ખાસ-ખબર સંવાદદાતા
ધી વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતિ કે.એમ.સવજાણી અને શ્રીમતિ કે.કે.સવજાણી બીબીએ/બીસીએ/કોમર્સ કોલેજ-વેરાવળ તથા એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નીકલ ઇન્સ્ટીટ્યુટ- ચાંડુવાવના સંયુક્ત ઉપક્રમે સવજાણી કોલેજના રજત જ્યંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આઇટી ટેકફેસ્ટ અને ફનફેર-2022નું આયોજન તા.31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી ના રોજ સવજાણી કોલેજ ખાતે કરવામાં આવેલ હતું ઉદઘાટન સમારોહમાં ગવર્મેન્ટ સાયન્સ કોલેજના આચાર્યા ડો. સ્મિતાબેન છગ, સંસ્થાના ચેરમેન ડો.એસ.એમ.પોપટ, સેક્રેટરી ગિરીશભાઇ કારીયા, ટ્રસ્ટી નવલભાઇ ભાવસાર, ગિરીશભાઇ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા આઇટી, મેનેજમેન્ટના પ્રોજેક્ટ્સ, ફુડ ઝોન, ગેમઝોનમાં કુલ મળીને 30 (ત્રીસ) જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારત અને ડિજીટલ ઇન્ડીયાના મોડેલને સફળ બનાવવા પ્રયત્ન કરેલ હતો. શહેરની અન્ય શાળા/કોલેજના અંદાજીત 2000થી વધુ વાલી તેમજ વિદ્યાર્થીઓએ આ ટેકફેસ્ટ-ફનફેરની મુલાકાત લીધેલ હતી. સમગ્ર કાર્યક્રમને સવજાણી કોલેજ તેમજ સોનેચા કોલેજના સ્ટાફ દ્વારા સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.