અને સુરતમાંથી સ્વતંત્રતા નામનું પત્ર બહાર પાડી આઝાદી મેળવવાની અને ગુલામી છોડવાની વાત પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. ઈચ્છારામ દેસાઈના ગુજરાતી તેમજ સ્વતંત્રતાથી લઈ ગાંધીજીના નવજીવન અને અમૃતલાલ શેઠનાં સૌરાષ્ટ્ર સુધી સ્વાધીનતાના શ્વાસ અપાવવામાં ગુજરાતી પત્રો, પત્રિકાઓ અને પત્રકારોનું પ્રદાન અમૂલ્ય છે.

ઓગણીસમી સદીના અંતમાં અમદાવાદથી પ્રજાબંધુ શરૂ થયેલું. વીસમી સદીની શરૂઆતમાં ગુજરાતી પંચ નામનું સાપ્તાહિક શરૂ થયેલું. પછી ગાંધીજીએ નવજીવન અને હરિજનબંધુ શરૂ કરેલું.

આઝાદી સમયના ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં દૈનિકો પ્રકાશિત થતા ન હતા. સમય પસાર થતા સ્વરાજ્ય નામનું દૈનિક અને પછી સંદેશ નામથી એક સાંધ્ય દૈનિક શરૂ થયું. અમદાવાદ સમાચાર પણ શરૂ થયું જે સંદેશમાં સમાયું. અમૃતલાલ શેઠે સાપ્તાહિક પત્ર સૌરાષ્ટ્ર શરૂ કર્યું. તેમણે જન્મભૂમિનો પણ પ્રારંભ કરેલો. કક્કલભાઈ કોઠારીએ અમદાવાદથી પ્રભાત અને જય સૌરાષ્ટ્ર દૈનિક શરૂ કર્યા. ઈન્દુલાલ યાજ્ઞિકે નવજીવન અને સત્ય નામનું માસિક શરૂ કર્યું. શામળદાસ ગાંધીએ જન્મભૂમિમાંથી છૂટા પડી મુંબઈમાં વંદે માતરમ શરૂ કર્યું. આ તમામ અખબારો-પત્રોની સંખ્યા બહુ જૂજ હતી, થોડા પ્રમાણમાં હતી છતાં તેની અસર બહુ ઘેરી હતી, પરિવર્તનશીલ અને પરિણામલક્ષી હતી. અને એટલે જ ભારતીય આઝાદીના ઈતિહાસમાં ગુજરાતી પત્રો-પત્રકારોના યોગદાનની પણ નોંધ લેવી જ પડે.
એકમાત્ર આઝાદી મેળવવાના હેતુસર રાષ્ટ્રપ્રેમ અને સામાજિક ચેતતાની જ્યોતસમું પ્રજાબંધુ શરૂ થયું ત્યારબાદ સમાચાર, પ્રભાકર, લોકવાણી, દૈનિક ગુજરાત, ઉગતું પ્રભાત, રાજહંસ, સ્વદેશ, ભારત, પ્રકાશ વગેરે જેવા નાનામોટા ગુજરાતી પત્રો શરૂ થયેલા. આઝાદીના સમયના ગુજરાતી પત્રકારત્વની શરૂઆત વીસમી સદીના પ્રવેશ સાથે થઈ. લંડન-પેરિસ-જિનિવાથી પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ, મેડમ કામા – વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના વન્દેમાતરમ્ અને મદન તલવાર, બંને પેરિસથી પ્રકાશિત થતાં. છગન ખેરાજ વર્મા સાનફ્રાંસિસ્કોમાંથી ગુજરાતી અખબાર ગદર પ્રકાશિત કરતા. વિદેશોમાં રહેતા ગુજરાતીઓ સુધી આઝાદીની વાત પહોંચાડવા વિદેશોમાં પણ ગુજરાતી અખબારો પ્રગટ થયા અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ સુધી આઝાદીની વાત પહોચાડતા રહ્યા. એવા તો અનેક ગુજરાતી પત્રકારો છે જેણે અંગ્રેજો-રજવાડાઓના જોરજૂલમ અને ગુલામીમાંથી મુક્તિ મેળવવા કલમ-કાગળ ઉપાડી આઝાદી મેળવવાના પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું.

- Advertisement -

એડવોકેટ ઓફ ઈન્ડિયા તેમજ નવજીવન અને સત્યના આદ્યતંત્રી ઈન્દુલાલ યાજ્ઞિક, નવજીવનના પત્રકાર-લેખકો કાકાસાહેબ કાલેલકર, રામદાસ ગાંધી, મહાદેવ દેસાઈ, સ્વામીઆનંદ, કિશોરલાલ મશરૂવાળા, મગનભાઈ દેસાઈ સહિત રાણપુર-સૌરાષ્ટ્રથી સર્જાયેલી પત્રકારત્વની ક્રાંતિ સૌરાષ્ટ્ર પછી અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, જૂનાગઢ-મુક્તિ માટેની આરઝી હકૂમતના સરસેનાપતિ શામળદાસ ગાંધીનું વંદે માતરમ્, અડીખમ તંત્રી તરીકે જાણીતા રણછોડદાસ બોટવાળાના હિન્દુસ્તાન પત્રો વગેરે.. વગેરે.. નાનામોટા અને અલ્પકાલિન પ્રકાશનો અને પત્રકારોનો ફાળો પણ ભારતને આઝાદી અપાવવામાં રહ્યો છે. ગુજરાતી ભાષામાંથી ભારતના સ્વાતંત્રસંગ્રામને સક્રિય ટેકો આપતા ઘણા પત્રો બહાર પડતા હતા. માતૃભૂમિ અને વંદે માતરમ નખશીખ રાષ્ટ્રવાદી અખબાર હતા. વીસમી સદીના પ્રારંભમાં એવું કહેવાતું કે, દુનિયાના ખૂણેખૂણામાં ફેલાયેલા બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્યાસ્ત કદી થતો નથી પરંતુ આઝાદી સમયના ગુજરાતી પત્રકારત્વના ઉદયે બ્રિટીશ સામ્રાજ્યના સૂર્યાસ્તમાં અગ્ર ભાગ ભજવ્યો, બહાદુરીપૂર્વક સ્વાતંત્રતાનો શંખનાદ ફૂક્યો.
સ્વાતંત્રતા પ્રાપ્તિની ઝુંબેશમાં જોડાયેલા પત્રકારોને વેતનમાં બે રોટી અને ઠંડું પાણી તેમજ અંગ્રેજો વિરુદ્ધ સમાચાર લખવા માટે જેલની સજા નસીબ થતા હતા. અંધારી સૂમસામ કોઠડીઓની અંદર, રાતદિવસના ઉજાગરા કરીને, રાજદ્રોહની પરવા કર્યા વિના, એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં કલમ રાખી રાષ્ટ્રહિત માટે થતું આઝાદી મેળવવા માટેનું ગુજરાતી પત્રકારત્વ બ્રિટીશ શાસનના પાયા હચમચાવવાનું પ્રમુખ હથિયાર બની ગયું હતું. આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમી દેનારા, અંગ્રેજી શાસનના દમન ભોગ બનનારા, અનેક યાતનાઓ વેઠનારા સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા હતા, એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા હતા. દેશભાવના ભરેલા, જાગૃતિ જગાવતા, રાષ્ટ્રહિતથી છલોછલ ઘણા પત્રો બંધ પડ્યા, ઘણા ચાલું રહ્યા. પત્રકારોએ જેલવાસ ભોગવવો પડ્યો, તડીપાર થવું પડ્યું. વેશપલટો કરી રહેવું પડ્યું. પરંતુ અંતે.. આખરે.. ગુજરાતી પત્રકારત્વના સિપાહીઓ ભારતની આઝાદીનો જનમત જગાવવામાં અને અને દેશની સ્વાતંત્રતાનો લોકમત મેળવવામાં સફળ સાબિત થયા હતા. આઝાદીના સમયના પત્રકારત્વને જ લક્ષમાં રાખી કવિ રામધારીસિંહ ’દિનકરે’ લખ્યું હશે કે, કલમ દેશ કી બડી શક્તિ હૈ, ભાવ જગાનેવાલી, દિલ મેં નહીં દિમાગો મેં ભી આગ લગાનેવાલી. અને અકબર ઈલાહાબાદી પણ લખ્યું છે કે, ખીંચો ન કમાનો કો, ન તલવાર નિકાલો, જબ તોપ મુકાબિલ હો તો અખબાર નિકાલો.

વધારો : 1 માર્ચ, 1878માં ગર્વનર લોર્ડ લીંટને વર્નાક્યુલર પ્રેસ એક્ટ અમલી બનાવ્યો હતો. જેના દ્વારા ભારતીય ભાષાના પત્રોને અંકુશમાં રાખી શકાય. આ કાયદા અનુસાર અખબારોમાં એવી કોઈપણ વાત પ્રકાશિત નહીં કરવાનો હુકમ હતો જેનાથી લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ ફેલાય. વર્નાક્યુલર પ્રેસ એક્ટનો વિરોધ કરીને આઝાદી મેળવવા માટે શરૂ થયેલા પત્રકારત્વે મિશનરી જર્નાલિઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું. એક તરફ બ્રિટીશ રાજભક્તિથી રંગાયેલું અંગ્રેજી પત્રકારત્વ હતું તો બીજી તરફ સમાજસુધારા માટેનું હેતુલક્ષી પત્રકારત્વ હતું તો એ બંનેથી પર આઝાદી પૂર્વેનું સ્વાતંત્રતાના ધ્યેયને વળગેલું પત્રકારત્વ હતું, દેશહિતની વિચારધારાને વરેલું પત્રકારત્વ હતું. સ્વાતંત્રતા મેળવવા માટે ઝઝૂમતું રાષ્ટ્રવાદી પત્રકારત્વ હતું, ગુજરતી પત્રકારત્વ.

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિગ બોસ 15ની ટ્રોફી થઈ તેજસ્વી પ્રકાશને નામ
Next Article આઝાદીના સિતેર વર્ષમાં માત્ર એકવીસ જ પરમવીર ચક્ર એનાયત થયા છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?