બનાવ અંગે જેલ અધિક્ષક દ્વારા ડીજીને રિપોર્ટ કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રાત પડતાં જ દારૂડિયાઓ દારૂ ઢીચિ નીકળી પડતાં હોય છે ત્યારે ગાંધીગ્રામ પોલીસે કંટ્રોલરૂમની વરધી આધારે બજરંગવાડી વિસ્તારમાં સોમવારે રાત્રે દરોડો પાડી રાજકોટ જેલના બે સિપાહી સહિત ચાર શખ્સને ચિક્કાર નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી પકડાયેલ બે જેલ સિપાઈ અંગે જેલ અધિક્ષક દ્વારા ડીજીને રિપોર્ટ કરવામાં આવ્યો છે તેમના રિપોર્ટ બાદ બંને સામે પગલાં લેવામાં આવશે.
- Advertisement -
રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે કંટ્રોલરૂમની વરધી આધારે પૂણિતનગરમાં ભગવતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન પાસે દરોડો પાડી રેલનગરના અમૃત પાર્કમાં રહેતો ગિરિરાજદાન અશોકદાન ઇસરાણી ઉ.34, આસોપાલવ પાર્કનો દુષ્યંત અણદુભા જેસલ ઉ.33, ગાંધીગ્રામના શીતલપાર્કનો ભાવિક રાજેશ ચાવડા ઉ.27 તથા સેન્ટ્રલ જેલના ક્વાર્ટર્સમાં રહેતા મહેશ કેશા કાલિયા ઉ.વ.34 મળી આવતા ચારેય દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવતા તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી પકડાયેલ ચાર પૈકી મહેશ કાલિયા અને ગિરિરાજદાન ઇસરાણી બંને રાજકોટ સેન્ટ્રલ જેલમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે બનાવ જેલ તંત્રના ધ્યાને આવતા આ અંગે જેલ અધિક્ષક દ્વારા રાજ્ય જેલવડાને બંને જેલ સિપાઈ અંગે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.