આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં જવલંત જીત બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે. જ્યારે નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભામાં સતત બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. ગત વર્ષના બજેટ કરતા આ વખતના બજેટમાં 20 ટકા જેટલો વધારો થઈ શકે છે. ચૂંટણી બાદ સરકારના પ્રથમ બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. ગુજરાત સરકાર બજેટમાં રોજગારલક્ષી યોજનાઓ, સરકારી ભરતીઓ પર ભાર મુકશે. આ ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરી શકે છે. સાથે જ આરોગ્ય યોજનાઓમાં વ્યાપ વધારો થવાની સંભાવના છે. આયુષ્માન યોજના સંદર્ભે નવી જાહેરાત થઈ શકે છે. બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરીને સરકાર રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી શકે છે.

નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે. શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે.

પાંચ પાયા પર સરકાર કામ કરે છે
– ગરીબ માટે 2 લાખ કરોડ
– માનવ સંશાધાન માટે 4 લાખ કરોડ
– વિશ્વ સ્તરની આમતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડ
– કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ
– ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ

પ્રથમ સ્તંભ

નાણામંત્રી કનુભાઈએ જણાવ્યું કે, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ કરાઈ છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.2538 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19,685 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 3410 કરોડ રૂપિયાની ફાળવણી. યુવાનોમાં સ્વરોજગારી માટે મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓ માટે રાજ્ય સરકાર રૂ.500 કરોડ ખર્ચ કરશે. અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે 1340 કરોડ, દિવ્યાંગ પેન્શન યોજનામાં 58 કરોડ રૂપિયા, સંકટમોચન યોજના માટે રૂ.20 કરોડ, દિવ્યાંગ લગ્ન સહાય માટે રૂ.સાત કરોડની જોગવાઈ. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ. અનુસૂચિત જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રૂ.334 કરોડની જોગવાઈ કરાઈ છે.

દ્વિતીય સ્તંભ
1) શિક્ષણ વિભાગ માટે રૂપિયા 43651 કરોડની જોગવાઈ
2) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 15182 કરોડની જોગવાઈ
3‌) મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે વિભાગ માટે રૂપિયા 6064 કરોડની જોગવાઈ
4) અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા 2165 કરોડની જોગવાઈ
5) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે રૂપિયા 568 કરોડની જોગવાઈ

આ બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ. આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

માર્ગ મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઈ કરાઈ છે. 7 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાના રિસરફેસિંગ માટે 2200 કરોડ, ઓખા-બેટ દ્વારકાને જોડતા ફોરલેન બ્રિજ માટે 962 કરોડ, સરખેજ-ગાંધીનગર હાઈવે માટે 913 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ-બગાદરા-રાજકોટ હાઈવે માટે 615 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા માટે 600 કરોડની જોગવાઈ કરાઈ છે. જૂના પુલના પુન: બાંધકામ માટે 550 કરોડની જોગવાઈ કરાઈ છે. કચ્છ-બનાસકાંઠાને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તા માટે 401 કરોડ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ઈક્વિટિ ફાળા માટે 200 કરોડ, કીમ-માંડવી હાઈવે માટે 200 કરોડ, SOUને જોડતા રસ્તાઓ માટે 140 કરોડ, ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે 605 કરોડ, પરિક્રમા પથના બાંધકામ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરત અને અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂ.905 કરોડની જોગવાઈ કરાઈ છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનોની સહાય માટે 615 કરોડ, ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા સહાય માટે 400 કરોડ ફળવાયા છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 250 કરોડ, પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે 203 કરોડ, એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 200 કરોડ, ખાતેદાર ખેડૂતોના આકસ્મિત મૃત્યુ, કાયમી અપંગતાના વિમા માટે 125 કરોડ, સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઈ, ખેડૂતોને મિલેટ વાવેતર પ્રોત્સાહન માટે 35 કરોડ ફળવાયા છે. આ સાથે જ ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન માટે 10 કરોડન ફાળવવામાં આવ્યા છે. ટ્રેનિંગ ફોર એગ્રીક્લચરલ લર્નિગ એન્ડ ઈન્ટીગ્રેશન મિશન માટે 2 કરોડ, શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સિલેન્સ માટે 2 કરોડ, બાગાયતમાં ફળપાક વધારવા માટે 65 કરોડ, બાગાયતી પાકોમાં માળખાકીય સુવિધા માટે 40 કરોડ, નારિયેળીની ખેતીને પ્રોત્સાહન માટે 6 કરોડ, મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ સહાય માટે 5 કરોડ અને શહેરમાં માળી કામ રોજગારી તાલિમ માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

બજેટમાં પાણી પુરવઠા પ્રભાગ માટે 6000 કરોડની જોગવાઈ કરાઈ છે. નલ સે જલ યોજના માટે 2602 કરોડની જોગવાઈ કરાઈ છે. આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે 909 કરોડ, બુધેલથી બરોડા સુધી બલ્ક પાઈપલાઈન માટે 376 કરોડ, નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઈપલાઈન માટે 644 કરોડ, ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઈપલાઈન માટે 1044 કરોડ, ઘરાઈથી ભેસાંણ સુધી બલ્ક પાઈપલઈન માટે 392 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રીએ જણાવ્યું કે, વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમિ કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈ.ટી પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્પેસ મેન્યુફેક્ટરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ આઈ.ટી અને સ્ટાર્ટઅપના વિકાસ માટે 10 કરોડ ફળવવામાં આવ્યા છે. ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવવામાં આવ્યા છે. રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડની જોગવામાં કરવામાં આવી છે.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડ, ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે 217 કરોડ, નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડ, 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.