જમીન સ્વાસ્થ્ય વૈશ્ર્વિક સમસ્યા બની ગઇ છે ત્યારે સરકારશ્રી દ્વારા જમીન સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી સમગ્ર ભારત દેશમાં જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. તેવી જ રીતે કેવીકે ગીર સોમનાથ દ્વારા ગીરગઢડા તાલુકાના ઝાંઝરીયા ગામે વિશ્ર્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પુજાબેન નકુમ વિષય નિષ્ણાત (કૃષિ વિસ્તરણ) દ્વારા જમીન સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનો હેતુ, જમીન ચકાસણીનું મહત્વ, પ્રાકૃતિક ખેતી દ્વારા જમીન સ્વાસ્થ્યની જાળવણી વિશે માહિતી આપી હતી. જીતેન્દ્રસિંહ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ વિશે માહિતી આપવામાં આવી હતી. આર.ટી, રાઠોડ વિષય નિષ્ણાંત (પાક સંરક્ષણ) કેવીકે દ્વારા શિયાળુ પાકોમાં ખાતરનો ભલામપૂર્વક ઉપયોગ કરવા વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 26 જેટલા ખેડૂતોએ રસપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Follow US
Find US on Social Medias



