ખેડૂત સન્માનનિધિની રકમ 4 હજાર કરવા કિસાન સંઘની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે આ બજેટમાં ખેડૂતોના પ્રશ્ર્નો મહત્વ આપવામાં આવે એવી માંગ સાથે જૂનાગઢ જિલ્લા કિસાન સંઘે કલેકટર મારફત કેન્દ્રીય નાણામંત્રીને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં છેલ્લા 20 વર્ષથી વગર વ્યાજે ત્રણ લાખની લોન મળે છે છેલ્લા બે દાયકામાં મોંઘવારી વધી છે એ બાબતને ઘ્યાને રાખી ખેડૂતોને અપાતી લોનની રકમમાં વધારો કરવામાં આવે તેમજ ધિરાણ ઓટો રીન્યુ થાય, છેલ્લા પાંચ વર્ષથી ખેત ખર્ચમાં વધારો થયો છે.
સરકાર બે હજાર રૂપિયા કિસાન સન્માનનિધી આપે છે. આ રકમ ચારહજાર કરવામાં આવે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે ડુંગળી, લસણ, જેવા પાકની નિકાસમાં સમયસર છૂટ આપવામાં આવે તેમજ ખાતર, દવા, બિયારણ અને કૃષિ સાધનોને જીએસટીમાં મુક્તિ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.