ગોંડલ કોટડા સાંગાણી રોડ પર બાઈક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.ત્યારે ગોંડલથી કોટડા સાંગાણી તરફ જઈ રહેલા ડબલ સવારી બાઈક સવારને કોટડા સાંગાણી રોડ પર ચાલતા પૂલના કામમાં ડાઈવર્ઝન ન દેખાતા બાઈક સવાર પૂલ નીચે ખાડામાં ખાક્યો હતો.ખાડામાં બાઈક સવાર ખાબકતા 1 નું મોત નિપજ્યું હતું અને 1 ને ગંભીર ઈજા થવા પામી હતી.મૃતક અને ઈજાગ્રસ્તને નગર પાલિકા એમ્બ્યુલન્સે ઘટના સ્થળે દોડી જઈને ખાડામાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં .જ્યારે આ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ ગોંડલથી પાંચીયાવદર જઈ રહ્યાં હતા અને અકસ્માત ડાઈવર્ઝન ન દેખાતા સર્જાયો હતો.ત્યારે અકસ્માતનો ભોગ બનેલ પાંચીયાવદર ગામે ખેતમજૂરી કામ કરતા હોવાની વિગતો સામે આવી છે.જેમાં અકસ્માતમાં મૃતક માનસિંગ ડુમીભાઈ ઉ.વ.50 અને ઈજાગ્રસ્ત મહેશ માનસિંગ ઉ.વ.28 હોવાની વિગતો જાણવા મળી છે.તો બીજી તરફ પોલીસે અકસ્માતની આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.