By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    53 minutes ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 hour ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    59 minutes ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 hour ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ત્રીજા કાર્યકાળમાં સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર : મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ત્રીજા કાર્યકાળમાં સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર : મોદી
રાષ્ટ્રીય

ત્રીજા કાર્યકાળમાં સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર : મોદી

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

પીએમ મોદીએ રામ મંદિરથી લઇ વિકસિત ભારત મુદ્દે વિપક્ષની ઝાટકણી કાઢી : 2047નો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાશે

આગામી સરકારના આકરા નિર્ણયોથી કોઇએ ગભરાવાની જરૂર નથી : ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકનારા બધા જ પસ્તાશે, દેશને કાળાનાણાં તરફ ધકેલાયો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16

સરકાર દ્વારા જેલ મોકલવામાં આવવાના વિપક્ષના આરોપોને ફગાવી દેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇડી દ્વારા નોંધવામાં આવેલા મોટાભાગના કેસ તે વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે છે જેને રાજકારણ સાથે કશું લાગતુંવળગતું નથી. પ્રામાણિકે ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને ડર રહે છે. તેની સાથે તેમણે ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસના પ્લાનની પણ વાત કરી હતી.
પીએમ મોદીના ભાષણોમાં 2024 નહીં પરંતુ 2047 સુધીનું લક્ષ્ય છે. તે અંગે તેમણે જણાવ્યું હતું કે બંને જુદી-જુદી બાબત છે. દેશ આ સમયે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સિવાય સો વર્ષ પૂરા થશે ત્યારે આ પ્રકારે 75 વર્ષ અને 100 વર્ષ એવા સીમાચિન્હો હોય છે જે એક પ્રકારનો નવો ઉત્સાહ ભરે છે. નવા સંકલ્પ માટે વ્યક્તિને જોશથી ભરી દે છે.

તેમણે આ ઉપરાંત ઇલેક્ટોરલ બોન્ડ્સ અંગે જણાવ્યું હતું કે ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ ડામવા માટે ઇલેક્ટરોલ બોન્ડની સ્કીમ લાવવામાં આવી હતી. હવે આ રદ થતાં દરેક જણને અફસોસ થશે કે કેમ આ સ્કીમ રદ કરાઈ. તેમણે જણાવ્યું હતું કે હવે ઇલેક્ટોરલ બોન્ડ જ નહીં હોય તો તમને કઈ સિસ્ટમથી નાણા આવ્યા અને કઈ સિસ્ટમથી જશે તેની ખબર જ ક્યાંથી પડશે.

- Advertisement -

હવે આઝાદીના સો વર્ષ આપણે પૂરા કરીશું તેના સંદર્ભમાં આ 25 વર્ષનો સૌથી વધુ ઉપયોગ આપણે કેવી રીતે કરીશું. દરેક પોતાનું લક્ષ્ય બનાવે. કોઈ ગ્રામ પ્રધાન લક્ષ્ય બનાવે કે તે તેના ગામમાં શું-શું કરશે. તેમણે હજી લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવ્યા પહેલા ત્રીજા કાર્યકાળની તૈયારી પણ કરી લીધી છે. તેમણે પોતાના 100 દિવસના આયોજન અંગે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે હું નથી માનતો કે મેં બધુ કરી લીધું છે. મારે હજી ઘણું બધું કરવાનું છે. હું જોઉં છું કે દેશમાં હજી પણ ઘણી જરુરિયાતો છે. દરેક કુટુંબનું સ્વપ્ન કેવી રીતે પૂરું થશે તે વાત મારા દિલમાં છે. તેથી જ હું કહું છું કે અત્યાર સુધી જે થયું હતું તે તો ટ્રેલર છે. તેથી મેં ચૂંટણી પહેલા જ આયોજન કરવાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી હું 2047ને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યો છું.

આ માટે મેં દેશના 15 લાખ લોકોના સૂચનો લીધા છે કે તેઓ આગામી 25 વર્ષોમાં દેશને કેવો જોવા માંગે છે. 15થી 20 લાખ લોકોએ સૂચનો આપ્યા છે. એઆઇની મદદથી આ સૂચનોને વિષય દીઠ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી 25 વર્ષના વિઝન માટે અધિકારીઓની સમર્પિત ટીમ બનાવી. આમ મારો જે આગામી 25 વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ બનશે તે 15થી 20 લાખ લોકોના વિચારોથી બનશે. તેના પછી હું ઇચ્છીશ કે દરેક રાજ્ય તેના પર કામ કરે. દરેક રાજ્યોને તેના પર શું લાગે છે, શું થઈ શકે છે, તે બધા રાજ્યોને મોકલાશે. પછી નીતિ આયોગની બેઠક બોલાવીને વ્યાપક ચર્ચા કરવામાં આવશે. તેના પછી અંતિમ આઉટપુટ નીકળશે.

તેમણે જણાવ્યું હતું કે 2019માં પણ આ જ રીતે 100 દિવસનું કામ આપીને જ ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો. સત્તા પર આવવાની સાથે જ કલમ 370 નાબૂદી, ત્રિપલ તલાકમાંથી મુસ્લિમ બહેનોને મુક્તિ, યુએપીએ બિલ, બેન્કોનું મર્જર પહેલા 100 દિવસમાં કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષના તે આરોપને નકાર્યો હતો કે ઇડી અને સીબીઆઇ જેવી કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ ભાજપ ઇલેક્ટોરલ બોન્ડના સ્વરુપમાં રાજકીય દાન મેળવવા માટે કરે છે અને તેની સાથે વિપક્ષ પર જૂઠાણા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. લગભગ ત્રણ હજાર કંપનીઓએ ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા રાજકીય ડોનેશન આપ્યું છે. આમાથી 26 કંપનીઓ પર જ ઇડી અને સીબીઆઇના દરોડા પડયા છે. આ 26માંથી 16 કંપનીઓએ જ તેમના પર દરોડા પડયા ત્યારે રાજકીય ડોનેશન આપ્યું હતું, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે હું તે વાત સાથે સંમત છું કે આ બાબત રાજકીય ડોનેશનને દરોડા સાથે જોડી શકે છે. ભાજપને આ 16 ફર્મ્સે 37 ટકા નાણા આપ્યા હતા અને બાકીના 63 ટકા નાણા વિપક્ષને મળ્યા હતા.  હવે તમે શું એમ કહેશો કે ઇડીએ વિપક્ષને ડોનેશન મળે તે માટે દરોડા પાડયા. અહીં જ વિપક્ષના શાસક પક્ષ પરના આરોપો આધારવિહીન સાબિત થાય છે.

રોકાણ કોઇ પણ કરે પણ ઉત્પાદનમાં પરશેવો ભારતીય હોવો જોઇએ : મોદી
ઇલોન મસ્ક પહેલા પણ કહી ચૂક્યા છે કે તેઓ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. પીએમ મોદીએ 2015ની એક વાતને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ તે સમયે અમેરિકાના પ્રવાસમાં ટેસ્લાના કારખાનાને જોવા ગયા હતા. તે સમયે મસ્કે તેમને મળવા માટે તેમની અગાઉની નક્કી થયેલી બધી બેઠક રદ કરી હતી. મસ્કે મને પૂરી ફેક્ટરી બતાવી અને હું તેમના વિઝનને સમજ્યો. તેના પછી હું તેમને 2023ના વર્ષમાં મળ્યો અને હવે તે ભારત આવી રહ્યા છે. જો કે મસ્ક તેમના ફેન હોવાની વાતને તેમણે નકારી કાઢી હતી. મસ્ક આ મહિને પીએમ મોદીને મળવા માટે ભારત આવશે. મસ્કે પોતે જ આ જાણકારી આપી છે. આ દરમિયાન મસ્ક ભારતમાં લઈને કોઈ મોટા રોકાણની જાહેરાત કરી શકે છે. મસ્ક ભારતમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને ઘણા ઉત્સુક છે. તે ઘણી વખત તેને લગતી ઇચ્છા પણ જાહેર કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. તેથી દરેક દેશમાં હોય તેવી ઇલેક્ટ્રિક કારો ભારતમાં હોવી જરુરી છે.

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

TAGGED: GOVERNMENT, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામનવમીના પર્વે અયોધ્યાની અનુભૂતિ કરાવતી શોભાયાત્રાનું રાધેશ્યામ ગૌશાળા અને VHP દ્વારા જાજારમાન આયોજન
Next Article લોકસભા ચૂંટણી 2024માં અત્યાર સુધીની સૌથી વધુ રૂ.4,650 કરોડની રકમ જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ
નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?