ગોંડલ એસ ટી ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ની હાલ વ્યાપી રહેલ કોરોના મહામારી ની ગંભીરતા લઈને ફરજીયાત કોરોના ટેસ્ટ ચકાસણી નો કેમ્પ ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે યોજાયો હતો. એસ ટી ના ડ્રાયવર તથા કંડકટરો મુસાફરો સાથે સંપર્ક રહેતા હોય ત્યારે તેમનું સ્વાસ્થ્ય તેમજ મુસાફરો ના સ્વાસ્થ્ય માટે આ કેમ્પ નું આયોજન 3 દિવસ માટે રાખવામાં આવનાર છે. જેમાં પ્રથમ દિવસે ૧૧૦ કર્મચારીઓ નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં ૫ (પાંચ) કર્મચારી પોઝીટીવ આવતા હેલ્થ ટીમ દ્વારા કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિશેષ મા ગોંડલ એસ ટી ડેપો મેનેજર જે આર અગ્રવાત દ્વારા જણાવ્યું હતું કે કોરોના તપાસ નો ખાનગી લેબોરેટરી ચાર્જ ૩૫૦૦/- જેટલો થાય છે,પરંતુ ગોંડલ આરોગ્ય ધનવતરી રથ દ્વારા તદ્દન ફ્રી મા તપાસ કરી આપવામાં આવે છે જેમાં ધન્વંતરિ રથ ના ડૉ. કિંજલ સખીયા તથા મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યાબેન પમનાણી દ્વારા તપાસ કરી આપવામાં આવનાર હોય જેથી આ રોગ ની ગંભીરતા તેમજ કુટુંબ પ્રત્યે ની જવાબદારી સમજી ફરજીયાત ના ધોરણે તપાસ કરે તેવી એસ ટી ડેપો મેનેજર જે આર અગ્રવત દ્વારા અપીલ કરવામાં આવી હતી.