પૂજા કગથરા ,
કન્સલ્ટન્ટ ડાયેટિશિયન
બાળકો ચેપ અને આરોગ્યની સમસ્યાઓ માં વધુ સંવેદનશીલ હોય છે. તેમાં પણ જ્યારે ડબલ સિઝન અને શિયાળાની શરૂઆતમાં ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે. સામાન્ય રીતે શરદી,ફ્લૂ,ગળાના ચેપ અને પેટની સમસ્યા વધારે જોવા મળે છે.
સામાન્ય રીતે બાળકો વધુ નિશ્ચિંત હોય છે મોટે ભાગે બહાર રહેવાનું પસંદ કરતા હોય છે આ ઉપરાંત સ્કૂલે જતાં બાળકો એકબીજાના સંપર્કમાં આવવાથી એકબીજાના લંચ બોક્ષ તથા વસ્તુ શેર કરવાથી એક બીજા ની ચેપ લાગે છે.
શાળાએ જતા બાળકો ને પોતાનું બ્રેઇન સતેજ રહે એ માટે તેના બોડીને એક સપોર્ટ સિસ્ટમ ની જરૂર હોય છે તે સપોર્ટ પરિવાર, શિક્ષકો અને રોગ પ્રતિકારક શક્તિમાંથી મળે છે . ઇમ્યુન સિસ્ટમ એ કોષો , પ્રોટીન અને અવયવોનું નેટવર્ક છે જે ચેપ સામે લડવામાં અતિ મહત્વના છે. માટે જ ઇમ્યુન સિસ્ટમને વધારે મજબુત બનાવવા માટે યોગ્ય ખોરાક અને હેલ્ધી લાઈફ સ્ટાઈલમાં પાયાની જરૂરિયાત છે. સંતુલીત આહાર અને દરેક વિટામિન્સ એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રામબાણ ઇલાજ છે.
વિટામિન A, C, D, E, બી કોમ્પલેક્ષ, આયર્ન, ઝીંક સેલેનિયમ એ દરેક સ્કૂલે જતાં બાળક માટે આવશ્યક છે અને આ વિટામિન્સ મેળવવા માટે આપણે રેઈન્બો ફૂડ લેવા જોઈએ રેઈન્બો ફૂડ એટલે કે દરેક કલર ના ફળો અને શાકભાજીનો ઉપયોગ બાળકના આહારમાં કોઈને કોઈ રીતે કરવો જોઈએ જો બાળક આવો ખોરાક ખાવા માટે આનાકાની કરતું હોય તો તેને ટેસ્ટી બનાવવો જોઈએ દરેક આહાર દેખાવમાં આકર્ષક લાગે એવો બનાવવો જોઈએ જેથી બાળક હેલ્ધી ખોરાક તરફ આકર્ષાય
ફૂડ કે જે રોગ પ્રતિકાર શક્તિ અને વેગ આપે છે:-
દહીં- દહીંમા પ્રોબાયોટિક્સ નામના સહાયક જંતુઓ હોય છે જે આંતરડામાં રહે છે અને તે શરીરને માંદગી સામે લડવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે જે બાળકોને દહીં પીવાની ટેવ હોય છે તે બાળકોમાં શરદી, કાનના ચેપ અને ગળાના ઇન્ફેક્શન ૨૦ ટકા અન્ય બાળકો કરતા ઓછા લાગે છે
ફળો અને શાકભાજી- બધા મોસમી ફળો અને શાકભાજી એ એંટીઓક્સીડેંટ અને વિટામિન થી સમૃદ્ધ છે આ ખોરાક જૂથોમાં કેલેરી ઓછી હોય છે પરંતુ મોટાભાગના વિટામિન એ અને સી થી ભરેલા હોય છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બુસ્ટર ડોઝ સાબિત થાય છે જામફળ, નારંગી, પપૈયા, બેરી, તરબૂચ, દ્રાક્ષ, કીવી એવોકાડો એ મહત્વપૂર્ણ ફળો છે. તથા શાકભાજીમાં કોળું ડુંગળી પરવળ , લીલા પાંદડાવાળી ભાજી વગેરે અગત્યના છે. જે ફળોમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તે ફળો એન્ટિ-ઓક્સિડન્ટ થી ભરેલા હોય છે જે શરીરમાં ફ્રી રેડીકલ્સ ને કારણે થતા ઑક્સિડેટીવ તાણ સામે લડવામાં મદદ કરે છે અને ઇમ્યુન બુસ્ટિગ ફૂડ તરીકે કાર્ય કરે છે.
ડ્રાયફ્રુટ્સ- બદામ, અખરોટ,કાજુ, પિસ્તા, કિસમિસ,અંજીર, જરદાળુ, ખજૂર,ખારેક જેવા ડ્રાયફ્રુટ એ બાળકો માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે કાર્ય કરે છે.
ડ્રાયફ્રુટ એ એનર્જીથી ભરપૂર હોય છે આ ઉપરાંત તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ્સ એ બાળકોમાં શ્વસન ના ચેપની સંખ્યામાં ઘટાડો કરે છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ એ વિટામિન ઈ અને મેંગેનીઝ થી ભરેલા હોય છે જે એક મજબૂત પ્રતિરક્ષા વધારે છે તેમજ તે કુદરતી કિલર સેલ પ્રવૃત્તિ ને વધારે છે.
આ ઉપરાંત બાળકો ને આપણા દાદીમાં વખતનો ખોરાક જેવો કે ગોળ ,ચીકી, મધ , મમરા, લાડુ, સીરો, રાબ ,દૂધ, વગેરે શરીર ની યોગ્ય વૃધ્ધી માટે ખુબ ઉપયોગી છે.
બાળકને દરરોજ ૧૦ થી ૧૧ કલાકની શાંત નીંદર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આવશ્યક છે જે રોગપ્રતિકારક શક્તિને ગંભીર રોગથી બચવા માટે યોગ્ય એન્ટી બોડિઝ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત પૂરતી ઊંઘ એ શ્વેત રક્તકણોનું નિર્માણ કરે છે.
૩ થી ૫ વર્ષના બાળકો માટે ૧૦ કલાકની ઊંઘ
૬ થી ૧૩ વર્ષના બાળકો માટે ૧૧ કલાકની ઊંઘ
૧૪થી ૧૭ વર્ષના બાળકો માટે ૮ થી ૧૦ કલાક ની ઊંઘ
બાળક માટે દિવસનો સૂર્યપ્રકાશ એ વિટામીન ડી માટે ખુબ મહત્વનો છે દરરોજ ઓછામાં ઓછું બે થી ત્રણ લિટર પાણી ઉપરાંત શુપ, દૂધ, જ્યુસ, નાળિયેર પાણી, છાશ, લીંબુ પાણી વગેરેનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો
સુગર ,જંક , ઓઇલી ફુડ , થી દૂર રહો પ્રસંગોપાત બરાબર છે પરંતુ નીયમીત પણે લેવાય ત્યારે આ ખોરાક બાળકો ની રોગપ્રતિકારક શક્તિ અને માનસીક સ્વાસ્થય બગાડે છે.
ચોક્લેટ ,આઇસ્ક્રીમ ,ગોલા, કોલ્ડ્રીંક પણ ક્યારેક આનંદ માટે લેવાય પરંતુ તેની આદત એ શરીર માટે નુકશાન કારક છે.
બાળકની સ્વસ્થતા એ તેની સારી હેલ્ધની પ્રથમ નીશાની છે, માટે વગર ભુલ્યે ભોજન પહેલા, બહારથી આવી ત્યારે હાથ વ્યવ્સ્થીત ધોવા જોઈએ સવાર સાંજ બન્ને ટાઇમ હુંફાળા પાણી થી સ્નાન કરવુ જોઇએ ,સારા ગીત સાંભળવા ,પ્રાર્થના ગાવી વાર્તા ઓ કરવી એ બાળકના માનસીક સ્વાસ્થય ને બીલ્ડઅપ કરવા માટે ખુબ આવશ્યક છે .આ ઉપરાંત બાળકના સારા સ્વાસ્થય માટે સૌથી અગત્ય નુ બાળકને પ્રેમપુર્ણ અને પોઝીટીવ વાતાવરણ પુરુ પાડવુ જોઈએ.
કસરત તમારા બાળકને રોગથી મુક્ત રાખવા માટેનો એક ઉતમ માર્ગ છે દરરોજ ૪૫ મિનિટ જેટલી નિયમિત શારીરિક પ્રવૃત્તિ રોગ પ્રતિકારક શક્તિને વેગ આપે છે આ ઉપરાંત બીજા અન્ય ઘણા આરોગ્ય લાભ આપે છે.
તો આવો આપણે આપણા બાળક માટે બાળક બનીને અને તેના માતાપિતાથી વધારે મિત્ર બનીને તેના જીવનના દરેક ઉતર ચઢાવ માં તેનો સાથ આપીએ.