દાંડિયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
શ્રી પરશુરામ યુવાગ્રુપ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીનો પાવન જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા આયોજન કરાયું છે. આ અવસરે તા. 28 એપ્રિલ 2025, સોમવાર અને મંગળવારના રોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તા. 28/04/2025ના રોજ રાત્રે 9:00 કલાકે શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ ખાતે દાંડિયારાસનો આનંદ લેવાશે. ત્યારબાદ, મંગળવારના દિવસે સાંજે 4:00 કલાકે શ્રી ગાયત્રી મંદિર, વાઘપરા-14 થી શોભાયાત્રા નિકળશે જે શ્રી પરશુરામ ધામ ખાતે સમાપન પામશે. સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી તથા અન્નકૂટ અને ત્યારપછી સાંજે 8:00 કલાકે ભક્તિભર્યું મહાપ્રસાદ પણ આયોજિત છે. આ આયોજન માટે સમગ્ર શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી સક્રિય રીતે પ્રવૃત્ત છે. આ પ્રસંગે પ્રમુખ જયદીપભાઈ મેહતા તથા મહામંત્રીઓ ઋષિભાઈ મેહતા, હાર્દિકભાઈ ભટ્ટ અને ધ્વનિતભાઈ દવે માર્ગદર્શન આપી રહ્યા છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોરબી શહેર તથા આસપાસના શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહી શ્રી પરશુરામજીના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક આમંત્રણ અપાયું છે.