ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પોલીસની કરોડરજ્જુ સમાન
આરોપી પ્લાસ્ટિક સર્જરી કરીને પોતાનો ચહેરો બદલી શકે છે, સેક્સ ચેન્જ કરીને મેલમાંથી ફીમેલ થઈ શકે છે પણ ફિંગર પ્રિન્ટ બદલી શકતો નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં બનતાં ગંભીર પ્રકારના ગુનાઓ અને ગુનેગારને શોધીને જેલના સળીયા ગણતો કરી દેવાના કિસ્સાઓમાં શ્રોય પોલીસ ડિપાર્ટમેન્ટને મળતો હોય છે. પરંતુ એક વિભાગ એવો પણ છે જે ક્રાઈમ સીનથી લઈને આરોપીની ધરપકડ થતાં સુધી મહત્વની ભૂમિકા ભજવે છે અને તે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ડિપાર્ટમેન્ટ છે. રાજયના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પાસે 20 લાખ આરોપીઓની ફિંગર પ્રિન્ટ ઉપલબ્ધ છે. આ ડિપાર્ટમેન્ટને હાઈટેક બનાવવા માટે પાછલા દાયકામાં પોલીસ તરફથી કરવામાં આવેલી ફિંગર પ્રિન્ટની પ્રક્રીયાને ડિજિટલાઈજેશન કરવાનો સાયન્ટિફીકલી પ્રોસીજર ચાલી
રહયો છે.
વ્યકિતની ઓળખ માટે ફિંગર પ્રિન્ટ એક એવો મહત્વનો પુરાવો છે કે, જે ક્યારે પણ બદલાઈ શકતો નથી. એક વખત આરોપી પ્લાસ્ટિક સર્જરી કરીને ચહેરો બદલી શકે છે. તેથી વધુ સેક્સ ચેન્જ કરાવીને મેલમાંથી ફીમેલ સુધ્ધા થઈ શકે છે. આરોપી ભલે સેક્સ ચેન્જ કેમ ના કરી લે પણ તેના હથેળીની રેખા બદલી શકાતી નથી. આઝાદી પહેલા અંગ્રેજોના સાશનકાળથી પોલીસ સ્ટેશનોમાં કાનૂની પ્રક્રીયા વખતે ફિંગર પ્રિન્ટ લેવામાં આવે છે.
ગુજરાતમાં સને 2004 સુધી ફિંગર પ્રિન્ટ ડિપાર્ટમેન્ટ પોલીસના તાબા હેઠળ હતો. ત્યાર પછી ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં સમાવાયુ છે. જે રીતે વેબ સિરીઝોમાં ક્રાઈમ સિને મહત્વ આપવામાં આવી રહયુ છે તે જોતા લોકોમાં ફિંગર પ્રિન્ટ વિશે સમજણ વધી છે. રેપ, મર્ડર, લૂંટ તેમજ ચોરી જેવા કિસ્સાઓમાં પોલીસ કરતાં ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની ભૂમિકા મહત્વની હોય છે. ગુનેગાર ગમે તેટલો શાતિર દિમાગનો કેમ ના હોય તે કયાંકને કયાંક ફિંગર પ્રિન્ટનો પુરાવો છોડીને જતો હોય છે. ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સ્થળ ઉપર મેગ્નિફાઈંગ ગ્લાસ અને કેમીકલના પ્રયોગોથી ફિંગર પ્રિન્ટ શોધી કાઢતી હોય છે અને આ પ્રિન્ટનો ડેટા બેંકમાં સંગ્રહ કરતી હોય છે. ગુજરાત પોલીસ સાથે સંલગ્ન ફોરેન્સીલ સાયન્સ લેબોરેટરી પાસે રાજય ભરના 20 લાખ જેટલા આરોપીઓની ફિંગર પ્રિન્ટની ડેટા બેંક ઉપલબ્ધ છે.