દાડમ ખાવાના અનેક ફાયદા છે. તેને રોજ સવારે ખાલી પેટે ખાવાથી સ્કીનથી લઈને BP સુધીની દરેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જાણો દાડમથી મળતા લાભ વિશે.
પોષક તત્વોનો ભંડાર છે દાડમ
દાડમ પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. દરરોજ તેનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ મળે છે. દાડમ પોતાના ખાટ્ટા અને મીઠા સ્વાદના કારણે ફેમસ છે. પોષક તત્વોથી ભરપૂર આ ફળમાં વિટામિન-સી, કે, ફોલેટ અને પોટેશિયમ વધારે પ્રમાણમાં મળી આવે છે.
- Advertisement -
ખાલી પેટે ખાવાથી મળશે ફાયદો
દાડમમાં પ્યુનિકેલાગિન્સ અને ફ્લેવોનોઈડેસ નામના બે શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ડ મળી આવે છે. જાણો રોજ ખાલી પેટે એક દાડમ ખાવાથી શરીરને શું શું લાભ મળશે.
એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર
રોજ ખાલી પેટે 1 દાડમ ખાવાથી શરીરમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર નિયમિત રીતે દાડમ ખાવાથી સ્ટ્રેસ અને સોજાની સમસ્યા ઓછી થાય છે. દાડમ હાર્ટના રોગ, કેન્સર અને ડાયાબિટીસની બીમારીથી બચવામાં મદદ કરે છે.
હાર્ટ હેલ્થ
દાડમ અને એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણો માટે ફેમસ છે. દાડમ હૃદય રોગોમાં મદદ કરે છે. દાડમ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ રહે છે. દાડમ બીપીની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. અને હાર્ટ એટેકના જોખમને પણ ઓછું કરે છે.
- Advertisement -
પાચન શક્તિ વધારે છે દાડમ
દાડમ ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબર મળ ત્યાગમાં મદદ કરે છે. દાડમ ખાવાથી આંતરડાની સફાઈ થાય છે. દાડમમાં હાજર એન્ટી-ઈન્ફ્લામેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પાચન તંત્રમાં સોજાને ઓછો કરે છે. દાડમ ખાવાથી પેટના ચાંદાની સમસ્યામાં પણ રાહત મળે છે. તેના ઉપરાંત પેટની બધી સમસ્યાઓથી બચવામાં દાડમ ખાવું ફાયદાકારક છે.
એન્ટીઈન્ફ્લામેટ્રી પ્રોપર્ટીઝ
દાડમમાં હાજર એન્ટીઈન્ફ્લામેટ્રી પ્રોપર્ટીઝ શરીરના અંદર સોજાની સમસ્યાને ઓછુ કરે છે. દાડમ ખાવાથી જુનામાં જુના સોજાની સમસ્યામાં પણ રાહત મળે છે. જે લોકોને સાંધામાં દુખાવો અને સોજા રહે છે. તેમણે રોજ દાડમ ખાવા જોઈએ. દાડમ કોલન કેન્સરથી પણ બચાવે છે.
ઈમ્યુનિટી
દાડમ વિટામિન-સીનો મુખ્ય સોર્સ છે. માટે ઈમ્યુનિટીને મજબૂત કરવા માટે દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. દાડમ ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. દાડમમાં હાજર વિટામિન-સી શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ્સના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. જે ઈમ્યુનિટી માટે જરૂરી છે.
સ્કીન હેલ્થ માટે ફાયદાકારક
દાડમમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન-સી સ્કીન હેલ્થને સારી કરે છે. દાડમમાં હાજર કમ્પાઉન્ડ્સ ત્વચાને સન ટેનિંગથી બચાવવા અને સ્કીનને એન્ટી એજિંગથી બચાવવામાં મદદ કરે છે. દાડમ સ્કીનમાં કોલેજનને વધારવામાં મદદ કરે છે.
બ્રેઈન હેલ્થમાં સુધારો
દાડમનું સેવન મસ્તિષ્કના વિકાસ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દાડમમાં હાજર એલાગિટેનિન નામનું એન્ટીઓક્સીડેન્ટથી કોઈ પણ ન્યૂરો બીમારીના ખતરાથી બચાવી શકે છે.