ના દેખાઇ ટ્રાફિક પોલીસ, ન દેખાયા હેલ્મેટના નિયમ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.8
- Advertisement -
અમદાવાદમાં ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટે વેધક સવાલ કર્યો હતો. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી છેહતી. હાઈકોર્ટે સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી ત્યારે અમદાવાદમાં આરંભે સુરા અને અંતે અધૂરા જેવી સ્થિતિ જોવા મળી હતી.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક તેમજ હેલમેટના નિયમોને લઈ હાઈકોર્ટે ગઈકાલે ઉધડો લીધો હતો ત્યારે શહેરમાં પરિસ્થિતિ અલગ જોવા મળી છે.પંચવટી, લાલ દરવાજા, એલિસબ્રિજ, આસ્ટોડીયા સહિતના વિસ્તારોમાં નિયમોના ધજાગરા ઉડયા છે.અમુક લોકોએ હેલમેટ નહી પહેરવાને લઈ પૂછયુ તો બેફામ જવાબ આપ્યો તો અમુકે એવુ કીધુ કે હેલમેટ પહેરવાથી ગભરામણ થઈ રહી છે.તો અમુકે હેલમેટ પહેરવાની બાંહેધરી આપી છે. ટ્રાફિક પોલીસને ટ્રાફિકના નિયમો માટે રાખવામાં આવી છે અને શહેરમાં ટ્રાફિક ના સર્જાય તેનુ કામ ટ્રાફિક પોલીસનું રહેતું હોય છે,ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્રારા ટ્રાફિક પોઈન્ટ પર કોઈ ફરજ બજાવતું દેખાયુ નથી,તો ટ્રાફિક પોલીસ પણ પોતાની મસ્તીમાં હોય અને સમય પ્રમાણે પોઈન્ટ પર ના આવતી હોય તેવુ દેખાઈ રહ્યું છે.રામ ભરોસે શહેરીજનો નિયમો નેવે મૂકી સિગ્નલ તોડતા નજરે પડ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે હેલમેટનો નિયમ ફરજિયાત લાવો જેના કારણે અકસ્માતમાં કોઈ વ્યકિતનો જીવ ના જાય,સાથે સાથે ટુ વ્હીલરની પાછળના ભાગે જે પણ બેઠુ હોય તે પણ હેલમેટ પહેરવાની ટેવ રાખે.સામન્ય રીતે કોઈ પણ વ્યકિત મોટા અકસ્માતનો ભોગ બનતી હોય છે ત્યારે માથાના ભાગે ઈજા થવાથી અથવા લોહી નિકળી જવાથી મોતને ભેટતી હોય છે,ત્યારે હેલમેટ પહેરીશું તો આપણે પોતાની જાતને અને પરિવારને સલમાત રાખી શકીશું.