ગોંડલ શહેરના ભગવતપરા શાળા નં 5 પાસે આવેલા બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતા લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા.સમગ્ર ઘટના ની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ના અધિકારી દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક પોલીસ તેમજ નગર પાલિકા ની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડો દેખાતા 1અજાણ્યા યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ એ ખસેડાયો હતો.હાલ ઘટના સ્થળ પર મામલતદાર,સિટી પોલિસ સહિત નો કાફલો પોહચી ગયેલ છે.લોકો બીક ના લીધે પોતાના ઘર ની અગાસી પર ચડી ગયા હતા.પોલીસ દ્વારા લોકો ના ટોળા ને ખસેડવા માં આવ્યા.મકાન ની અંદર દીપડો છે કે નહીં તે તપાસ કરવા જતા ફોરેસ્ટ અધિકારી અને ફાયર ની ટીમ પર અચાનક જ દીપડા એ હુમલો કરતા ફાયર ના એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યો હતો.મકાન માં હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા ને પકડવા કામગીરી હાથ ધરાઈ
ગોંડલ/ભગવતપરામાં બંધ મકાનમાં દીપડો આવી ચડતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા,ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે
You Might Also Like
Follow US
Find US on Social Medias