24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 19 કેસ સામે આવ્યા
રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 19 કેસ સામે આવ્યા છે, જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યનો રિકવરી રેટ 99.06 ટકા થઈ ગયો છે. ગાંધીનગર: ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જતી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ સામે આવ્યા છે તો આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 63 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 23 હજાર 632 થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 19 કેસ સામે આવ્યા છે.
તો વડોદરા શહેરમાં 3, રાજકોટમાં 2, દાહોદ, પાટણ, મોરબી, સુરત અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 506 રહી ગયા છે, જેમાં છ દર્દી વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 12 હજાર 187 લોકો સાજા થયા છે.
- Advertisement -
રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10939 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 99.06 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 10 કરોડ 39 લાખ 73 હજાર 990 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.


