જૂનાગઢ શહેરની ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ વોટ ફોર જૂનાગઢની હ્યુમન ચેન તેમજ યોગ નિદર્શનના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. જૂનાગઢ કાલકેટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓએ વોટ ફોર જૂનાગઢની માનવ સાંકળ દ્વારા મતદાન જાગૃતિનો પ્રેરક સંદેશો આપ્યો હતો.
આ સાથે જ યોગનિદર્શન પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા તેમજ આજુબાજુમાં રહેતા પરિવારજનોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમ સ્વીપ નોડલ ઓફિસર લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં યોજાયો હતો. આ તકે જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જીગ્નેશભાઈ મહેતા, શાળાના સ્ટાફગણ, અને યોગ કોચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.