By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    9 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    8 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    8 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    9 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    9 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
રાષ્ટ્રીય

તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ

Khaskhabar Editor
Last updated: 2026/06/08 at 1:38 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને રાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે દિલ્હીમાં રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનના નિવાસસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. સુખેન્દુ રોયે સાંસદ પદની સાથે સાથે પાર્ટીના તમામ હોદ્દા અને સભ્યપદ પરથી પણ છેડો ફાડી નાખ્યો છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે, પાર્ટીની અંદર વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યા બાદ તેમને પક્ષમાં એકલા પાડી દેવામાં આવ્યા હતા.

વિપક્ષી એકતા પર પ્રહાર: ‘ઇન્ડિયા ગઠબંધન’નું કોઈ ભવિષ્ય નથી

- Advertisement -

રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ શેખર રોયે વિપક્ષી પક્ષોના ‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ગઠબંધનની બેઠકોનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ મોરચાનું કોઈ ભવિષ્ય નથી. તૃણમૂલ કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ જણાવતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે તેઓ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા હતા.

બંગાળમાં TNCના પતન અને ભ્રષ્ટાચાર પર મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળના રાજકારણ અને ચૂંટણીમાં ટીએમસીને મળેલી હાર અંગે વાત કરતા રોયે જણાવ્યું કે, રાજ્યમાં માત્ર ‘આર. જી. કર મેડિકલ કોલેજ’ની ઘટનાને લઈને જ જનતામાં નારાજગી નહોતી, પરંતુ તેના સિવાય પણ ઘણા એવા મુદ્દા હતા જેના કારણે લોકોમાં ભારે આક્રોશ હતો. આ ગુસ્સો આર. જી. કરની ઘટના બાદ વિસ્ફોટ સ્વરૂપે બહાર આવ્યો. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, છેલ્લા 5 વર્ષમાં પશ્ચિમ બંગાળના દરેક નાના-મોટા નગરો અને નગરપાલિકાઓમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે, તેનું કડક ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવે.

- Advertisement -

કોયલ મલિકના રાજીનામાની અટકળો પણ તેજ

રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી હતી કે ટીએમસીના બે રાજ્યસભા સાંસદો રાજીનામું આપી શકે છે, જેમાં સુખેન્દુ શેખર ઉપરાંત પ્રખ્યાત અભિનેત્રી કોયલ મલિકનું નામ પણ મોખરે હતું. કોયલ મલિકને ટીએમસીએ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ રાજ્યસભામાં મોકલ્યા હતા. જોકે, સુખેન્દુ રોયના રાજીનામા બાદ હજુ સુધી કોયલ મલિક તરફથી સત્તાવાર રીતે રાજીનામું આપવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા નથી.

મમતાના ખાસ ગણાતા રોય હવે ભાજપ તરફ?

સુખેન્દુ શેખર રોય વર્ષ 2011માં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. 15 વર્ષ લાંબી રાજકીય સફરમાં તેઓ મમતા બેનરજીના અત્યંત વિશ્વાસુ અને પક્ષની નીતિઓ નક્કી કરનારા મુખ્ય નેતા ગણાતા હતા. ટીએમસીના દરેક સારા-નરસા સમયમાં તેઓ મમતાની પડખે ઊભા રહ્યા હતા. પરંતુ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની રાજકીય પકડ નબળી પડતા જ અને પક્ષ મુશ્કેલીમાં મુકાતા જ તેમણે સાથ છોડી દીધો છે. રાજીનામા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે, જેને જોતા રાજકીય પંડિતો માની રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે.

You Might Also Like

રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર

મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન

મણિપુર ફરી ભડકે બળ્યું

આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા

દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા

TAGGED: Sukhendu Sekhar Roy Quits TMC
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
Next Article સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

મણિપુર ફરી ભડકે બળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?