સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓ તરફથી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, હકીકત મેળવી તેમનાં ઉપર રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ના.પો.અધિ.શ્રી સી.પી.મુંધવા, લીંબડી ડીવીઝનનાઓ દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૦નાં લીંબડી ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબીશનનાં કેસ શોધી કાઢવાની ડ્રાઇવ રાખી, પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર નાકાબંધી કરી અસરકારક રેઇડો કરી, કાર્યવાહી કરવા સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.

•  સદરહુ ડ્રાઇવ દરમ્યાન
સાયલા પોલીસ સ્ટેશન દ્વારા ફોર્ડ ફીઆસ્ટા ફોર વ્હીલ રજી નં. GJ 01 KM 4662 વાળીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ-૪૮ કિ.રૂ.૪૦૮૦૦/- તથા રોયલ ચેલેન્જ ગોલ્ડ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ-૫૮ કિ.રૂ.૩૦૧૬૦/- નો જંગી જથ્થો તથા ફોર્ડ ફીઆસ્ટા ફોર વ્હીલ નં GJ 01 KM 4662 કી.રૂ.૧,૦૦૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા લાયસન્સ ની કિ.રૂ.૦૦/૦૦ એમ મળી કુલ રૂ.૧૭૧૪૬૦/- ના મુદામાલ સાથે આરોપી-મયુરસિંહ નારસંગજી રાઠોડ જાતે દરબાર ઉ.વ.૪૯ રહે.જામનગર શાન્તીનગર-૧ના ચેડે ચકીવાડી ગલી તખુભા દોલુભા જાડેજાના મકાનવાળાને પકડી પાડી, સાયલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી મજકુર તેમજ ગુન્હામાં સંડોવણી જણાય તે તમામ વિરૂધ્ધ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

•  નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા રાજપરા ગામે આરોપી કરશનભાઇ મીઠાભાઇ જાદવ જાતે.ત.કોળી ઉ.વ.૫૫ રે.રાજપરા તા.ચોટીલાવાળાનાં રહેણાંક મકાને રેઇડ કરતા, ગેરકાયદેસર રીતે પોતાનાં રહેણાંક મકાને દેશી દારૂ લીટર ૧૭ કિ.રૂ.૩૪૦/૦૦ સાથે પકડાય જતા તેમજ (૧) આરોપી- વલ્લભભાઇ લવજીભાઇ સાપરા જાતે.ત.કોળી ઉ.વ.૩૫ ધંધો.ખેતી રહે.રાજપરા તા.ચોટીલા (૨) આરોપી કરશનભાઇ મીઠાભાઇ જાદવ જાતે-ત.કોળી ઉ.વ.૫૫ રે.રાજપરા તા.ચોટીલા (૩) આરોપીઃ- દિનેશભાઇ કરશનભાઇ જાદવ જાતે.ત.કોળી ઉ.વ.૨૫ ધંધો.ખેતી રહે.રાજપરા તા.ચોટીલાવાળાઓ ત્રણેય જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડી તેઓ તમામ વિરૂધ્ધ અલગ અલગ પ્રોહીબીશનનાં ગુન્હાઓ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

•  ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા પીયાવા ગામની સીમમા રેઇડ કરી, આરોપી -દેવરાજભાઇ અમરશીભાઇ દેવીપુજક રહે.પીયાવા ગામની સીમમા તા.ચોટીલાવાળો કબજા હવાલાની વાડીમા ગેરકાયદેસર પાસપરમીટ વગર દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર આશરે ૨૦૦ કિ.રૂ.૪૦૦/- તથા એક પ્લા.નું બેરલ કિ.રૂ.૨૦૦/- ગણી એમ કુલ કિ.રૂ.૬૦૦/- નો મુદામાલ પોતાના કબજાની વાડીમા રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવેલ. મજકુર વિરૂધ્ધમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

•  ધજાળા પોલીસ સ્ટેશન દ્વારા ધાંધલપુર ગામે આરોપી જનકબેન W/O મોતીભાઇ દેવીપુજક રહે.ધાંધલપુર ઢોરા પાસે, તા.સાયલાવાળાનાં રહેણાંક મકાને રેઇડ કરતા, ગેરકાયદેસર રીતે પોતાનાં રહેણાંક મકાને દેશી દારૂ લીટર ૨ કિ.રૂ.૪૦/૦૦ સાથે પકડાય જતા તેઓ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

• ચુડા પોલીસ સ્ટેશન દ્વારા નવી મોરવાડની સીમમાં ગામ. નદીનાં ભોગાવામાં રેઇડ કરી, દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦ કિ.રૂ.૪૦૦ મળી આવેલ. સદરહુ દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો આરોપી ગીતાબેન W/O ગોવિંદભાઇ સવજીભાઇ કાંજીયા, તા.ચુડાવાળાએ રાખેલ હોવાનું જણાયેલ. તેમજ (૨) કુડલા ગામની સીમમાં સ્મશાન પાસે બાવળની કાંટમાં રેઇડ કરતા, દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર ૪૫૦ કિ.રૂ.૯૦ મળી આવેલ. સદરહુ દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો આરોપી ભરતભાઇ રવજીભાઇ દસાડીયા, જાતે-દેવીપુજક રહે.કુડલા તા.ચુડાવાળાનો હોવાનું જણાતા તે અંગે તેઓ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

•  લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી કરશનભાઇ ગટુરભાઇ બુટીયા જાતે.દેવીપૂજક ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે-મફતીયાપરા ભાઠીનાં હનુમાનમંદિર પાછળવાળાને લીંબડી બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણુ પીધેલ હાલતમાં પકડી પાડી તેઓ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
• પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઓચિંતી રેઇડો કરવામાં આવતા, પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાય ગયેલ હતો.
આ ડ્રાઇવ દરમ્યાન ઇંગલીશ દારૂનો ગણના પાત્ર કેસ ૦૧ , કબજાનાં કેસો ૦૪, ભઠઠીના ૦૩ કેસો , પીવાનાં o૪ કેસો લીંબડી ડીવીઝન દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી