ગોંડલના અધ્યતન નવનિર્મિત ટાઉનહોલ ખાતે રાજકોટ ઝોનની અંડર માં આવતી 29 નગરપાલિકા ઓની સમીક્ષા બેઠક યોજવા પામી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ ગાંધીનગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા એ જણાવ્યું હતું કે ટાઉનહોલ ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં દ્વારકા જામનગર થી લઈ સૌરાષ્ટ્ર રાજકોટ ઝોન ની અંદર આવતી 29 નગરપાલિકાની સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં દરેક નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હાજર રહ્યા હતા જેમને ફાઈનાન્સ બોર્ડ ના ધનસુખભાઈ ભંડેરી તેમજ ગાંધીનગર ખાતેથી હાજર અધિકારીઓ દ્વારા સરકારી ગ્રાન્ટના ઉપયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યા હતા આ સાથે ગોંડલ શહેરના રોડ-રસ્તા લાઈટ પાણીની વ્યવસ્થા તેમજ ટાઉનહોલ જેવા અદ્યતન સ્ટ્રક્ચર દરેક નગરપાલિકામાં નિર્માણ થાય તેવા સૂચન કર્યા હતા આ તકે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, ઠાકોર કોળી વિકાસ નિગમ ના ભુપતભાઈ ડાભી સહિતનાઓ હાજર રહ્યા હતા