આગામી દિવસોમાં જિલ્લા પંચાયત ભવન સંપૂર્ણ ખાલી કરી દેવાશે: નવું ભવન બનાવવા માટેની કામગીરી હાથ ધરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત ભવન 36 કરોડના ખર્ચે નવું બનવાનું હોય હયાત બિલ્ડિંગના જર્જરિત ભાગમાં બેસતિ શાખાઓને જૂની કોર્ટ બિલ્ડિંગમાં ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત નું ભવન અંદાજે 50 વર્ષ જૂનું છે જેનો કેટલોક ભાગ જર્જરી બનતા આ બિલ્ડિંગ ને નવું બનાવવા માટે સરકારમાં દરખા કરવામાં આવી હતી જેને મંજૂરી મળ્યા બાદ નવા ભવન માટે એજન્સીને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે
- Advertisement -
જોકે જિલ્લા પંચાયત ભવનમાં બેસતી શાખાઓને જૂની કોર્ટ બિલ્ડિંગ ફાળવવા માટે મંજૂરી માંગવામાં આવી હતી મંજૂરી મળી ગઈ હોય જિલ્લા પંચાયતના બિલ્ડીંગમાં બેસતી આઈસીડીએસ, આરોગ્ય, આંકડા, પશુપાલન શાખાને જૂની કોર્ટ બિલ્ડિંગમાં ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે.