ગોંડલ એશીયાટીક એન્જિનિયિંગ કોલેજ ખાતે સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના ની ગાઈડ લાઈન મુજબ સંતો મહંતો અને મહાનુભાવો એ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરતા જોવા મળ્યા હતા.

સંત સંમેલન માં વિવિધ સંસ્થા ના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના ની ગાઈડ લાઈન મુજબ તમામ સંતો મહંતો એ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું.

ગુજરાતના પ્રદેશ પ્રમુખ ડી. જી. વણજારા (પુર્વ-IPS) પણ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ અને સોરાષ્ટ્રની દેહાણ ની જગ્યાઓ ના પુજનીય, સંતો, મહંતઓ તેમજ મહામંડલેશ્વર સંતોની એક ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આધુનિક ભારતની રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતો નું સ્થાન, ભુમિકા અને ભાવીસંકેત પર રાષ્ટ્ર વંદના મંચ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ડી. જી. વણજારા (પુર્વ-IPS) તેમજ ગોપાલભાઇ ભુવા (પ્રમુખ – રાષ્ટ્ર વંદના મંચ , સૌરાષ્ટ્ર વિભાગ) ની પ્રેરણા થી સૌરાષ્ટ્ર કચ્છ ના પુજનીય સંતો મહંતો સાથે એક પરીસંવાદનુ આયોજન કરવામાં આવેલ હતું.

ધર્મ સભાના કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય શેરનાથબાપુ ગોરખનાથ આશ્રમ જુનાગઢ, કરસનદાસબાપુ પરબ, નરેન્દ્ર બાપુ આપાગીગા નો ઓટલો ચોટીલા, પુ. કેશવાનંદજી મહારાજદ્વારકા, પુ. મહંત ભરતબાપુ મોવિયાધામ વડવાળી જગ્યા, પુ. મંચ્છારામબાપુ સરતાનપરબંદર તળાજા, પુ. લખમણદાસ બાપુ સેલખંભાળીયા, પુ. દીલીપદાદા મોરજર કચ્છ, પુ. કોઠારી દિવ્યપુરુષ સ્વામી BAPS ગોંડલ દ્વારા કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય બાદ વિસ્તૃત ચર્ચા વિચારણા ના અંતે ગુજરાત લેવલે એક ચોક્કસ માળખા ને આકાર આપવાની દીશા તરફ આગળ વધારવામાં આવશે આ સંત મીલન સમારંભમાં ઉપસ્થિત રહી વૈદિક સંસ્કૃતિ ના ઉત્થાન માં સક્રિય યોગદાન અને આશીર્વાદ આપવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છના નામાંકિત દેહાણની જગ્યાધારી પુ.સંતો,મહંતો પધાર્યા હતા અમે સાધુ સંપ્રદાયોમાં વણ લિખિત એવી માન્યતા હોય છે કે સિધ્ધ ક્ષેત્રમાં ઓછામાં ઓછું બાર વર્ષ રહેવું આવા સિધ્ધ ક્ષેત્રોમાં હિમાલયમાં જ્ઞાન ગંજ, નર્મદા કિનારો, વિંધ્યાચલ, ગિરનાર, આબુ વગેરેનો સમાવેશ થાય છે આ ક્ષેત્રોમાં સાધકને ઝડપથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે સૂક્ષ્મ દેહે વિહરતા સિધ્ધો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે ગિરનાર ક્ષેત્રમાં કે અન્ય સિધ્ધ ક્ષેત્રમાં બાર વર્ષ રહેવું એને સાધુશાહી ભાષામાં જોગ કમાવવો કહે છે

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અલ્પેશબાપુ મોવિયાધામ વડવાળી જગ્યા તેમજ દીવ્યેશભાઇ વીરડીયા અને એશિયાટિક કોલેજ ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.