સુપરહિટ ફિલ્મો બાદ હવે રણવીર સિંહ ટીવીના નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યો છે.
જો કે, આ વખતે મનોરંજન સાથે તે લોકોને કેટલાક પૈસા જીતવા માટે મદદ કરવા જઈ રહ્યો છે.

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહનો ટેલિવિઝન ડેબ્યુ રિયાલિટી શો ‘ધ બિગ પિક્ચર’ આજે લોન્ચ કરવામાં આવ્યો છે. આ દરમિયાન અભિનેતાનો શાનદાર લુક જોવા મળ્યો છે.
રણવીર સિંહે આ શોના લોન્ચિંગમાં ખૂબ જ મજા કરી હતી, તે ડાન્સ સાથે પ્રેક્ષકો સાથે જોડાતા જોવા મળ્યા છે.
કલર્સ ટીવી પર આવતા રણવીર સિંહનો આ રિયાલિટી શો 16 ઓક્ટોબરથી રાત્રે 8 વાગ્યે પ્રસારિત થવા જઈ રહ્યો છે.

રણવીર સિંહનો નવો રિયાલિટી શો એક મજેદાર ક્વિઝ ટેસ્ટ હશે. જેમાં સ્પર્ધકો એક જ સવાલનો ખોટો જવાબ આપીને તમામ નાણાં ગુમાવશે.

તમને જણાવી દઈએ કે રણવીર સિંહના આ શોમાં સ્પર્ધકોની દ્રશ્ય યાદશક્તિનું પરીક્ષણ કરવામાં આવશે. આ ક્વિઝ રિયાલિટી શોમાં પણ અન્ય ક્વિઝ રિયાલિટી શોની જેમ ત્યાં હાજર સ્પર્ધકોના જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે.

આ શોમાં ભાગ લેનાર સ્પર્ધકોએ 12 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. આ સુધી પહોંચવા માટે સ્પર્ધકોને 3 લાઈન લાઈફ પણ આપવામાં આવશે.






