અભિષેકની અડધી સદી; નટરાજને 2 વિકેટ લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
ઈંઙક 2024માં યોજાયેલી ડબલ હેડરની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 17 પોઈન્ટ સાથે બીજા ક્રમે આવી ગઈ છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
- Advertisement -
હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ અડધી સદી ફટકારી હતી. તેણે 28 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય હેનરિક ક્લાસને પણ 25 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે ટી નટરાજને બોલિંગમાં 2 વિકેટ લીધી હતી.હૈદરાબાદને 14મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો હતો. હર્ષલ પટેલે નીતિશ રેડ્ડીને શિવમ સિંહના હાથે કેચ કરાવ્યો હતો. નીતિશે 25 બોલમાં 37 રન બનાવ્યા હતા. હૈદરાબાદે 11મી ઓવરના પ્રથમ બોલ પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. અહીં અભિષેક શર્માએ 235.71ની સ્ટ્રાઈક રેટથી 28 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેને શશાંક સિંહે શિવમ સિંહના હાથે કેચ કરાવ્યો હતો.