શરદ પવારે કહ્યું- એકજુથ રહેવું જરૂરી, I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ હાજર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ઈં.ગ.ઉ.ઈં.અ. બ્લોકની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓ પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા છે.
ઇન્ડિયા બ્લોકની છેલ્લી બેઠક 1 જૂન, 2024ના રોજ દિલ્હીમાં ખડગેના ઘરે મળી હતી. આનો અર્થ એ થયો કે ગઠબંધનના નેતાઓ પૂરા બે વર્ષ પછી ભેગા થયા છે.
આ દરમિયાન, મહારાષ્ટ્રના બારામતીમાં ગઈઙ-જઈઙના વડા શરદ પવારે કહ્યું કે આ સમયે બ્લોકના તમામ પક્ષોને એકજુથ રાખવા ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ગઈઙ)ના વડા શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે વિપક્ષી દળોના ઈન્ડીયા ગઠબંધનને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તમામ સાથી પક્ષોને એકજુથ રાખવા એ સમયની જરૂરિયાત છે.
બેઠક પહેલા દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા. યુવા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ અને કોંગ્રેસ વિરુદ્ધ લાગેલા પોસ્ટર ફાડ્યા હતા.
આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીનો ફોટો અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો લખેલા છે. ગઈઙ-જઈઙના વડા શરદ પવાર દર્શાવતા પોસ્ટરમાં લખ્યું છે, ‘રાહુલ ગાંધીમાં કંસિસ્ટેંસી (સ્થિરતા)ની કમી છે. જો કે આ પોસ્ટરો કોણે લગાવ્યા, તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.
શરદ ઉપરાંત અઅઙ સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના ઈખ ભગવંત માન, ઝખઈ ચીફ મમતા બેનર્જી, આંધ્રના પૂર્વ ડેપ્યુટી ઈખ ઉદયનિધિ સ્ટાલિનની તસવીરવાળા પોસ્ટર લાગ્યા છે અને કોંગ્રેસ વિરુદ્ધ આપેલા નિવેદનો લખેલા છે.
ઈન્ડિયા ગઠબંધનની બેઠક પૂર્વે જ વિપક્ષી નેતાઓના કોંગ્રેસને ટાર્ગેટ કરતાં પોસ્ટર લાગ્યાં
કોંગ્રેસ પોતાની વિશ્ર્વસનીયતા ખોઈ રહી છે: મમતાનું જૂનું વિધાન પોસ્ટરમાં ચમક્યું
- Advertisement -
હાલમાં યોજાયેલી ધારાસભા ચુંટણીઓમાં જે રીતે પશ્ચિમ બંગાળમાં તથા તામિલનાડુમાં વિપક્ષને પરાજય સહન કરવો પડયો તે પછી ફરી એક વખત હવે ઈન્ડીયા ગઠબંધનને બેઠુ કરવા માટે આજે દિલ્હીમાં બેઠક યોજાઈ રહી છે. ખુદ મમતા બેનરજી જે અત્યાર સુધી વિપક્ષની એકતામાં બહુ રસ લેતા ન હતા તે હવે દિલ્હીમાં એનડીએ સાથે ન હોય તેવા 23 જેટલા પક્ષોને સાથે રાખવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે પુર્વે દિલ્હીમાં ઠેર ઠેર હોર્ડીંગ અને પોષ્ટર લાગ્યા છે જેમાં ગઠબંધનના મોટામોટા નેતાઓએ રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે અલગ અલગ સમયે જે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તે આ પોસ્ટરમાં દર્શાવાયા છે અને એ લખાયું છે કે, ઈન્ડીએલાયન્સ જે એકબીજા સાથે લડે છે તે એક સાથે રહીને કેમ લડી શકશે અને તેમાં રાહુલ ગાંધીને નિશાન બનાવતા અલગ અલગ નેતાઓના ફોટા સાથે તેમના વિધાન લખાયા છે. એક પોષ્ટરમાં કેરળના પુર્વ મુખ્યમંત્રી પી.વિજયનનું એવું વિધાન લખાયું છે કે, રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય સ્તરના નેતા છે પરંતુ તેનામાં એટલી પણ સમજ નથી જે કોંગ્રેસના સ્થાનિક સ્તરના કાર્યકર્તાને હોઈ છે. અન્ય પોષ્ટરમાં ડીએમકે નેતા ઉદયનીધી સ્તાલીન એ રાહુલ એ જે રીતે તામિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે સાથે જવા નિર્ણય લીધો તેને પીઠમાં છરી ભોંકવા જેવું વિધાન લખાયુ છે. અરવિંદ કેજરીવાલની પણ તસ્વીર છે અને તેમાં લખાયું છે કે ભુલથી પણ કદી કોંગ્રેસને મત ન આપતા તો મમતા બેનરજીનું વિધાન પણ ચમકયું છે તેમાં તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ જો ઈન્ડીયા ગઠબંધન ચલાવી શકતુ ન હોય તો હું તે ચલાવી શકુ છુ. મમતાએ કોંગ્રેસની વિશ્વસનીયતા ઘટી ગઈ છે તેવું કહ્યું હતું તે પણ લખાયુ છે.



