નીટ – યુજી પરીક્ષા હવે પ્રિ – કોરોના મોડમાં
2025 મેમાં લેવાનારી પરીક્ષામાં ફેરફારનો અભાવ
- Advertisement -
દેશની સૌથી મોટી મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજીનાં પ્રશ્નપત્રની પેટર્ન અને પરીક્ષાનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે કોરોના પહેલા જે નિયમ લાગુ હતા તે ફરીવાર લાવવામાં આવ્યા છે.
2025 ની એન્જીનીયરીંગ પરીક્ષા જેઈઈ મેઈનમાં ઓપ્શન કવેશ્ચન બંધ કરી દેવામાં આવ્યા હતા. એજ રીતે હવે મે માસમાં યોજાનારી મેડીકલ એન્ટ્રેન્સ એકઝામમાં પણ છાત્રોને કવેશ્ચનમાં ઓપ્શન નહિં મળે.કુલ 180 સવાલ પૂછવામાં આવશે અને છાત્રોએ બધા સવાલોના જવાબ આપવા પડશે. નેગેટીવ માર્કીંગ પણ હશે જો કોઈ છાત્ર કોઈ સવાલનો જવાબ ન આપી શકે તો તેના બદલામાં તેને ઓપ્શન નહિં મળે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એમટીએ)એ શનિવારે જાહેર કરેલ નોટીફીકેશનમાં જણાવ્યું છે કે નીટ-યુજીની પરીક્ષાનાં પ્રશ્નપત્રની ડિઝાઈન અને પરીક્ષાનો સમય હવે પ્રિ-કોરોના ફોર્મેટમાં આવી ગયા છે.
પરીક્ષાનો સમય 20 મીનીટ વધાવી 180 મીનીટ કરી દેવાયો છે.પ્રશ્નો એમસીકયુ બેઝડ હશે અને આ પ્રકારનાં દરેક સવાલ માટે એક મીનીટનો સમય મળશે. મે મહિનામાં યોજાનારી આ પરીક્ષામાં બધા સવાલોનો જવાબ આપવો પડશે. માર્કીંગ પણ નેગેટીવ હશે.કોઈ ઓપ્શન નહિં મળે.