જૂનાગઢના કડીયાવાડ મકાન દુર્ઘટના મામલે હાઇકોર્ટે મોટો ખુલાસો કર્યો
મનપા માત્ર પોતાની બેદરકારી અને પાપ છુપાવા દોષનો ટોપલો મકાન માલિક પર ઢોળી બચવાનો પ્રયાસ કરે છે
- Advertisement -
દુર્ઘટના મામલે તમામ પુરાવા ચકાસી અધિકારી દોષિત હોય તો ગુનો નોંધો: હાઇકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢમાં ગત જુલાઇ-2023માં ભારે વરસાદના કારણે કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં એક પિતા અનેતેમના બે પુત્રોના કરૂણ મોત નિપજ્યા હતા. આ આઘાતમાં માતાએ પણ એસિડ પી આત્મહત્યા કરી લીધી હતી. રાજ્યભરમાં ચકચારજગાવનાર જૂનાગઢના આ મકાન દુર્ઘટનાકાંડમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં ચોકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશને પોતાની બેદરકારી છુપાવવા અને ગુનાની જવાબાદરી આ મકાનના મકાનમાલિકો પર ઢોળી તેની વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ એક મકાનમાલિક તો 1976માં ગુજરી ગયા હતા અને બીજાનું 2012માં મોત થઇ ચુકયુ હતુ. આટલુ ઓછુ હોય તેમ જૂનાગઢ મનપાએ આ મકાનમાલિકોને ભયજનક મકાન ઉતારી લેવા જે નોટિસ ફટકારાઇ હતી તેમાં 1976માં ગુજરી ગયેલા મૃતક મકાનમાલિકની સહી બતાવી હતી. જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ સમગ્ર કેસની ગંભીર નોંધ લીધી હતી.
હાઇકોર્ટે આ સમગ્ર મામલામાં અરજદારને જૂનાગઢ પોલીસ સમક્ષ ફરીથી અરજી કરવા અને ઉપરોકત પુરાવાઓ તે અરજીની સાથે રજૂ કરવા હુકમ કર્યો હતો. અરજદારના ઉપરોકત પુરાવાઓ ઘ્યાને લઇ પ્રાથમિક તપાસને અંતે જૂનાગઢ પીઆઇને જો ઉપરોકત કેસમાં કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો હોય તો કસૂરવારો વિરૂદ્ધ ગુનો દાખલ કરવા (એફઆરઇઆર નોંધવા) ફરમાન કર્યુ હતુ. જો ગુનો ના બનતો હોય તો પણ તેની જાણ અરજદારને કરવાની રહેશે. એ પછી પણ અરજદાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ અરજી કરી શકશે.
- Advertisement -
ચકચારભર્યા એવા આકેસમાં ભોગ બનનાર પરિવારના દૂરના સગા તરફથી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ પ્રશાંત ચાવડાએ કેટલીક ચોંકાવનારી અને આઘાતજનર હકીકત કોર્ટના રેકર્ડ પર રજૂકરતા જણાવ્યુ હતુ કે, ગયા વર્ષે જુલાઇ/2023માં જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ અને જળ હોનારત બાદ કડિયાવાડ વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થઇ ગયુ હતે એ વખતે એક પિતા અને તેમના પુત્રો મકાનના કાટમાળ નીચેદબાઇ જતા કરૂણ મોતને ભેટયા હતા. આ દુર્ઘટનામાં એ વખતે એક ઓટોરીક્ષા ચાલકનું પણ મોત નિપજ્યુ હતુ. બીજીબાજુ, પતિ અને બે પુત્રોના મોતના આઘાતમાં પત્નીએ પણ એસિડ પી જીવન ટુંકાવ્યુ હતુ. આ સમગ્ર દુર્ઘટનાકાંડને લઇ રાજ્યભરમાંભારે ચકચાર મચી જતા જૂનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ બીપીન ગામીત તરફથી દોષનો ટોપલો આ મકાન માલિકનો પર નાંખી દેવાયો હતો અને કોર્પોરેશને તેઓને આ ભજયનક મકાન ઉતારી લેવા નોટિસ આપી હોવા છતા ઉતારાયુ ન હતુ અને તેથી તેઓ આ દુર્ઘટના માટે જવાબદાર છે એક કહી તુલસીદાસ વીરજીભાઇ પીઠીયા, નારણભાઇ વીરજીભાઇ પીઠીયા અને રતિલાલ વીરજીભાઇ પીઠીયા વિરૂઘ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.
અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ઘ્યાન દોરાયુ કે, જે મકાનમાલિકો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાઇ તેમાં તુલસીભાઇ પીઠીયા તો, સને 1976માં ગુજરી ગયા છે, જયારેનારણભાઇ પીઠીયા પણ 2012માં મૃત્યુ પામ્યા છે. તોમૃત માણસો વિરૂઘ્ધ કોર્પોરેશન સત્તવાળાઓ કેવી રીતે ફરિયાદ નોંધાવી શકે…? કોર્પોરેશને સમગ્ર મામલામાં ખરાઇ કે તપાસ કરી જ નથી. માત્ર પોતાની બેદકારી અને પાપ છુપાવવા દોષનો ટોપલો મકાનમાલિકો પર ઢોળી બચવાનો પ્રયાસ કરાયો છે. એટલુ જ નહીં, અરજાદરે આરટીઆઇ ખુલાસો સામેઆવ્યો હતો કે, કોર્પોરેશનને 2023માં મકાનમાલિકોને ભયજનક મકાન ઉતારી લેવા બાબતે જે નોટિસ આપી હોવાનો દાવો કર્યો છે. તેમાં નીચે તુલસીભાઇ પીઠીયાની સહી બતાવાઇ છે પરંતુ તુલસીભાઇ તો, વર્ષો પહેલા 1976માં ગુજરી ગયા છે તો આ સહી કોણે કરી..? આ સંજોગોમાં હાઇકોર્ટ જુનાગઢ મ્યુ.મિશનગર, જવાદાર અધિકારી બીપીન ગામીત સહિતના જવાબદાર અધિકારીઓ વિરૂઘ્ધ ફરિયાદ દાખલ કરવા સહિતના હુકમો કરવા જોઇએ. અરજદારપક્ષની દલીલો ઘ્યાને લઇ જસ્ટિસ નિર્ઝર દેસાઇએ ઉપરોકત મહત્વનો હુકમ કર્યો હતો.