પુજીત રૂપાણી ટ્રસ્ટના કુલ 20માંથી 18 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ
શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યા બાદ વિદ્યાર્થીઓ, વાલી, ટ્રસ્ટના ભાવેનભાઈ ભટ્ટ અને હસુભાઈ ગણાત્રા ખાસ ખબરની મુલાકાતે આવ્યા હતા
- Advertisement -
પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓએ સતત 26મા વર્ષે 100 ટકા પરિણામ જાળવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
ધો.10ની બોર્ડની પરીક્ષામાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના 20 વિદ્યાર્થીએ ધોરણ 10ની બોર્ડની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યું છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમો. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના ધો.10ના 20 બાળકમાંથી 8 બાળકો બોર્ડમાં ચમક્યા છે તેમજ બધા બાળકો સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે. જેમાં સુરાણી હિતીક્ષા 99.99 ઙછ(બોર્ડમાં પ્રથમ), સોલંકી ધારા 99.99 ઙછ(બોર્ડમાં પ્રથમ), વિરાણી દર્શન 99.98 ઙછ(બોર્ડમાં બીજો), ચૌહાણ અવનિ 99.98 ઙછ(બોર્ડમાં બીજો), ભંડેરી જેનીલ 99.95 ઙછ(બોર્ડમાં પાંચમો), ભેસાણીયા પ્રીન્સી 99.95 ઙછ (બોર્ડમાં પાંચમો), ડાભી વિવેક 99.92 ઙછ (બોર્ડમાં આઠમો), કુમારખાણીયા અનિલ 99.90 ઙછ (બોર્ડમાં દશમો) ક્રમાંક મેળવી બોર્ડમાં ડંકો વગાડ્યો છે. આ સિવાય વારીયા દિવ્ય 99.81 ઙછ, વાળા સત્યજીત 99.77 ઙછ, પીઠડીયા ધ્વનિલ 99.56 ઙછ, મુંડિયા ભવ્ય 99.56 ઙછ, ચાવડા દિવ્યેશ 99.43 ઙછ, મોરાણીયા દિશાંત 99.36 ઙછ, સિંહ શિવમ 99.20 ઙછ, ચીખલીયા કાવ્ય 98.92 ઙછ, કટારીયા દિવ્ય 98.50 ઙછ, દાસોટીયા રવિ 98.38 ઙછ, ચાવડા ધવલ 87.87 ઙછ, જોષી નૈતિક 78.89 ઙછ સાથે ઉત્તીર્ણ થયેલ છે. આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ બધા જ બાળકોને અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે. સતત 26માં વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોનું 100% પરિણામ આવ્યુ છે. આ અગાઉ પણ આ ટ્રસ્ટના બાળકો બોર્ડમાં નંબર મેળવી ચૂક્યા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખી છે.



