ગોંડલ

પારડીના શીતળા માતાજીના મંદિર પાસે રહેતી સગર્ભા પરિણીત પુત્રી ને તેના સગા માતા-પિતાએ ઝેર પીવડાવી મારી નાખવાની કોશિશ કરી હોય જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં અદાલતે ત્રણ વર્ષની સખત કેદ ની સજા ફટકારતો હુકમ કર્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ કૈલાશબેન જયરાજભાઇ લાઠીયા એ માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય અને ગર્ભવતી બનતા તેના માતા મંજુલાબેન અને પિતા ગોવિંદભાઈ કરસનભાઈ ટુડીયા એ 10 વર્ષ પહેલાં ઝેરી દવા પાઇ મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોય જે અંગે લોધિકા પોલીસ મથકમાં ipc કલમ 307 328 126 મુજબનો ગુનો નોંધાયો હતો જે અંગેનો કેસ ગોંડલની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ ઘનશ્યામ ભાઈ ડોબરીયા ની દલીલો અને 18 શહીદોની જુબાની નોંધી મંજુલાબેન અને ગોવિંદભાઈને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.