લીંબડી પ્રાંત કચેરી ખાતે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ તેમના ટેકેદારો સાથે સાદગીપૂર્ણ રીતે ઉમેદવારી પત્રક ભર્યુ હતું, ઉમેદવારી પત્રક ફોર્મ ભરતી વેળાએ સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા હાજર ન રહેતા અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા, ત્યારે આ માહોલ વચ્ચે અને કોરોનાની મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખીને કિરીટસિંહ રાણાએ પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું. આ વેળાએ આર.સી.ફળદુ, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સાંસદ સચિવ પુનમભાઈ મકવાણા, જગદીશભાઈ મકવાણા, શંકરલાલ દલવાડી, રાજભા ઝાલા, શંકરભાઈ વેગડ, દિલીપભાઈ પટેલ ની સાથે અલ્પ સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા, બાદમાં કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા