ગોંડલ સરકારી હોસ્પિટલ ના પૂર્વ મેડિકલ ઓફિસર રામપ્રવેશ મહેન્દ્રભાઈ શાહને લાંચના ગુનામાં ત્રણ વર્ષની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફટકારી.

પ્રાપ્ત વિગતો મુજબ દસ વર્ષ પહેલા ગોંડલમાં રહેતા બ્રિજરાજસિંહ લખધીરસિંહ વાઘેલા જેઓ પીજીવીસીએલમાં ફરજ બજાવતા હતા અને તેમને સીકનું મેડિકલ સર્ટિફિકેટ મેળવવું હોય અને જે સર્ટિફિકેટ મેળવવા માટે ડૉ રામ પ્રવેશ મહેન્દ્ર શાહે રૂ. 200 ની માગણી કરી હતી જેથી ફરિયાદી બ્રિજરાજસિંહ એલસીબી પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ એસીબી દ્વારા છટકુ ગોઠવતા ડોક્ટર રામપ્રવેશ શાહ ઝડપાઈ જવા પામ્યા હતા ઉપરોક્ત કેસ સેસન્સ કોર્ટ માં ચાલી જતાં સરકારી વકીલ ઘનશ્યામ ભાઈ ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજો પુરાવા રજુ કરવામાં આવેલ હતા ત્યારબાદ ન્યાયમૂર્તિએ સાહેદો ની જુબાની અને વકીલોની દલીલોને ધ્યાને લઇ લાંચરૂશ્વત ધારા ૧૯૮૮ની કલમ ૭ ના ગુનામાં આરોપી ડોક્ટર રામ પ્રવેશ મહેન્દ્ર શાહ ને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સજા તથા રૂપિયા 2500નો દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.