*પોતાની પાસે થોડું અમથું ધન હોય તો પણ બુદ્ધિમાન પુરુષો કદી એ વિશે વાત કરતાં નથી, કોઈને દેખાડતાં નથી. કેમ કે, એ ધનનાં દર્શન કરવાથી મુનિનું મન પણ વિચલીત થઈ શકે છે*
દિવાળી એટલે ખુશાલી, ઝગમગાટ અને આનંદ-ઉલ્લાસનું પર્વ. દિવાળી, એટલે લક્ષ્મીનું પર્વ. ધનતેરસ એટલે ભગવાન ધન્વંતરિનો દિવસ, વાક્ બારસ એટલે સરસ્વતિનો, કાળી ચૌદસ એટલે શક્તિપર્વ અને દિવાળી એટલે ધનપર્વ. માતા લક્ષ્મીની પૂજાનો દિવસ એટલે દિવાળી. આ દિવસે આપણે ધનનો મહિમા કરીએ છીએ. ધનની આવી જ કેટલીક શાસ્ત્રોક્ત વાતો આપણે આ લેખમાં શ્ર્લોક સાથે કરવાનાં છીએ:
- Advertisement -
अहो कनकमाहात्म्यं वक्तुं केनापि शक्यते|
नामसाम्यादहो चित्रं धत्तुरोऽपि मदप्रदः ॥१॥
અહો! આ કનક (સોનું)નાં મહત્ત્વનું કોણ વર્ણન કરી શકે! ધતૂરાનું બીજું નામ કનક છે. ધતૂરો પણ નશાકારક છે. ધતૂરો ખાવાથી મદ ઉત્પન્ન થાય છે. તો સુવર્ણથી મદ ઉત્પન્ન થાય- તેમાં શું આશ્ર્ચર્ય છે!
न वित्तं दर्शयेत्प्राज्ञः कस्थचित्स्वल्पमप्यहो|
मुनेरपि यतस्तस्य दर्शनाच्चलते मनः ॥२॥
પોતાની પાસે થોડું અમથું ધન હોય તો પણ બુદ્ધિમાન પુરુષો કદી એ વિશે વાત કરતાં નથી, કોઈને દેખાડતાં નથી. કેમ કે, એ ધનનાં દર્શન કરવાથી મુનિનું મન પણ વિચલીત થઈ શકે છે.
धनमर्जय काकुत्स्थ धनमूलमिदं जगत्|
अन्तरं नैव पश्यामि निर्धनस्य मृतस्य च ॥३॥
હે કાક્રુસ્થ રામચંદ્ર (જેને ઉપદેશ અપાયો છે- તે વ્યક્તિ) આ જગતનું મૂળ ધન છે. તેથી, ધન ઉત્પન્ન કરો. કારણ કે, નિર્ધન અને મૃત મનુષ્ય વચ્ચે મને કોઈ ભેદ લાગતો નથી.
- Advertisement -
ब्रह्मघ्नोऽपि नरः पूज्यो यस्यास्ति विपुलं धनम्|
शशिना तुल्यवंशोऽपि निर्धनः परिभूयते ॥४॥
બ્રહ્મહત્યા કરનાર મનુષ્ય પણ પૂજ્ય હોય છે- જો એ ધનવાન હોય. પરંતુ ચંદ્ર જેવાં નિર્મળ વંશમાં જન્મ્યા હોવા છતાં જો એ નિર્ધન હોય તો તેનો તિરસ્કાર જ થાય છે.
कुत आगत्य घटते विघट्य क्व नु याति च|
न लक्ष्यते गतिश्चित्रा घनस्य च धनस्य च ॥५॥
ધન (મેઘ) તથા ધન, બેઉની ગતિ વિચિત્ર છે. આ બંને ક્યાંથી આવીને વરસી પડે છે અને ફરી ક્યાં અલોપ થઈ જાય છે- તે કોઈ જાણી શકતું નથી!
स्त्रीरूपं मोहकं पुंसो यून एव भवेत्क्षणम्|
कनकं स्त्रीबालवृद्धषण्ढानामपि सर्वदा ॥६॥
સ્ત્રીનું રૂપ મોહક છે- પરંતુ ફકત યુવાઓ માટે- એ પણ ક્ષણભર માટે. પરંતુ સોનું તો સ્ત્રી, બાળક, વૃદ્ધ તથા નપુંસક સુધીનાં સૌને વ્હાલું હોય છે.
न नरस्य नरो दासी दासश्चार्थस्य भूपते|
गौरवं लाघवं वापि धनाधननिबन्धम् ॥७॥
હે રાજન! મનુષ્ય તો મનુષ્યનો દાસ નથી. પરંતુ પ્રત્યેક મનુષ્ય ધનનો દાસ છે. મનુષ્યને મહાનતા મળે છે ધનને લીધે, હિનતા મળે છે નિર્ધનતાને કારણે.
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान्गुणज्ञः|
स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥८॥
જેની પાસે ધન છે-એ જ કુલિન છે, એ જ પંડિત, શાસ્ત્રોનો જ્ઞાતા, વક્તા, દૃષ્ટા અને દર્શનીય છે.
॥त्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सुहृज्जनाश्च|
तमर्थवन्तं पुनराश्रयन्ति ह्यर्थो हि लोके पुरूषस्य बन्धुः ॥९॥
મિત્ર, પુત્ર, સ્ત્રી તથા સ્વજન…. બધાં જ લોકો ધનથી રહિત મનુષ્યનો ત્યાગ કરી દે છે અને જ્યારે નિર્ધન વ્યક્તિ પાસે પુન: ધન આવે ત્યારે બધાં સ્વજન તેમનો આશ્રય લે છે. ખરેખર, આ જગતમાં ધન જ મનુષ્યનો બંધુ અને સ્વજન છે.
बुभक्षितैर्व्याकरणं न भुज्यते पिपासितैः काव्यरसो न पीयते|
न च्छन्दसा केनचिदुद्धतं कुलं हिरण्यमेवार्जय निष्फला गुणाः॥ ॥१०॥
ભૂખ્યા વ્યક્તિને વ્યાકરણ ખવડાવી ન શકાય. કાવ્યરસ પીવાથી તરસ્યાં વ્યક્તિની તરસ છીપાતી નથી. માત્ર વેદો અને શાસ્ત્રોનાં જ્ઞાનથી કોઈ કુળનો ઉદ્ધાર થતો નથી. એટલે હે મનુષ્ય! તું સોનું પ્રાપ્ત કર, બાકી બધું વ્યર્થ છે.
धनैर्निष्कुलीनाः कुलीना भवन्ति धनैरापदं मानवा निस्तरन्ति|
धनेभ्यः परो बान्धवो नास्ति लोके धानान्यर्जयध्वं धनान्यर्जध्वम् ॥११॥
ધન પ્રાપ્ત કરીને અકુલીન મનુષ્ય પણ કુલીન બની જાય છે. ધન થકી મનુષ્ય આપત્તિઓ-વિપદાઓ પાર કરી શકે છે અને એટલે જ આ લોકમાં ધનથી શ્રેષ્ઠ કોઈ બંધુ-બાંધવ નથી. એટલે જ, ધન કમાઓ, ધન કમાઓ.
दुन्दुभिस्तु सुतरामचेतनस्तन्मुखादपि धनं धनं धनम्|
इत्थमेव निनदः प्रवर्तते किं पुनर्यदि जनः सचतेनः ॥१२॥
નગારૂં તો જડ પદાર્થ છે, તો પણ તેમાંથી ‘ધન…ધન’નો ધ્વનિ નીકળે છે. જ્યારે મનુષ્ય સજીવ છે, તો જો એ ‘ધન… ધન…’ કરે તેમાં શી નવાઈ!
त्यक्त्वा युवा स्वयुवतिं सुविलासयोग्यां
दूरं विदेशवसतौ निवसन्धनार्थी|
रात्र्यागमे स्मरति तां न समेति तस्मात्
कान्ताभ्रमादपि वरः कनकभ्रमोऽयम् ॥१३॥
ઉત્તમ વિલાસ યોગ્ય યુવા સ્ત્રીનો ત્યાગ કરીને પણ લોકો ધન કમાવ માટે દૂર દેશમાં-પરદેશમાં જઈ નિવાસ કરે છે. રાતે એ પોતાની સ્ત્રીને યાદ કરે છે પણ તેની પાસે જતાં નથી. તેથી સ્ત્રીનાં ભ્રમથી પણ ધનનો ભ્રમ વધુ તિવ્ર છે.
P Ramani Khaskhabar, [10/22/2022 6:19 PM]
जातिर्यातु रसातलं गुणगणस्तस्याप्यधो मज्जतां
शीलं शैलतटात्पतत्वभिजनः संदह्यतां वह्निना|
शौर्ये वैरिणि वज्रमाशु निपतत्वर्थोऽस्तु नः केवलं
येनैकेन विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥१४॥
જાતિની ઉચ્ચતા રસાતળમાં ગરકી જાય, ગુણોનો ભંડાર તેનાંથી પણ નીચો ચાલ્યો જાય, શીલ-સદાચાર પર્વતની ટોચ પરથી નીચે ગબડી જાય, કુલિન લોકો અગ્નિમાં સળગીને મરી જાય, શૂર-વીરતારૂપી શત્રુ પર વજ્ર તૂટી પડે અને અમને માત્ર ધન મળે. કારણ કે, ધન વગર આ તમામ ગુણો નક્કામા છે.
माता निन्दति नाभिनन्दति पिता भ्राता न संभाषते|
भृत्यः कुप्यति नानुगच्छति सुतः कान्ता च नालिङगते|
अर्थप्रार्थनशङकया न कुरूते संभाषणं वै सुहृ-
त्तस्माद्द्रव्यमुपार्जयस्व सुमते द्रव्येण सर्वे वशाः ॥१५॥
માતા નિંદા કરે છે, પિતા પ્રશંસા નથી કરતાં, ભાઈ વાત નથી કરતા, નોકર ક્રોધ કરે છે, પુત્ર આજ્ઞા માનતા નથી, સ્ત્રી આલિંગન નથી કરતી. ‘મારી પાસેથી ધન તો નહીં માંગેને!’ એ શંકાથી મિત્ર પાસે બોલાવતા નથી. તેથી હે મનુષ્ય, તું ધન ઉપાર્જન કર, કેમકે બધાં જ ધનનાં વશમાં છે.