દેશનાં 11થી વધુ મંદિરોના ભગવાનનાં થશે સાક્ષાત દર્શન: રોજના 2.5 લાખ લોકોને કરાવશે ગંગાસ્નાનની અનુભૂતિ
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્દઘાટન
અનેક સંત-મહંત અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. રોજના 2.5 લાખ લોકોને ગંગાસ્નાનની અનુભૂતિ કરાવાશે.
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના સચિવ ઘનશ્યામભાઈ વ્યાસએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં અને દેશનાં 11 જેટલાં મંદિરોનું ટેક્નોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે. જેમાં કેટલાંક મંદિરોમાં હજારો લોકોની ભીડમાં દૂરથી ફક્ત ભગવાનની એક ઝલક મેળવી શકાય છે, પરંતુ અહીં એક જ સ્થળ ઉપરથી ટેક્નોલોજી એટલે કે ટછ અને અછ ટેક્નોલોજીના માધ્યમથી લાઈવ દર્શન કરી શકાશે.
દરરોજ લગભગ અઢી લાખ લોકો તેનો લાભ લઈ શકશે. સવારના 9 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી આ અધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે. તથા તેનો લાભ કોઈપણ વ્યક્તિ નિ:શુલ્ક લઇ શકશે.
મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભય્યાજી જોશી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં 2000 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે. 5000 યુવાઓ દ્વારા બાઈક રેલી સાથે ઢજ્ઞીવિં રજ્ઞિ ગફશિંજ્ઞક્ષ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈંજછઘ, ગઈઈ સહિત 250થી વધુ સેવાભાવી સંસ્થાઓ આ મેળામાં સહભાગી થવાની છે. રોજ રાત્રે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી અર્ચન ત્રિવેદી (ફિલ્મ દિગ્દર્શક અને કલાકાર) અને સાથીદારો, સાંઈરામ દવે અને સાથીદારો, બંકિમ પાઠક, અસિત વોરા અને કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. પ્રદર્શની વિભાગ દ્વારા સશસ્ત્ર દળો-શસ્ત્રસરંજામ, ગઈઈ ઇજઋ, વિજ્ઞાન આધારિતઓડિયો, વીડિયો, 3ઉ-અનિમેશન, અછ, ટછ થકી જીવંત અનુભૂતિ, ઇંજજઋ મૂળભૂત આયામ, કુટુંબ પ્રબોધન, ગર્ભાધાન સંસ્કાર, પુણ્યશ્ર્લોક અહલ્યાબાઈ વિષય પર સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવાન ઉદ્યોગ સાહસિકો સાથે સુરેશ ભય્યાજી જોશીના વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. મહર્ષિ વશિષ્ઠ યજ્ઞ શાળા, સેવાકાર્ય પ્રદર્શની, થીમ પ્રદર્શની પણ આ મેળામાં રહેવાની છે. મહિષાસુર મર્દિની, આચાર્ય વંદન, ક્ધયા વંદન, મા-દીકરી સંમેલન તેમજ નાટ્ય પ્રસ્તુતિ, માતૃ-પિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માનનું સુંદર આયોજન મેળામાં કરવામાં આવ્યું છે. ભારત નવજાગૃતિમાં વ્યાવસાયિકોની ભૂમિકા વિષય પર પ્રોફેસર ભગવતી પ્રકાશ શર્મા, ચેરમેન, UNESCO-MGIEP વાર્તાલાપ કરશે. કાર્યક્રમના સમાપનમાં પૂ દ્વારકેશલાલજી વૈષ્ણવાચાર્ય, કલ્યાણ પુષ્ટિ હવેલી, અમદાવાદ તથા પૂ. સંતપ્રસાદ સ્વામી, હાલોલ ઉપસ્થિત રહેવાના છે.



