3 વર્ષમાં બમણા થયા બ્લેકના ભાવ : દેશી દારૂની કોથળીના એક લિટરના ભાવ રૂ.200
ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરથી વેટ નાબુદ કર્યો છે. ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ વેચાશે તેના પર હવે વેટ વસૂલવામાં નહીં આવે, જેના પગલે હવે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો મળશે. તો બીજીતરફ, છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઈંગ્લિશ તેમજ દેશી દારૂના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બુટલેગરો મનફાવે તેવી રીતે દર વર્ષે ભાવ વધારો કરતા રહે છે, જેથી દારૂના પ્યાસીઓ ઊંચા ભાવ ચુકવીને પણ દારૂનો નશો કરે છે.
- Advertisement -
ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો દારૂના દૂષણમાં બરબાદ થવાની સાથે આર્થિક નર્કાગારમાં ધકેલાઈ રહ્યા છે. ગિફ્ટ સિટીમાં દારૂના ભાવમાં ઘટાડો થશે તેવા સમાચારો વચ્ચે બજારમાં ભાવવધારાના કારણે દારૂનું સેવન કરતા લોકો પોત પોતાના અલગ અલગ વિચારો રજૂ કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, હાલમાં માર્કેટમાં ગ્રીન લેબલ અને જાંબુન જેવી બ્રાન્ડની માંગ વધુ જોવા મળી રહી છે. વર્ષ 2023માં જે બોટલ 600થી 800માં મળતી હતી તે જ બોટલ વર્ષ 2026માં 1200થી 1500 સુધી પહોંચી ગઈ હોવાનું જણાવાય છે. જો કે, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં દેશી વિદેશી દારૂના ભાવ અલગ અલગ હોય છે.
બીજી તરફ દેશી દારૂના ભાવમાં પણ વધારો નોંધાયો છે. અગાઉ ઓછી કિંમતે મળતી દેશી દારૂની કોથળીના ભાવ હાલમાં વધી ગયા હોવાનું જણાવાય છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં માંગમાં વધારો, પુરવઠાની સ્થિતિ અને અન્ય પરિબળોના કારણે ભાવ સતત વધી રહ્યા છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. ઈંગ્લિશ તેમજ દેશી દારૂના વધતા ભાવ હાલ લોકોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
બોટલના અંદાજિત ભાવ
2023 : 600થી 800 રૂરિયા
2024 : 800થી 1000 રૂપિયા
2025 : 1000થી 1200 રૂપિયા
2026 : 1200થી 1500 રૂપિયા
- Advertisement -
દેશી દારૂના અંદાજિત ભાવ
1 લિટર કોથળી : 200 રૂપિયા
હાફ : 100 રૂપિયા
કવાર્ટર : 50 રૂપિયા
ક્વાર્ટરના અંદાજિત ભાવ
2023 : 100થી 150 રૂપિયા
2024 : 150થી 200 રૂપિયા
2025 : 200થી 250 રૂપિયા
2026 : 250થી 400 રૂપિયા




