પોલીસ અને ખાણ ખનિજ વિભાગના સંયુકત ટીમનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનિજ ચોરીને નાથવા તંત્ર દ્વારા હાલમાં જ કોલસાની લગભગ બે હજાર ખાણોને કરોડોના ખર્ચે બર્વની કામગીરી હાથ ધરી હતી પરંતુ ખનિજ વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત ફરીથી કોલસાનું ગેરકાયદેસર ખનન શરૂ થઈ ચૂક્યું છે અને એટલું જ નહિ હાલમાં જ આ કોલસાની ખાણમાં મજૂરોના પણ મોત થયા હતા. ત્યારે સતત યથાવત રહેતી કોલસાના ખનન સામે તંત્ર દ્વારા હવે આળસ મરડી હોય તે પ્રકારે મૂકી તાલુકાના ધોળિયા ગામે સ્થાનિક પોલીસ અને ખાણ ખનિજ વિભાગની ટીમના સયુંકત દરોડા દરમિયાન કુલ 11 શખ્સોને ઝડપી પાચ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળી તાલુકાનાં ધોળિયા ગામે ગત વહેલી સવારે સ્થાનિક પોલીસ અને ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા દરોડો કરી ગેરકાયદેસર ચાલતી ખનન કરતા ઈસમો ઝડપાયા હતા આ સાથે ખાણમાંથી ખનિજ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ચરખી તથા વાહનો અને ખનીજની ચોરીનો દંડ સહિત કુલ 5,39,830/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી તમામ ગેરકાયદેસર ખાણમાંથી ઝડપાયેલ મજૂરો અને ખનિજ માફિયા સહિત કુલ 11 ઈસમો વિરૂદ્ધ ખાણ ખનિજ વિભાગના કર્મચારી નૈતિક કણઝરિયા દ્વારા મૂકી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવતા સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધોળિયા ગામે ગેરકાદેસર ખનિજ ચોરી મામલે દરોડા બાદ ખનિજ વિભાગ દ્વારા કોલસા અને સેન્ડસ્ટોન ખનિજ ચોરી અંગે કુલ 106235/- રૂપિયા ખનિજ ચોરી દર્શાવેલ છે પરંતુ અત્યાર સુધીમાં જેટલી પણ ખનિજ ચોરી કરી કોલસાનો જથ્થો વેચાણ થયેલ છે તે મામલે કોઈ ઉલ્લેખ નહિ હોવાના લીધે તટસ્થ કામગીરી નહિ કરી હોવાના આક્ષેપ સાથે ખાણ ખનિજ વિભાગની ટીમ સામે અનેક સવાલો પણ ઊભા થયા હોવાનો આક્ષેપ સ્થાનિક પર્યાવરણ પ્રેમી રામકુભાઈ કરપડા દ્વારા જણાવાયું છે.
ખનિજ ચોરીમાં ઝડપાયેલ શખ્સોના નામ
લલિતભાઈ જનકભાઈ સાતોલા, અક્ષયભાઈ દેવકુભાઈ સાતોલા, કિશનભાઈ ધીરુભાઈ સાતોલા, બુધાભાઈ દેવકુભાઈ સાતોલા, અજયભાઈ કાનાભાઈ બોહકિયા(રહે: વાગડીયા), વિક્રમભાઈ હેમંતભાઈ ઉધરેતી, વિપુલભાઈ ધીરુભાઈ સાતોલા, હરેશભાઈ ગતુભાઈ ધાખડીયા, રાયમલભાઈ સાગરભાઈ સાતોલા, જેમાભાઈ લક્ષ્મણભાઈ સાતોલા તથા અભાભાઈ ભુદરભાઈ થરેશા (ખનિજ ચોરી કરનાર) રહે: તમામ ધોળિયા, તા: મૂળી.