CA ફાઇનલ અને ઇન્ટરનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ icai.org, icai.nic.in પર જઈને તેમના રિઝલ્ટ ચેક કરી શકે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ આજે 11મી જુલાઈ 2024ના રોજ ICAI CA ફાઈનલ, ઈન્ટરનું પરિણામ જાહેર કરી દીધું છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ સત્તાવાર વેબસાઇટ icai.org, icai.nic.in પર જઈને તેમના રિઝલ્ટ ચેક કરી શકે છે. સ્કોર કાર્ડમાં વિદ્યાર્થીનું નામ, એનરોલ્મેન્ટ નંબર, પેપર વાઈઝ માર્ક્સ, ટોટલ માર્ક્સ અને રીઝલ્ટનું સ્ટેટસ જેવી માહિતી શામેલ હશે. જો આમાં કોઈ વિસંગતતા જણાય તો તમે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરી શકો છો.
- Advertisement -
ICAI CA ફાઇનલ, ઇન્ટર રિઝલ્ટ 2024 કેવી રીતે ચેક કરવું?
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ icai.org, icai.nic.in પર જાઓ.
ત્યાં ICAI CA ફાઇનલ, ઇન્ટર રિઝલ્ટ 2024 લિંક પર ક્લિક કરો.
એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો.
રિઝલ્ટ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
તેને ચેક અને તેને ડાઉનલોડ કરી લો.
ICAI CA ફાઈનલના રિઝલ્ટ માટે અહીં ક્લિક કરો.
- Advertisement -
CA Inter રિઝલ્ટ 2024 માટે અહીં ક્લિક કરો.
ICAI CA ફાઇનલ, ઇન્ટર રિઝલ્ટ 2024 ક્યાં ચેક કરી શકાય
પરિણામ જાહેર થયા બાદ વેબસાઈટ ખોલવામાં ઘણી વાર મુશ્કેલી પડતી હોય છે, કારણ કે તે સમયે એક સાથે ઘણા વિદ્યાર્થીઓ વેબસાઈટ વિઝીટ કરતા હોય છે. તેથી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ્સ icai.org, icai.nic.in અને icaiexam.icai.org પર ICAI CA ફાઇનલ, ઇન્ટર પરિણામ ચેક કરી શકે છે.
CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવવું ફરજિયાત છે. ઉપરાંત, કુલ માર્ક્સ 50 ટકા હોવા જોઈએ. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓએ બે વર્ષ માટે આર્ટિકલશિપ કરવાની રહેશે.
ICAI CA ફાઇનલ, ઇન્ટર પરીક્ષા ક્યારે થઈ હતી?
સીએ ઇન્ટર ગ્રુપ 1ની પરીક્ષા 3, 4 અને 5 મેના રોજ થઈ હતી. ગ્રુપ 2ની પરીક્ષા 11, 15 અને 17 મેના રોજ થઈ હતી. CA ફાઈનલ ગ્રુપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મે 2024 ના રોજ થઈ હતી. અને ગ્રુપ 2 અને 3 ની પરીક્ષા 10, 14 અને 16 મે 2024 ના રોજ થઈ હતી. CA બનવા માટે, પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. આમાં સીએ ફાઉન્ડેશન, ઈન્ટરમીડિયેટ ગ્રુપ 1 અને ગ્રુપ 2ની પરીક્ષા અને ત્રીજા તબક્કામાં આર્ટિકલશિપ પાસ કરવી પડે છે.