By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    9 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    8 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    8 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    9 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    10 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં જયેશ રાદડિયાએ વિરોધીઓ સામે બાંયો ચડાવી માયકાંગલાની જરૂર નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સુરતમાં જયેશ રાદડિયાએ વિરોધીઓ સામે બાંયો ચડાવી માયકાંગલાની જરૂર નથી
રાજકોટસુરત

સુરતમાં જયેશ રાદડિયાએ વિરોધીઓ સામે બાંયો ચડાવી માયકાંગલાની જરૂર નથી

Khaskhabar Editor
Last updated: 2024/07/30 at 4:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

કોઈ કાવતરાં કરતા હશે તો સફળ થશે નહીં, પગ ખેંચવાનું સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
લેઉવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના જ જેમને ખાસ સંદેશ આપવાનો છે તેમને આપી દીધો છે. તેમણે ગત 28 જુલાઈની રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ ફરીવાર ’ટાર્ગેટ’ પર તીર છોડ્યાં છે. પૂર્વ મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે અમુક લોકોને શું પેટમાં દુખે છે? કોઈને આમાં મજા આવે છે. મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય તેમને સ્વીકારજો, માયકાંગલાની સમાજને જરૂર નથી. તે પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં. સુરતમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા આવેલા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સુરતના આંગણે મારા પિતાશ્રીની પાંચમી પુણ્યતિથિ અને એ નિમિત્તે જામકંડોરણા-જેતપુર પરિવાર તથા રાદડિયા પરિવાર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું જે ભવ્ય આયોજન કરાયું છે. 28, 29 અને 30 એમ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં આવાં સેવાકીય કાર્યો ચાલી રહ્યાં છે. અંદાજે 11000થી વધુ બોટલ રક્ત એકઠું થાય એ પ્રમાણે આયોજન ચાલી રહ્યું છે. વિઠ્ઠલભાઈ પ્રત્યે જે લાગણી હતી એ અને અત્યારે 5 વર્ષ થયાં છતાં આ સંબંધમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એ પ્રમાણેનો માહોલ છે, એ બતાવે છે કે એ સંબંધમાં આપણે દિવસે ને દિવસે વધારો કરી શક્યા. જે પ્રમાણે મારી એન્ટ્રી સમયે તમે પ્રેમ બતાવ્યો એ સુરતના આંગણે જ પ્રેમ મળી શકે છે, કામ કરવાની એ શક્તિ દિવસે ને દિવસે એ અમારામાં કામ કરવાનું બળ પૂરું પાડે છે.

- Advertisement -

રાજનીતિનો માણસ સમાજમાં ન ચાલે અને સમાજનું કામ કરતી હોય એ વ્યક્તિ રાજકારણમાં ન જાય. વિઠ્ઠલભાઈના આ વારસામાં સામાજિક, રાજકીય કે સહકારી ક્ષેત્ર હોય તો એ કામમાં આપણે વધારો કરી શક્યા છીએ. રાજકીય માણસનું કામ માત્ર રાજનીતિનું હોય, પરંતુ રાજનીતિથી પર ઊઠીને આજે ઉલ્લેખ થયો સમાજની વાતનો. બે દિવસ પહેલાં જામનગરમાં કહ્યું હતું કે એનો જવાબ હું સમય આવ્યે આપીશ. કોણે ક્યાં શું કર્યું? ક્યાં કેટલી ખાનદાની હોય, ક્યાં કેટલી વફાદારી હોય, એ ટૂંક સમયમાં સમય આવ્યે મારી બતાવવાની તૈયારી છે. આ વાત કરવામાં અભિમાન ન હોય, અભિમાન કરતો પણ નથી, કારણ કે એ જ સમાજ અને એ જ લોકો ટોચ પર બેસાડી શકે અને નીચે બેસાડી દેવામાં વાર પણ લાગે નહીં. આમ છતાં પણ ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુ:ખે છે? કોઈને આમાં મજા આવે છે.’ ‘મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય તેને સ્વીકારજો, માયકાંગલાની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે જયેશ રાદડિયાની નીચે બેસવાની તૈયારી છે. આજે આવડા મોટા સમાજમાં દુ:ખ સાથે કહેવું પડે કે અનેક એવા લોકોને જરૂર પડે છે, પણ તેનો હાથ ના ખેંચી શકો તો કંઈ નહીં, પણ તેના પગ ખેંચવાનું સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે. સમાજનો કોઈ ભાવ નહીં પૂછે એ દિવસો પણ હવે નજીકના ભવિષ્યમાં જોઈ રહ્યા છીએ.

એ સમય આવશે અને સમય આવ્યે પણ મારી કહેવાની તૈયારી છે.’ ’અમે ગુલામી કરી નથી અને કરવા માગતા નથી’ ’રાજનીતિ, સહકારી ક્ષેત્ર કે સમાજમાં અમે હાથ અમારા ચોખ્ખા રાખ્યા છે અને પેટમાં પાપ નથી. અમે કોઈનું સારું ના કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારામાં ક્યારેય નીતિ આવી નથી. સારું ન કરી શકીએ તો અમે કહી દઈએ કે આ અમારાથી નથી થાય એમ, પણ મારાથી નથી થાય એમ તો કોઈ ન કરી જવો જોઇએ અને કોઈને ન કરવા દેવાની વૃત્તિ અમારામાં નથી, કારણ કે આ વિઠ્ઠલભાઈનું લોહી છે. કોઈને પાડી દેવાની વૃત્તિ ક્યારેય નહીં આવે, અમે ગુલામી કરી નથી અને કરવા માગતા નથી, અમે અમારી તાકાતથી આગળ ચાલીએ છીએ. મને સુરતની મારી ટીમ પર ભરોસો છે. મને મારી ટીમ પર ભરોસો છે અને કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.’

રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સમાજનાં કામ ન થાય: નરેશ પટેલ

- Advertisement -

આ પહેલાં 11 જુલાઈ, 2024ના રોજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર અંગે જણાવ્યું હતું કે રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે. રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે. આ મુદ્દો સવા માસ જૂનો (ઇફ્કો ચૂંટણી) છે. એક પત્રિકા સવા મહિના પછી વાઇરલ થઈ છે, જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈપણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજનાં કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જોકે પોતે રાજકારણમાં જોડાશે કે કેમ એ બાબતે કહ્યું હતું કે હું રાજકારણમાં નહીં જોડાઉં.

You Might Also Like

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

TAGGED: Jayesh Radadia, Rajkot, SURAT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પીપળીયામાં છ વર્ષથી ધમધમતી ગેરકાયદે શાળાના સંચાલિકા સામે અંતે ફરિયાદ
Next Article ચૂંટણી પંચને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે VVPAT સ્લિપ અને EVM મશીનો અંગેની સમીક્ષા અરજી ફગાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?