દર્શકો 13 મેના રોજ બપોરે 2:30 વાગ્યાથી કાન્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ફિલ્મ ફેસ્ટિવલનું લાઇવ પ્રદર્શન જોઈ શકશે
આજે મંગળવાર 13 મે ના રોજથી પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલ 24 મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં દિગ્ગજ બૉલીવુડ સેલેબ્સ ભાગ લેતા હોય છે. ત્યારે આ વખતે કયા એક્ટર્સ કરશે કાન્સમાં ડેબ્યૂ ચાલો જાણીએ.
- Advertisement -
View this post on Instagram
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાય છે. આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 1946માં થઈ હતી. પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 13 મે થી 24 મે દરમિયાન યોજાશે. આ 12 દિવસ દરમિયાન આ ફેસ્ટિવલમાં કેટલીક ભવ્ય ફિલ્મોનું પ્રદર્શન યોજાશે. તો સાથે કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર ગ્લેમર પાથરશે. દર્શકો 13 મેના રોજ બપોરે 2:30 વાગ્યાથી કાન્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ફિલ્મ ફેસ્ટિવલનું લાઇવ પ્રદર્શન જોઈ શકશે. આ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ રાત્રે 10:45 વાગ્યે શરૂ થશે.
જ્યુરી સભ્યોમાં પાયલ કાપડિયા
- Advertisement -
આ વખતે કાન્સમાં ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ છે. ગયા વર્ષની ગ્રાન્ડ પ્રિકસ વિજેતા ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ ના દિગ્દર્શક પાયલ કાપડિયા આ વખતે કાન્સ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાં સામેલ છે.
View this post on Instagram
આલિયાનું કાન્સમાં ડેબ્યૂ
આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર જેવી અભિનેત્રીઓ પહેલા ભાગ લઈ ચૂકી છે ત્યારે આ વર્ષે આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા સહિત અનેક અગ્રણી ભારતીય ફિલ્મ હસ્તીઓ 78મા કાન્સમાં વિવિધ કેટેગરીમાં ભાગ લેશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બધાની નજર ઐશ્વર્યા રાય પર છે. તે 20 વર્ષથી વધુ સમયથી આ ફેસ્ટિવલમાં હાજરી આપે છે. પરંતુ આ વખતે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. તે લોરિયલ પેરિસના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળશે. આ ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ અને ઉર્વશી રૌતેલા પણ જોડાશે તેવા અહેવાલ છે.
શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ પણ હજાર રહેશે
અભિનેત્રીઓ શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ સત્યજીત રેની 1970 ની ક્લાસિક ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રિ’ ના રિસ્ટોર વર્ઝનના ખાસ ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપશે. તે જ સમયે અનુપમ ખેરની દિગ્દર્શિત ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ માર્ચે ડુ ફિલ્મ કેટેગરીમાં પ્રીમિયર થવા જઈ રહી છે. તેઓ પણ આ ઉત્સવમાં ભાગ લઈ શકે છે.
View this post on Instagram
ફરી જોવા મળશે ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ
ઐશ્વર્યા રાય બચ્ચન એક કે બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ રહી છે. આ વખતે પણ તે પોતાની સ્ટાઇલથી રેડ કાર્પેટનું આકર્ષણ વધારશે.
આ સેલિબ્રિટીઓ પણ ભાગ લેશે
જાહ્નવી કપૂર પણ તેની ફિલ્મ હોમબાઉન્ડના ગ્લોબલ પ્રીમિયર સાથે કાન્સમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને કરણ જોહર કાન ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેશે, તેમજ તેમની ફિલ્મ હોમબાઉન્ડનું કાન ફેસ્ટીવલમાં સ્ક્રીનિંગ પણ થશે. આ ઉપરાંત શર્મિલા ટાગોર સત્યજીત રેની ક્લાસિક ફિલ્મ અરન્યેર દિન રાત્રીના સ્ક્રીનિંગમાં હાજરી આપશે. તેમજ ઉર્વશી રૌતેલા અને પાયલ કાપડિયા પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. પાયલ જ્યુરી સભ્યોમાંથી એક છે. જણાવી દઈએ કે કાન 13 મેથી શરૂ થશે અને 24 મે સુધી ચાલુ રહેશે.
નીરજ ઘેવનની ‘હોમબાઉન્ડ’
આ વખતે નીરજ ઘેવનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો આ ફેસ્ટિવલમાં હાજર રહેશે. નિર્માતા કરણ જોહર પણ હાજર રહેશે. આ ઉપરાંત બંને મુખ્ય કલાકારો જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. આ ફિલ્મનું પ્રીમિયર “અન સર્ટેન રિગાર્ડ” સેકશન હેઠળ થશે.કાન્સમાં દર્શાવવામાં આવેલી પહેલી ભારતીય ફિલ્મ
1946માં કાન્સની શરૂઆતથી જ ત્યાં ભારતીય ફિલ્મો બતાવવાનું શરૂ થયું. કાન્સમાં દર્શાવવામાં આવેલી પહેલી ભારતીય ફિલ્મ ‘નીચા નગર’ હતી. આ ફિલ્મને ‘ગ્રાન્ડ પ્રિકસ ડુ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ડુ ફિલ્મ’ એવોર્ડથી નવાજવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગ્રાન્ડ પ્રિકસ એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો એક એવોર્ડ છે જે ફેસ્ટિવલ જ્યુરી દ્વારા સ્પર્ધાત્મક ફીચર ફિલ્મોમાંથી એકને આપવામાં આવે છે.