By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    14 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    15 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    14 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    15 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધી નિર્વાણ દિન વિશેષ: કલ્પનાની ખિંટીએ લટકાતું સત્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ગાંધી નિર્વાણ દિન વિશેષ: કલ્પનાની ખિંટીએ લટકાતું સત્ય
AuthorNaresh Shah

ગાંધી નિર્વાણ દિન વિશેષ: કલ્પનાની ખિંટીએ લટકાતું સત્ય

Khaskhabar Editor
Last updated: 2023/01/30 at 6:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ગાંધી ગોડસે: એક યુધ્ધ ફિલ્મ જો અને તો પર આધારિત છે પણ હકીક્ત છે એ છે કે આવું પણ બની શક્યું હોત

30 જાન્યુઆરીનો ગાંધી નિર્વાણ દિન આજે છે ત્યારે એક કલ્પના કરી જોવા જેવી છે કે 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ કરેલાં ગોળીબાર પછી પણ ગાંધીજી જીવી ગયા હોત તો શું થાત ? અત્યારે એક મોટો વર્ગ એવું માને છે કે મહાત્મા ગાંધી વર્તમાન સમયમાં આઉટડેટેડ સાબિત થયા હોત પણ ધારી લો કે, નથુરામ ગોડસેના ફાયરિંગ પછી પણ જીવતાં રહી શક્યા હોત તો શું એ સમયમાં ગાંધીજી પોતાની વિચારધારા કે ફિલ્સૂફી અને આદર્શ મુજબ જીવી શક્યા હોત ?
સત્યની જેમ કેટલીક કલ્પના પણ અકળાવનારી જ સાબિત થતી હોય છે અને આવી કલ્પના દિલ્હીમાં રહેતાં 7પ વર્ષના સાહિત્યકાર-પ્રોફેસર અસગર વજાહત (જીસે લૌહાર નહીં દેખ્યા – જેવું ઉમદા નાટક પણ તેમણે જ આપ્યું છે ) એક દશકા અગાઉ કરી હતી. એકદમ ઈન્ટરેસ્ટિંગ વાત છે આ. 30 જાન્યુઆરી, 1948 ના દિવસે બિરલા હાઉસમાં પ્રાર્થના સભામાં જઈ રહેલાં ગાંધીજીને પ્રથમ પ્રણામ ર્ક્યા બાદ નથુરામ ગોડસે પોતાની પિસ્તોલમાંથી ત્રણ ગોળી ધરબી દે છે પણ… એ જીવલેણ હુમલા પછી સાજા થઈ ગયેલા ગાંધીજી પહેલું કામ શું કરે છે ? સ્વાભાવિક છે કે એ પોતાની હત્યાનો ગુનો કબુલી ચૂકેલાં હત્યારા નથુરામ ગોડસેને મળવા જેલમાં જાય.
હિન્દુઓના દુશ્મન અને મુસ્લિમોના તરફદાર એવા ગાંધીજીને પોતાની બેરેકમાં જોઈને નથુરામ ગોડસે છળી મરે છે કારણકે તેની નજરમાં તો ગાંધીજી ભારતભૂમિ પરનો બોજ છે. અખંડ ભારતના ભાગલા કરાવનારા, પાકિસ્તાનને અનસન ઉપવાસ કરીને બાવન કરોડ રૂપિયા અપાવનારા, મંદિરોમાં કુરાનની આયાત ગવડાવનારા અને (હિન્દુઓ કરતાં વધુ) મુસ્લિમોના હિતરક્ષ્ાક મોહનદાસ કરમચંદ ગાંધી સામે એ પોતાનો આક્રોશ ઠાલવે છે.
જેલમાં નથુરામ ગોડસેને મળ્યાં પછી ગાંધીજી પોતાના ગ્રામ સ્વરાજયના આદર્શ વિચારને અમલમાં મૂકે છે અને એ દરમિયાન તેઓ ભારતના કાયદા-બંધારણની બદલે (ગ્રામ સ્વરાજયની કલ્પનાને) વધુ પ્રાધાન્ય આપે છે. જેલમાં રહેલો નથુરામ ગોડસે (એ પત્રકાર હતો, એ તો તેમના વિરોધીઓને યાદ જ હશે) ગાંધીજીની આ મનમાની પર બેધડક લખતો રહે છે. કોર્ટમાં એવો ચૂકાદો આવે છે કે કાયદાભંગ બદલ ગાંધીજીને એરેસ્ટ કરવા જોઈએ.
પકડાયેલાં ગાંધીજીના આગ્રહ આગળ ઝૂકી જઈને કોંગે્રસ (નહેરુ વગેરે) ગાંધીજીની ઈચ્છા પ્રમાણે નથુરામ ગોડસે છે એ જ જેલમાં અને એ જ બેરેકમાં ગાંધીને રાખવામાં આવે છે. અને પછી…
અહિંસાના પુજારી અને તેનો ખાતમો કરવા નીકળેલાં હિંસાનાં તરફદાર, જેલની બેરેકમાં એક્સાથે રહે ત્યારે જે શાબ્દિક તડાફડી થાય એ અત્યંત રોચક કલ્પનાનો વિષય છે પરંતુ ડોન્ટ વરી, એ કલ્પના કરવામાં ટૂંકા પડતા હો તો વેલનોન ડિરેકટર રાજકુમાર સંતોષીએ આ જ વિષય પર બનાવેલી ગાંધી-ગોડસે : એક યુધ્ધ ફિલ્મ જોઈ લેવાની રહે. અસગર વજાહત અને રાજકુમાર સંતોષીએ સાથે મળીને લખેલી આ ફિલ્મનો સૌથી

- Advertisement -

મોટો પ્લસ પોઈન્ટ ગાંધી-ગોડસેનો આમનો-સામનો અને ટકરાવ છે. જેલમાં ભગતસિંહ, સુભાષચં બોઝથી લઈને ઐતિહાસિક પાત્રોએ અન્યાયની બદીને ટાળવા માટે હિંસાનો આશરો લીધો હોવાનો નથુરામ ગોડસે હવાલો આપે છે ત્યારે ગાંધી-સમર્થક કેદી કહે છે : …. એવું જ હોય તો તે અંગે્રજોના અન્યાય વિરૂદ્ધ કેમ એક પથ્થર પણ નહોતો ફેંક્યો (અને ગાંધીજીની હત્યા કરવા તૈયાર થયો)
અહિંસાની તરફેણ કરતાં ગાંધીજી ખુદ બેરેકમાં નથુરામ ગોડસેને કહે છે : વિચારો સામેનું યુધ્ધ તો વિચારોથી લડવું જોઈએને… તું મને મારી નાખે તો કંઈ તેને અંત થોડો આવવાનો છે. મારા વિચાર તો જીવવાના જ છે.
અગત્યનો સવાલ એ છે કે નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા ન કરી હોત તો ? આજે તો એક હિન્દુ (ગોડસે) એ બીજા અહિંસા-સમર્થક હિન્દુ (ગાંધીજી)ની હત્યા કરી-નું મહેણું આપણા માટે કાયમી બની ગયું છે પણ માની લો કે (અસગર વજાહતની કલ્પના મુજબ) ગોડસેના પ્રહારમાંથી ગાંધી બચી ગયા પછી શું ગાંધીજી કોઈ અન્યને ખટક્યાં હોત ખરાં ? શું તેમણે ગાંધી નામનો કાંટો કાઢવાનો પ્રયત્ન ર્ક્યો હોત ? અને હા, તો એ કોણ હોત ? ગાંધીજી જે રીતે કચડાયેલાં-દુ:ભાયેલા અને જાતિવાદથી રિબાયેલાં લોકોના મસીહા બનીને કામ કરતા હતા, એ જોતાં તો સ્વાભાવિક છે કે ઉચ્ચ તબકા અને વર્ગના લોકોને જ એ ખટક્યાં હોત અને ગાંધી ગોડસે : એક યુધ્ધ ફિલ્મમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે નથુરામના એટેક પછી ઉગરી ગયેલા ગાંધીજીનો શિકાર કોઈ બીજો હિન્દુ વર્ગ કે સમુદાય જ કરત બેશક, આ કલ્પના છે પણ એવી સચોટ છે કે ગાંધી-ગોડસે : એક યુધ્ધ ફિલ્મનો અંત જોઈને એકપણ જેન્યુઈન હિન્દુને એ અતાર્કિક નહીં જ લાગે.

ગાંધી-ગોડસે: એક યુધ્ધ વિશે
ફિલ્મની એ કમનસીબી રહી છે કે એ પઠાન ફિલ્મના પ્રચાર-માર્કેટીંગ અને સફળતાના વાવાઝોડામાં દબાઈ ગઈ પરંતુ તેમાં કામ નક્કર થયું છે. ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર આપણા ગુજરાતી અભિનેતા દિપક અંતાણીએ ભજવ્યું છે અને ગાંધીજીના બોખા હાસ્યના દૃશ્યમાં તેમણે ખરેખર કમાલ કરી છે. બેન કિંગ્સલે પછી હવે દિપક અંતાણીને ગાંધીજી તરીકે ઓળખવામાં આવશે. બેશક, અમુક દૃશ્યમાં ગાંધીજી જાણે ફિલ્મી હીરો હોય તેવા લાગે છે પણ એ નજરઅંદાઝ કરી શકાય તેવી વાત છે. નથુરામ ગોડસે તરીકે ચિન્મય માંડલેકર પણ પરફેકટ (અને ગાંધીજીથી) પ્રભાવહીન લાગે છે. ફિલ્મમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, આચાર્ય કૃપલાની, પ્યારેલાલજી (એક દૃશ્યમાં), કસ્તુરબા ગાંધી, શ્યામાપ્રસાદ મુખરજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા ઐતિહાસિક પાત્રો પણ નોંધનીય છે.
વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ માટે જ કદાચ, એ. આર. રહેમાન આ ફિલ્મમાં સામેલ થયા છે અને એ વાજબી પણ છે. ફિલ્મમાં રાજકુમાર સંતોષીની પુત્રી તનીષા સંતોષી પણ છે. ગાંધી-ગોડસે : એક યુધ્ધ ખરેખર એક નોંધનીય અને પ્રશંસનીય પ્રયાસ છે એટલે તમારે જોયા વગર તો ચાલશે જ નહીં

ગોડસે @ ગાંધી ડોટ કોમ વિષે
નાટયકાર અસગર વજાહતે ર010માં આ નામથી લખેલાં નાટકને ટોમ ઓલ્ટરે યદિ નામથી ભજવેલું. ક્ધનડ ભાષામાં પણ એ બન્યું. ગુજરાતી ભાષામાં નિમેષ દેસાઈએ તે હું છું મોહનદાસ નામથી ભજવ્યું. હિન્દીમાં અરવિંદે ગોડે પણ છેલ્લાં દશ વરસથી આ જ નામથી નાટક ભજવી રહ્યા હતા પરંતુ ત્યારે કોઈ વિવાદ નહોતો થયો. રાજકુમાર સંતોષીએ એ જ નાટક પરથી ગાંધી-ગોડસે : એક યુધ્ધ નામે ફિલ્મ બનાવી તો થોડો ચચરાટ થયો છે પણ અસગર વજાહતે એ ફિલ્મ બારામાં આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે (નાટકની જેમ જ) ફિલ્મમાં પણ અમે કોઈને હીરો તરીકે દર્શાવવાનો પ્રયત્ન ર્ક્યો નથી
સચ્ચાઈ એ છે કે ગાંધી હત્યા પછી નથુરામ ગોડસેએ કોર્ટમાં આપેલી કેફિયત પરથી જ ગોડસેના વ્યક્તિત્વને ઉપસાવવાની કોશિશ થઈ છે અને અહીં ગાંધીજીની હઠ જેવી માન્યતાઓ પણ દર્શાવવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: FILM, GANDHIGODSE, gandhiji, NATHURAMGODSE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના લાતી પ્લોટની હાલત નીંભર તંત્રના પાપે નર્કાગાર સમાન!
Next Article રેસકોર્સમાં કારના કાચ તોડી સોનાંની લૂંટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?