By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાપ-દીકરીની જોડીએ રૂા.1,11,500ની ઘરફોડ ચોરી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાપ-દીકરીની જોડીએ રૂા.1,11,500ની ઘરફોડ ચોરી કરી
રાજકોટ

બાપ-દીકરીની જોડીએ રૂા.1,11,500ની ઘરફોડ ચોરી કરી

Khaskhabar Editor
Last updated: 2025/05/12 at 5:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

અમદાવાદ મણિનગર પોલીસે ઘરફોડ ચોરીને કેસ ઉકેલ્યો

PI ઉનડકટ અને તેમની ટીમે રૂા.60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

આરોપી રાજકોટના ગુનાઓમાં પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલો છે, આશરે 18 ગુનાઓ નોંધાયેલા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે, પંચવટી સોસાયટી, ઘનશ્યામ ભુવન બંગલો ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસારના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી અજાણ્યા આરોપીઓ મકાનમાં રાખેલ રોકડા રૂા. 67,000/-, ચાંદીની વાટકીઓ નંગ 3, ચાંદીના ગ્લાસ નંગ 2, ચાંદીના સિક્કા 5, ચાંદીનો જોડો, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી વિગેરે મળી કુલ રૂા. 1,11,500/-ની ચોરી કરી નાસી જતા ફરીયાદીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. પી. ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. પી. ઉનડકટ, ડી સ્ટાફના પીએસઆઇ વી. એમ. પરમાર તથા સ્ટાફના હે.કો. અર્જુનસિંહ, પો.કો. નરેશભાઈ, મયુદીનભાઈ, અબ્દુલભાઈ, હરસુરભાઈ, દેવુસિંહ, પરિમલભાઈ, અનિલભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ગુન્હામાં પુરુષ અને સ્ત્રી એવા બે આરોપીઓ એક્ટિવા મોટર સાયકલ ઉપર આવતા અને ઘરમાં પ્રવેશતા નજરે પડેલ હતા. જેથી પોલીસ કંટ્રોલ રૂમના કેમેરા આધારે તપાસ કરતા ભૂતકાળમાં આ એક્ટિવાની હાજરી નારોલ વિસ્તારમાં જણાઈ આવતા સુરેશભાઈ ભરવાડની ઓફિસે આ મહિલા અને પુરુષ ગયેલાની વિગત મળતા સુરેશભાઈ ભરવાડની પૂછપરછમાં જાણવા મળેલ કે પોતે જમીન લે-વેંચનો ધંધો કરતા હોય આ છોકરી ઉમાબેન અને એનો બાપ લાખાભાઇ દેવીપૂજક એક જમીનના પ્લોટ રાખેલ હોય જેના રૂપિયા દેવા આવેલ હતા અને નારોલ વિસ્તારમાં રંગોલીનગર ખાતે રહેતા હોવાનું સરનામું મળતા મણિનગર પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક બતાવેલ સરનામે તપાસ કરતા છોકરી ઉમા ઉર્ફે ઉર્મિલા વા/ઓ વિજયભાઈ ડાભી દેવીપૂજક ઉ.વ. 25 તથા તેના પિતા માલાભાઈ નાથાભાઈ સમેચા દેવીપૂજક ઉ.વ. 48 રહે. 19, હરસિધ્ધિનગર, ગુરુકૃપા રોડ, રંગોળીનગર, નારોલ, અમદાવાદ મૂળ રહે. આંબાવાડી ખેતરમાં, રાધનપુર જી. પાટણને એક્ટિવા મોટર સાયકલ તથા મૂર્તિઓ, કપડાં, ચોરી કરવાના ડીસમીસ, કટર સહિતના સાધનો મળી કુલ કિંમત રૂા. 60,000/-ના મુદામાલ સાથે પકડી પાડી, જેઓ બંનેની પ્રાથમિક પૂછપરછમાં શરૂઆતમાં ગલ્લાતલ્લા કરવા લાગતા તેના નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા માલાભાઈ દેવીપૂજક ભૂતકાળમાં સને 2007થી સને 2024 દરમિયાન અમદાવાદ શહેરના નરોડા, પાટણ જિલ્લાના બી ડિવિઝન, બનાસકાંઠા જિલ્લાના થરાદ, કચ્છ જિલ્લાના આદિપુર, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીનગર જિલ્લાના અડાલજ, સેક્ટર 07, રાજકોટ શહેરના ગાંધીગ્રામ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સહિતના આશરે દસેક પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોવાની અને રાજકોટ શહેરના ગુનાઓમાં પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલ આશરે 18 (દોઢ ડઝન) ગુનાઓમાં પકડાયેલા આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો ખુલતા પોલીસની ભાષામાં પૂછવામાં આવતા આરોપી માલાભાઈ દેવીપૂજક ભાંગી ગયેલ અને પોતાની દીકરી ઉમાબેન દેવીપૂજક સાથે મળી મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરીઓ તથા નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી એક એક્ટિવા ચોરી મળી, અન્ય ત્રણ ગુન્હાઓ આચરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. મણિનગર પોલીસ ટીમ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના કબ્જામાંથી મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ તથા ગુન્હામાં વાપરેલ અને નારોલ પોલીસ સ્ટેશન ખાતે ચોરી કરેલ એક્ટિવા સહિતનો મળી કુલ રૂા. 60,000/-નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. આમ મણિનગર પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે સવા લાખ રૂપિયાની માતબર રકમની ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરી, મુદામાલ સાથે બાપ દીકરી એવા બંને આરોપીઓની ઘરફોડ ગેંગને પકડી પાડવામાં આવેલ છે.

- Advertisement -

બંને આરોપીઓએ આ એક્ટિવા ચોરી તથા ઘરફોડ સહિત મણિનગર વિસ્તારમાં જ બીજા એક એનઆરઆઈના બંધ મકાનને ટાર્ગેટ કરી આશરે રૂા. 70,000/-ના સોના-ચાંદીના દાગીના તથા પૂજાના સામાનની ચોરી કરેલાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. ઘરફોડ ચોરીનો મુદામાલ રાધનપુરના સોનીને વહેંચેલ અને આવેલ રૂપિયા પ્લોટ પેટે સુરેશભાઈ ભરવાડને આપેલાની પણ કબૂલાત કરતા પોલીસ ટીમ દ્વારા રાધનપુર સોનીને ત્યાં તપાસ કરતા આરોપી ખોટું બોલતા હોવાની વિગતો પણ જાણવા મળેલ છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિંહ ગણતરીના આંકડા મુખ્યમંત્રી જાહેર કરશે, 800 પારનો અંદાજ
Next Article રાજકોટ શહેરના આંગણે સમસ્ત કોળી સમાજનો શાહી રજવાડી સમૂહલગ્ન યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?